Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Robert Kiyosaki ની આગાહી સાચી પડશે, તો 7.5 લાખ રૂપિયાને પાર જશે સોનું!

Rich Dad Poor Dad ના લેખક રોબર્ટ કિયોસાકીએ આગાહી કરી છે કે ભવિષ્યમાં સોનાનો ભાવ $27,000 સુધી પહોંચી શકે છે. જો એવું થાય તો ભારતમાં 10 ગ્રામ સોનાની કિંમત ₹7.5 લાખને પાર જઈ શકે. વૈશ્વિક અનિશ્ચિતતા અને વધતું અમેરિકન કર્જ સોનામાં તેજીનું મુખ્ય કારણ માનવામાં આવે છે
robert kiyosaki ની આગાહી સાચી પડશે  તો 7 5 લાખ રૂપિયાને પાર જશે સોનું
Advertisement

. સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર Robert Kiyosaki લખ્યું
. વાહ! સોનાનો ભાવ $ 5000ને પાર પહોંચ્યો: Robert Kiyosaki
. ભવિષ્યમાં સોનાનો ભાવ $ 27000ને પાર ચાલ્યો જશે: Robert Kiyosaki

Robert Kiyosaki: સોનાની કિંમતો સાતમા આસમાનને સ્પર્શી રહી છે. ગત એક વર્ષમાં સોનાની કિંમતોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. તેવામાં રોકાણકારો નિર્ણય કરી શકતા નથી કે આવી સ્થિતિમાં શું નવું રોકાણ કરવું જોઈએ કે પછી તેનાથી બચવું જોઈએ.

Advertisement

આ દરમિયાન Rich Dad Poor Dad પુસ્તકના લેખક Robert Kiyosaki એ કહ્યુ છે કે આગામી સમયમાં સોનાની કિંમત પાંચ ગણી વધશે અને 27 હજાર ડોલરને પાર પહોંચશે. Ibjartes ના ડેટા મુજબ, શુક્રવારે ભારતમાં 10 ગ્રામ 24 કરેટ સોનાની કિંમત 1.55 લાખ રૂપિયા હતી. Robert Kiyosaki નું અનુમાન સાચું પડશે તો સોનાની કિંમત ભારતમાં 7.5 લાખ રૂપિયાને પાર જતી રહેશે.

Advertisement

Robert Kiyosaki એ શું કહ્યું છે?

સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર Robert Kiyosaki લખ્યું છે કે વાહ સોનાનો ભાવ 5000 ડોલરને પાર પહોંચ્યો. ભવિષ્યમાં આ 27000ને પાર ચાલ્યો જશે. જો કે તેમણે આના માટે કોઈ ટાઈમલાઈન આપી નથી.

Robert Kiyosaki ની સલાહ

ચર્ચિત લેખક ગોલ્ડ, સિલ્વર અને બિટક્વાઈનની કિંમતોની કિંમતોના ઉપર કે નીચે જવાથી પ્રભાવિત નથી. તેમણે કહ્યુ છે કે વધતા અમેરિકન કર્જને કારણે ગોલ્ડ, સિલ્વર અને બિટક્વાઈન પર દાંવ લગાવવો ફાયદાકારક રહેશે.

સોનાની કિંમત વધવાનું કારણ

ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદથી આખી દુનિયામાં ટ્રેડને લઈને એક અનિશ્ચિતતા અને ભયનો માહોલ છે. થોડા દિવસ પહેલા ટ્રમ્પે ધમકી આપી હતી કે જો ચીનની સાથે કેનેડાએ કોઈ ટ્રેડ ડીલ કરી તો તે 200 ટકા ટેરિફ લગાવી દેશે. ભારત પહેલાથી જ 50 ટકા ટેરિફ સામે ઝઝૂમી રહ્યું છે. આ તમામ વચ્ચે ગ્રીનલેન્ડને લઈને ટ્રમ્પ અને આક્રમક થઈ ગયા છે.

વધતી અનિશ્ચિતતાની વચ્ચે રોકાણકારોનું ગોલ્ડ તરફ ટ્રેન્ડ વધી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે 2025માં સોનાની કિંમતમાં 70 ટકાની તેજી જોવા મળી. જો કે 1979 બાદ સૌથી વધારે વૃદ્ધિવાળું વર્ષ સાબિત થયું.

આ પણ વાંચો: Gold and silver prices at all-time high! સોનું રૂપિયા 1.59 લાખ અને ચાંદી રૂપિયા 3.36 લાખની સર્વોચ્ચ સપાટીએ

(ડિસ્ક્લેમર: આ રોકાણની સલાહ નથી. ગોલ્ડની કિંમતોમાં વધારા પાછળ ઘણાં કારણો હોય છે. અહીં પ્રસ્તુત એક્સપર્ટ્સના વિચાર અંગત છે. ગુજરાત ફર્સ્ટ આના આધારે રોકાણની સલાહ આપતું નથી.)

Tags :
Advertisement

.

×