Richest Person in Asia: ગૌતમ અદાણીનો ફરી દબદબો! અંબાણીને પાછળ છોડી બન્યા એશિયાના ધનકુબેર
- ગૌતમ અદાણી ફરી બન્યા Richest Person in Asia
- મુકેશ અંબાણીની સંપત્તિમાં 16.7 અબજ ડોલરનો જંગી ઘટાડો
- વિશ્વના ધનિકોની યાદીમાં અદાણી 18મા અને અંબાણી 20મા સ્થાને
- માઇકલ ડેલની સંપત્તિમાં આ વર્ષે સૌથી વધુ 36.6 અબજ ડોલરનો વધારો
- 654 અબજ ડોલરની નેટવર્થ સાથે એલન મસ્ક દુનિયાના સૌથી અમીર શખ્સ
વૈશ્વિક અર્થતંત્રમાં ભારતીય ઉદ્યોગપતિઓનો દબદબો વધી રહ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ મુજબ, ગૌતમ અદાણી (Richest Person in Asia) વિશ્વના ધનિકોની યાદીમાં 18મા ક્રમે પહોંચી ગયા છે. જ્યારે અત્યાર સુધી એશિયામાં ટોચનું સ્થાન ધરાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી હવે 20મા સ્થાને સરકી ગયા છે. શેરબજારમાં અદાણી ગ્રુપના શેરોમાં આવેલી શાનદાર તેજીએ ગૌતમ અદાણીના નસીબના દ્વાર ખોલી દીધા છે.
અદાણી vs અંબાણી: કોણે શું ગુમાવ્યું અને શું મેળવ્યું?
આ વર્ષની શરૂઆત મુકેશ અંબાણી માટે થોડી મુશ્કેલ સાબિત થઈ રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં થયેલા ઘટાડાને કારણે અંબાણીની નેટવર્થમાં 16.7 અબજ ડોલરનો મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે તેમની કુલ સંપત્તિ 91 અબજ ડોલર પર આવી ગઈ છે. તેનાથી વિપરીત, ગૌતમ અદાણી (Richest Person in Asia) માટે 2026નું વર્ષ 'ગોલ્ડન યર' સાબિત થઈ રહ્યું છે. તેમની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં 10.9 અબજ ડોલરનો તોતિંગ વધારો થયો છે, જેને પગલે તેમની કુલ નેટવર્થ 95.4 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.
વિશ્વના ટોપ-10 ધનકુબેરોની સ્થિતિ
વૈશ્વિક સ્તરે અબજોપતિઓની સંપત્તિમાં આશ્ચર્યજનક આંકડાઓ સામે આવ્યા છે. એલન મસ્ક હજુ પણ 654 અબજ ડોલર સાથે વિશ્વના નંબર-1 અબજોપતિ છે. મહત્વની વાત એ છે કે ટોપ-10 માંથી 6 વ્યક્તિઓ એવી છે જેમની પાસે 200 અબજ ડોલરથી વધુની સંપત્તિ છે. માઇકલ ડેલ માટે આ વર્ષ સૌથી વધુ કમાણી કરાવનારું રહ્યું છે, તેમની સંપત્તિમાં 36.6 અબજ ડોલરનો વધારો થયો છે.
કોને લાગ્યો સૌથી મોટો ઝટકો?
સંપત્તિ ગુમાવનારાઓમાં બર્નાર્ડ આર્નોલ્ટ ટોચ પર છે, જેમણે આ વર્ષે 43.6 અબજ ડોલર ગુમાવ્યા છે. ત્યારબાદ સ્ટીવ બાલ્મર (19 અબજ ડોલર) અને મુકેશ અંબાણી (16.7 અબજ ડોલર) નો નંબર આવે છે. આ યાદીમાં બિલ ગેટ્સ અને વોરન બફેટ જેવા દિગ્ગજોએ પણ 10 અબજ ડોલરથી વધુની રકમ ગુમાવી છે.
આ પણ વાંચો : Purushottam Priyadasji Swami: આધ્યાત્મિકતા અને માનવતાના મશાલચી, પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું જીવન કવન


