Google ને પાછળ પાડવા ભારતમાં સૌથી મોટું AI ડેટા હબ બનશે, રિલાયન્સે 1.6 લાખ કરોડ રોક્યા
. ડેટા સેન્ટર અને ગ્રીન એનર્જી ક્ષેત્રે કુલ ₹1.6 લાખ કરોડનું રોકાણ કરાશે, જે વિશાખાપટ્ટનમને ગ્લોબલ હબ બનાવશે
. 1 ગીગાવોટની ક્ષમતા ધરાવતો આ પ્રોજેક્ટ ગૂગલના વર્તમાન ડેટા સેન્ટર કરતા પણ વિશાળ અને શક્તિશાળી હશે
. પ્રોજેક્ટને ચલાવવા માટે 9000 મેગાવોટની સોલર પેનલ ક્ષમતા ઉભી કરાશે, જે પર્યાવરણને અનુકૂળ ઉર્જા પૂરી પાડશે
India's Largest AI Data Hub: ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની રેસ હવે વધુ તેજ બનવાની છે, કારણ કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે (Reliance Industries Limited - RIL) એક એવો દાવ ખેલ્યો છે, જે આખા ટેક સેક્ટર ની તસવીર બદલી શકે છે. કંપની આંધ્રપ્રદેશ (Andhra Pradesh) ના વિશાખાપટ્ટનમ (Visakhapatnam) માં લગભગ 1.6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરીને એક વિશાળ એઆઈ ડેટા સેન્ટર ક્લસ્ટર (AI data center Cluster) બનાવવાની તૈયારીમાં છે. આ માત્ર એક પ્રોજેક્ટ નથી, પરંતુ ભારતને ગ્લોબલ ડેટા પાવર (Global Data Power) બનાવવા માટેની દિશામાં આ મોટું પગલું માનવામાં આવે છે.
ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટ ગૂગલ (Google) ) ના 1 ગીગાવોટ ડેટા સેન્ટરથી પણ મોટો હશે, જેનાથી સ્પષ્ટ છે કે હવે તે ટેક્નોલોજીની દુનિયામાં પણ વર્ચસ્વ કાયમ કરવા માંગે છે.
આ પણ વાંચો: Make in India નો દમ: PM મોદીએ ટેસ્ટ કર્યા દેશના પહેલા 'Sarvam Kaze' AI ગ્લાસ
ત્રણ તબક્કામાં બનશે ગિગા એઆઈ ડેટા હબ (Giga AI Data Hub)
સૂત્રો મુજબ, આ પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં વિકસિત કરવામાં આવશે. પહેલા તબક્કામાં પોલિપલ્લી (Polipalli) ગામમાં 500 મેગાવોટ ક્ષમતાવાળા ડેટા સેન્ટર બનશે, જેનાથી કમર્શિયલ શરૂઆત ઓક્ટોબર-2028 સુધી થવાની આશા છે. તેના પછી બીજા તબક્કામાં કુલ ક્ષમતા 1 ગીગાવોટ સુધી વધારવામાં આવશે. આ આખા પ્રોજેક્ટ માટે કંપનીએ લગભગ 935 એકર જમીનની માગણી કરી છે, જેમાં ડેટા સેન્ટર, કેબલ લેન્ડિંગ સ્ટેશન અને ડીસેલીનેશન પ્લાંટ પણ સામેલ છે.
આ પણ વાંચો: Bernstein નો PM Modi ને ખુલ્લો પત્ર, સરકાર રિફોર્મ નહીં લાવે તો પાછું પડશે ભારત
વિશાખપટ્ટનમ (Visakhapatnam) કેમ છે ખાસ?
વિશાખપટ્ટનમ આ સમયે દેશનું નવું ડેટા સેન્ટર હબ બનવા જઈ રહ્યુ છે. અહીં પહેલેથી જ ગૂગલ (Google) , સિફી (Sify) , ડિજિટલ કોનેક્શન (Digital Connexion) અને અનંત રાજ ક્લાઉડ (Anant Raj Cloud) જેવા મોટા ખેલાડીઓ પોતાના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે. હવે રિલાયન્સની એન્ટ્રી આ રેસને વધુ રસપ્રદ બનાવશે. આ આખું ક્લસ્ટર ભોગાપુરમના નવા એરપોર્ટ (Bhogapuram airport) ની નજીક વિકસિત થશે, જેનાથી કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્ર્કચરને મોટો ફાયદો મળશે.
આ પણ વાંચો: AI vs. Humanity: બેંગલુરુમાં IT યુગલના આપઘાતે AI ક્રાંતિની કાળી બાજુ ઉઘાડી કરી
ગ્રીન એનર્જી (Green Energy) ની સાથે AI નું કોમ્બિનેશન
રિલાયન્સ માત્ર ડેટા સેન્ટર જ નથી બનાવી રહ્યું, પરંતુ તેની સાથે જ રિન્યૂએબલ એનર્જી (renewable energy) પ્રોજેક્ટ પણ જોડી રહી છે. કંપની લગભગ 1.08 લાખ કરોડ રૂપિયા ડેટા સેન્ટર અને 51,300 કરોડ રૂપિયા ગ્રીન એનર્જી (Green Energy) પર ખર્ચ કરશે.
તેમાં 9000 મેગાવોટ પીક સોલર પેનલ ક્ષમતા હશે, જે મહત્તમ 6600 મેગાવૉટ વીજળીપેદા કરી શકશે. એટલે કે આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે ભવષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામમાં આવ્યો છે.
આ પણ વાંચો: 2030 સુધીમાં ભારતની IT ઈન્ડસ્ટ્રીને AI ખતમ કરી દેશે?: TCS ના CEO આપ્યો જવાબ
આંધ્રપ્રદેશ બની રહ્યું છે કે ડેટા સુપરપાવર (Data Super Power)
આંધ્રપ્રદેશ સરકારે 2025માં 6 ગીગાવોટ ડેટા હોસ્ટિંગની ક્ષમતાનું લક્ષ્ય રાખ્યું હતું. અત્યાર સુધીમાં 5.6 ગીગાવોટના એમઓયૂ સાઈન થઈ ચુક્યા છે અને રિલાયન્સનો આ પ્રોજેક્ટ રાજ્યને આ લક્ષ્યની બેહદ નજીક લાવી દેશે.
રાજ્ય સરકાર પણ કંપનીઓને આકર્ષિત કવા માટે જીએસટી (GST) રિફન્ડ કેપિટલ સબ્સિડી અને સસ્તી વીજળી જેવી ઘણી સુવિધાઓ આપી રહી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) નું આ રોકાણ માત્ર એક બિઝનેસ મૂવ નથી, પરંતુ ભારતને AI અને ડેટા ઈકોનોમી (Data Economy) માં ગ્લોબલ લીડર બનાવવાની દિશામાં મોટું પગલું છે. જો આ પ્રોજેક્ટ નક્કી સમય પર પુરો થાય છે, તો વિશાખાપટ્ટનમ દુનિયાના સૌથી મોટા ડેટા હબ્સમાં સામેલ થઈ શકે છે.
આ પણ વાંચો: Trump ને હવે જોઈએ છે AI ની કિલ સ્વીચ!


