સેમસંગના 45,000 કર્મચારીઓ હડતાળનું કર્યું એલાન, આ દિવસથી ખોરવાશે કામકાજ!
- કંપનીના ઈતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટી થશે હડતાળ (Samsung Employee Strike)
- AI અને મેમરી ચિપનું ઉત્પાદન અટકી જવાની ભીતિ
- પગાર વધારા અને બોનસ મુદ્દે કર્મચારીઓમાં ભારે રોષ
- વૈશ્વિક બજારમાં સ્માર્ટફોન-લેપટોપ મોંઘા થવાના સંકેત
આખી દુનિયા અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence - AI) ના જાદુમાં ખોવાયેલી છે. ગૂગલ હોય કે માઇક્રોસોફ્ટ, દરેક દિગ્ગજ કંપની AI રેસમાં જીતવા માટે સેમિકન્ડક્ટર ચિપ્સ (Semiconductor Chips) પાછળ દોડી રહી છે. પરંતુ, આ દોડમાં જે કંપની સૌથી મજબૂત મનાય છે, તે સેમસંગ (Samsung Electronics) પર અત્યારે મુસીબતના વાદળો છવાયા છે.
Samsung Employee Strike : ઐતિહાસિક હડતાળની તૈયારી
તાજેતરના અહેવાલો અનુસાર, સેમસંગના લગભગ 45,000 કર્મચારીઓ હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યા છે. કંપનીના ઇતિહાસમાં આ સૌથી મોટું આંદોલન માનવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે, આ કર્મચારીઓ સેમસંગના મેમરી ચિપ પ્લાન્ટ્સ (Memory Chip Plants) માં કાર્યરત છે. આ એ જ પ્લાન્ટ્સ છે જ્યાં આધુનિક AI મોડલ્સ, સ્માર્ટફોન, લેપટોપ અને હાઇ-સ્પીડ સર્વર માટેની અત્યંત મહત્વની ચિપ્સનું ઉત્પાદન થાય છે.
કેમ સર્જાયો આ અસંતોષ?
કર્મચારીઓના વિરોધનું મુખ્ય કારણ આર્થિક લાભોની વહેંચણી છે. ટેક નિષ્ણાતોનું કહેવું છે કે AI ની તેજીને કારણે સેમસંગના નફામાં જંગી ઉછાળો આવ્યો છે, પરંતુ કર્મચારીઓના પગાર (Salary Hike) કે બોનસ (Bonus) માં તે મુજબ વધારો થયો નથી. કર્મચારીઓ હવે વધુ સારા વેતન અને કામની સ્થિતિની માંગ કરી રહ્યા છે. જો આ માંગ સંતોષવામાં નહીં આવે, તો આ આંદોલન વૈશ્વિક સ્તરે ચિપ સપ્લાય ચેઇનને ખોરવી શકે છે.
તમારા ખિસ્સા પર શું અસર થશે?
જો સેમસંગના પ્લાન્ટ્સમાં ઉત્પાદન અટકે છે, તો તેની સીધી અસર ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ પર પડશે. ચિપ્સની અછત સર્જાતા સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી અને ગેજેટ્સના ભાવમાં તોતિંગ વધારો થઈ શકે છે. આ માત્ર ટેક ઉદ્યોગ પૂરતું સીમિત નથી; બેન્કિંગ, હેલ્થકેર અને ઓટોમોબાઇલ સેક્ટર પણ ચિપ્સ પર નિર્ભર હોવાથી ત્યાં પણ મોંઘવારીની અસર જોવા મળી શકે છે.
આ પણ વાંચો: Share Market Loss : શેરબજારમાં 'ડેડ કેટ બાઉન્સ'? 1100 પોઈન્ટના રિકવરી છતાં રોકાણકારો પાયમાલ!


