Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

હીરાના વેપારી નહીં, પણ 'દિલોના રાજા', જાણો 4 ચોપડી ભણેલા Savjibhai Dholakia ની Success Story

માનવીની સફળતા તેના શિક્ષણના પ્રમાણપત્રોથી નહીં, પણ તેના સપના જોવાની હિંમત અને તેને પૂર્ણ કરવાના અતૂટ વિશ્વાસથી મપાય છે. અમરેલીના એક નાના ગામડામાંથી માત્ર ૪ ચોપડી ભણીને નીકળેલો એક કિશોર જ્યારે સુરતની ગલીઓમાં હીરા ઘસવાનું શરૂ કરે, ત્યારે કોઈએ વિચાર્યું નહોતું કે એક દિવસ તે વિશ્વના હીરા બજાર પર રાજ કરશે. આ ગાથા છે સવજીભાઈ ધોળકિયાની, જેમણે સાબિત કર્યું કે પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત હોય, મહેનત હંમેશા રંગ લાવે છે.
હીરાના વેપારી નહીં  પણ  દિલોના રાજા   જાણો 4 ચોપડી ભણેલા savjibhai dholakia ની success story
Advertisement
  • Savjibhai Dholakia ની Zilch to Zenith સુધીની રોમાંચક સફર
  • સવજીભાઈ ધોળકિયાની અપ્રતિમ સફળતાની ગાથા
  • કર્મચારીઓને કાર અને ફ્લેટની ભેટ આપનાર 'દરિયાદિલ' ગુજરાતી
  • સવજીભાઈ ધોળકિયાએ કેવી રીતે બદલી નાખી હીરા ઉદ્યોગની તસ્વીર?
  • માત્ર હીરા જ નહીં, માણસો પારખતા શીખો: સવજીભાઈનો 'હાઈ ફાઈવ' મંત્રો

Savjibhai Dholakia Success Story: માનવતા (Humanity) અને સફળતાનો અનોખો સમન્વય એટલે સવજીભાઈ ધોળકિયા. અમરેલીના એક નાના ગામડામાંથી નીકળીને સુરત જેવા હીરા નગરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર સવજીભાઈનું જીવન દરેક યુવાન માટે એક પાઠશાળા સમાન છે. માત્ર સપનાઓ અને અડગ વિશ્વાસ (Faith) લઈને નીકળેલા આ વ્યક્તિત્વએ આજે સાબિત કર્યું છે કે મહેનતનો કોઈ વિકલ્પ હોતો નથી.

Savjibhai Dholakia Success Story_GUJARAT 0

Advertisement

પ્રારંભિક જીવન અને સંઘર્ષમય શિક્ષણ (Early Life & Education)

સવજીભાઈનો જન્મ 12 એપ્રિલ, 1962ના રોજ અમરેલી જિલ્લાના દૂધાળા (Dudhala) ગામે એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના માતા શ્રીમતી ફૂલીબેન અને પિતા શ્રી ધનજીભાઈની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી તેઓ અભ્યાસનો ખર્ચ ઉઠાવી શકતા નહોતા. આ કપરી પરિસ્થિતિને કારણે સવજીભાઈએ માત્ર 12 વર્ષની ઉંમરે શાળા છોડવી પડી હતી. તેમણે માત્ર ધોરણ 4 સુધી જ શિક્ષણ (Education) મેળવ્યું હતું, પરંતુ જીવનની પાઠશાળામાં તેઓ ખૂબ આગળ વધ્યા હતા.

Advertisement

Savjibhai Dholakia Success Story_GUJARAT 02

સુરત આગમન અને વ્યવસાય (Business Beginnings)

1970ના દાયકામાં સવજીભાઈના કાકા ગોપાલભાઈ ધોળકિયા, જેઓ સુરતમાં હીરાના વેપારી હતા, તેમણે સવજીભાઈને હીરાના વ્યવસાય (Diamond Business) તરફ માર્ગદર્શન આપ્યું. શરૂઆતમાં તેમણે એક સ્થાનિક પેઢીમાં કામ કર્યું જ્યાં તેમનો માસિક પગાર માત્ર 179 રૂપિયા હતો. 10 વર્ષની સખત મહેનત (Rigorous Hard-work) પછી, 1984માં તેમણે કાકાની મદદથી નાની લોન લઈને હીરાનું કામ શરૂ કર્યું. વર્ષ 1992માં તેમણે પોતાના ભાઈઓ હિંમતભાઈ અને તુલસીભાઈ સાથે મળીને 'હરિકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ' (Hari Krishna Exports Pvt. Ltd.) ની સ્થાપના કરી.

આ પણ વાંચો---- પોરબંદરમાં મગફળી વેચનારનો પુત્ર કેવી રીતે બન્યો આફ્રિકાનો બિઝનેસ ટાયકૂન? જાણો Rizwan Adatia ની Success Story

વ્યવસાયિક સફળતા અને હોદ્દો (Designation & Growth)

હાલમાં સવજીભાઈ ધોળકિયા હરિકૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક અને ચેરમેન (Founder & Chairman) તરીકે કાર્યરત છે. કંપનીની શરૂઆતમાં ટર્નઓવર માત્ર 1 કરોડ હતું, જે આજે વધીને 7000 કરોડ (1 બિલિયન યુએસ ડોલર) થી પણ વધુ થઈ ગયું છે. આજે સુરત ખાતે તેમની અદ્યતન ફેક્ટરી 'એચકે હબ' (HK HUB) કાર્યરત છે, જેનું ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમની કંપની આજે વિશ્વના પાંચથી વધુ દેશોમાં પોતાની ઓફિસો ધરાવે છે.

Savjibhai Dholakia Success Story_GUJARAT 03

કર્મચારીઓ પ્રત્યેનો પ્રેમ (Generosity & Management)

સવજીભાઈ પોતાની કંપનીના કર્મચારીઓને 'ડાયમંડ આર્ટિસ્ટ' (Diamond Artist) તરીકે ઓળખાવે છે. તેઓ તેમના કર્મચારીઓને દિવાળીમાં મોંઘી કાર, ફ્લેટ અને જ્વેલરી જેવી ભેટ આપવા માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે. તેઓ માને છે કે નેતા (Leader) તે જ છે જે પોતાની ટીમની પૂરી કાળજી રાખે. આજે તેમની કંપનીમાં 6000થી વધુ સંતુષ્ટ કર્મચારીઓ કામ કરે છે. તેમની આ ઉદારતા (Generosity) પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોના જીવનમાં ખુશીઓ લાવવાનો છે.

Savjibhai Dholakia Success Story_GUJARAT 01

સામાજિક જવાબદારી અને કુટુંબ (Family & Social Responsibility)

સવજીભાઈના જીવનમાં તેમના પત્ની ગૌરીબેનનો મોટો ફાળો છે, જેઓ પરિવાર અને તેમના વ્યાવસાયિક જીવનમાં મજબૂત ટેકો પૂરો પાડે છે. તેમને ત્રણ સંતાનો છે: મેના, નિમિષા અને પુત્ર દ્રવ્ય. સવજીભાઈએ તેમના પુત્ર દ્રવ્યને પણ સામાન્ય માણસનું જીવન સમજવા માટે ઓળખ છુપાવીને કેરળમાં નોકરી કરવા મોકલ્યો હતો. સામાજિક ક્ષેત્રે તેમણે ૨૦૦ એકરમાં 'હરિકૃષ્ણ સરોવર' (Hari Krishna Sarovar) નું નિર્માણ કર્યું છે અને 21 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર (Plantation) કરીને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો છે.

આ પણ વાંચો---- ભારતના 'ક્રોપ પ્રોટેક્શન કિંગ' Rajju Shroff અને Sandra Shroff ની અદભૂત success story


Tags :
Advertisement

.

×