Sashidhar jagdishan: કોણ છે શશિધર જગદીશન ? જેમની સામે છે કરોડોની છેતરપિંડીનો આરોપ
- શશિધર જગદીશન સામે કરોડોની છેતરપિંડીનો આરોપ
- HDFC બેંકે લિલાવતી ટ્રસ્ટના આ આરોપોને નકાર્યા
- ટ્રસ્ટીઓ દ્વારા કરોડની ઉચાપત કર્યાના આક્ષેપો
Sashidhar jagdishan ; HDFC બેંકના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) શશિધર જગદીશન વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લીલાવતી ટ્રસ્ટના આરોપો બાદ મુંબઈ સ્થિત મહેતા પરિવારે 8 જૂન,2025 ને રવિવારે આ FIR નોંધાવી છે. અહીં નોંધનિય છે કે, શશિધર વિરુદ્ધ નાણાકીય છેતરપિંડીના આરોપ થતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ
એચડીએફસી બેંક દ્વારા બીએસઈ પર કરાયેલ ફાઇલિંગ મુજબ,બેંકના વરિષ્ઠ અધિકારીઓ હાલમાં અનૈતિક વ્યક્તિઓ દ્વારા ટારગેટ કરવામાં આવી રહ્યા છે જેઓ સ્પ્લેન્ડર જેમ્સ લિમિટેડ નામના ડિફોલ્ટર પાસેથી લાંબા સમયથી બાકી રહેલી લોન વસૂલવાની કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરે છે. બેંક દ્વારા આ એફઆરઆઇને દુર્ભાવનાપૂર્ણ અને પાયાવિહોણી ગણાવી હતી.
HDFC Bank strongly refutes misleading and baseless allegations made by Lilavati Kirtilal Medical Trust, its Trustees & Officials, against the Bank and its MD & CEO. The Bank has issued a detailed press release in response to these claims. pic.twitter.com/O7Yv5GGw2h
— HDFC Bank (@HDFC_Bank) June 9, 2025
આ પણ વાંચો -ફક્ત રૂ.5000 જમા કરાવીને બની જશો કરોડપતિ, આ છે Post Officeની એક શાનદાર યોજના!
શશિધર જગદીશન કોણ છે?
શશિધર જગદીશન HDFC બેંકના એમડી અને સીઇઓ છે. જેમણે 2020માં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સીઇઓ આદિત્ય પુરીની જગ્યાએ કાર્યભાર સંભાળ્યો હતો. ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2023 માં વધુ ત્રણ વર્ષ માટે તેમને મંજૂરી આપતાં તેઓ વર્ષ 2026, 26 ઓક્ટોબર સુધી આ પદ પર કાર્યરત રહેશે.
આ પણ વાંચો -BSNL નું ઓપરેશન સિંદૂર ને સલામ! રિચાર્જ કરો અને સેનાને ટેકો આપો, કેશબેક અને લાંબી વેલિડિટી સાથે
શશિધરન એચડીએફસી બેંક સાથે 1996 થી કાર્યરત
શશિધર જગદીશન ભૌતિકશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ છે. ત્યાર બાદ અર્થશાસ્ત્રમાં માસ્ટર કર્યું અને બાદમાં તેઓ સીએ બન્યા.શશિધરન એચડીએફસી બેંક સાથે 1996 થી કાર્યરત છે. ફાઇનાન્સ વિભાગમાં મેનેજર તરીકે તેઓ તે સમયે બેંક સાથે જોડાયા હતા. 1999માં તેઓ ફાઇનાન્સ હેડ બન્યા હતા. વર્ષ 2008 માં તેઓ એચડીએફસી બેંકના મુખ્ય નાણાકીય અધિકારી બન્યા હતા.
કોર્પોરેટ કોમ્યુનિકેશન અને અન્ય કામગીરી પણ સંભાળતા હતા
બેંકના ગ્રુપ હેડ બાદ તેઓ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિમણૂક પામ્યા હતા. આ ઉપરાંત તે બેંકના ફાઇનાન્સ, HR, લીગલ, એડમિનિસ્ટ્રેશન, કોર્પોરેટ કોમ્યુનિકેશન અને અન્ય કામગીરી પણ સંભાળતા હતા. બેંકમાં બે દાયકા કરતાંથી વધુની તેમની કામગીરી બેંકમાં વ્યૂહાત્મક પરિવર્તન તરીકે ખાસ માનવામાં આવે છે.