Rupee Vs Dollar:ડોલરના મુકાબલે રૂપિયો ઓલ ટાઇમ લો,સામે આવ્યું ચોંકાવનારું કારણ
- રૂપિયો ફરી એક રેકોર્ડ સ્તરે નીચા પહોંચ્યો
- ડોલર સામે રૂપિયામાં 27 પૈસાનો ઘટાડો
- ડોલર સામે રૂપિયો 86.04 પર બંધ થયો
Rupee Vs Dollar:આજે એટલે કે 13 જાન્યુઆરીએ રૂપિયો તેના રેકોર્ડ (Rupee Vs Dollar)નીચા સ્તરે પહોંચી ગયો છે. અમેરિકન ડોલર સામે રૂપિયામાં 27 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. પરિણામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે 86.31 રૂપિયા પ્રતિ ડોલર પર પહોંચ્યો છે. આજે ડોલર 86.12 રૂપિયા પર ખુલ્યો, ત્યારબાદ તેમાં આ ઘટાડો જોવા મળ્યો. આ પહેલા 10 જાન્યુઆરીએ ડોલર સામે રૂપિયો 86.04 પર બંધ થયો હતો.
રૂપિયો તૂટવો એટલે શું ?
રૂપિયામાં ઘટાડો થવાનો એ અર્થ છે કે ભારત માટે વસ્તુઓને ઇમ્પોર્ટ કરવી મોંઘી થશે.આ ઉપરાંત વિદેશમાં ફરવુ અને ભણવુ પણ મોંઘુ થઇ ગયુ છે.ધારો કે જ્યારે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 50 હતું.ત્યારે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને 50 રૂપિયામાં 1 ડોલર મળતો હતો.પરંતુ વિદ્યાર્થીઓએ હવે 1 ડોલર માટે 86.31 રૂપિયા ખર્ચવા પડશે.પરિણામે વિદેશમાં રહીને ભણવુ, ફરવુ અને રહેવુ ભારતીયો માટે મોંઘુ થશે.
86.04 પ્રતિ ડોલર પર બંધ થયો
જો આપણે તાજેતરના ઘટાડા પર નજર કરીએ તો ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે, રૂપિયો 18 પૈસા ઘટીને 86.04 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. જ્યારે આગલા દિવસે પણ તે ડોલર સામે 85.86 પર બંધ થયો હતો. કોઈપણ દેશના ચલણમાં ઘટાડો માત્ર સરકાર પર જ નહીં પરંતુ સામાન્ય જનતા પર પણ પ્રતિકૂળ અસર કરે છે.
Rupee hits fresh record low against USD, may drop to 87 by March end: Experts
Read @ANI | Story https://t.co/TcVKFWEqQQ#Rupee #USD pic.twitter.com/k1zGilSeuZ
— ANI Digital (@ani_digital) January 13, 2025
આ પણ વાંચો-Stock market down: શેરબજાર ખુલતાં જ ધડામ,સેન્સેક્સમાં 800 પોઈન્ટ તૂટયો
કેમ તૂટે છે રૂપિયો ?
રૂપિયો તૂટવાના ઘણા કારણો છે. યુએસ ફેડ રિઝર્વ દ્વારા પોલિસી રેટમાં ઘટાડો થવાની શક્યતા સાથે વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને સૌથી મોટો હાથ માનવામાં આવી શકે છે. જેણે ન માત્ર બજાર પર દબાણ વધારવાનું કામ કર્યુ પરંતુ રૂપિયા પર પણ અસર કરી છે. મહત્વનું છે કે ડોલર મજબૂત થવાને કારણે વિદેશી રોકાણકારો વિશ્વભરના બજારોમાંથી પૈસા પાછા ખેંચી રહ્યા છે અને અમેરિકન બજારોમાં રોકાણ કરી રહ્યા છે. જો આપણે ભારતની વાત કરીએ તો અહીંના બજારોમાં વેચાણ વધ્યું છે. તેની અસર રૂપિયાના ઘટાડાના રૂપમાં સ્પષ્ટપણે દેખાય છે.
આ પણ વાંચો-Stock Market : આજે આ 5 શેરોમાં જોવા મળશે હલચલ,રાખો નજર
રૂપિયામાં ઘટાડા પાછળના કારણો
- ડોલર ઈન્ડેક્સ 0.22 ટકા ઉછળી 109.72ની બે વર્ષની ટોચે, યુએસ બોન્ડ યીલ્ડ પણ ઉછળી 4.76 ટકા થઈ
- ક્રૂડ ઓઈલના ભાવોમાં વૃદ્ધિથી ફુગાવાનું પ્રેશર વધ્યું, વૈશ્વિક પડકારોની અસર
- વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી
- દેશનો જીડીપી ગ્રોથ મંદ રહેવાના અહેવાલો


