SEBI નો મોટો નિર્ણય, મ્યુચ્યુઅલ ફંડ હવે Pre IPO માં રોકાણ નહીં કરી શકે, જાણો અસર
- નાના રોકાણકારોના હિતાર્થે સેબીએ મોટો નિર્ણય જાહેર કર્યો
- મ્યુચ્યુઅલ ફંડ્સ માટે પ્રી-આઈપીઓમાં રોકાણ કરવાનો માર્ગ સંપૂર્ણપણે બંધ
- રિટેલ રોકાણકારોના પૈસા અનલિસ્ટેડ શેરમાં ફસાઈ જતા રોકવા નિર્ણય લીધો
SEBI Bars Mutual Funds : મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. મ્યુચ્યુઅલ ફંડ હાઉસ હવે પ્રી-આઈપીઓ શેર પ્લેસમેન્ટમાં રોકાણ કરી શકશે નહીં (SEBI Bars Mutual Funds from Investing in Pre-IPO Placements). શેરબજાર નિયમનકાર, સેબીએ તાજેતરમાં આ નવીનત્તમ આદેશ જારી કર્યો છે. નિયમનકારે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની પેટા સંસ્થા, AMFI ને પણ લેખિતમાં જાણ કરી છે. સેબી દ્વારા આ પગલું રિટેલ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે લેવામાં આવ્યું છે.
પ્રી-આઈપીઓ શું છે ?
પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ એ એક પ્રક્રિયા છે, જેમાં કંપની સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કરતા પહેલા મ્યુચ્યુઅલ ફંડ અથવા અન્ય રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કરે છે. સેબીએ હવે સ્પષ્ટતા કરી છે કે, મ્યુચ્યુઅલ ફંડ ફક્ત એન્કર ઇન્વેસ્ટર ભાગ અથવા જાહેર ઇશ્યૂમાં જ ભાગ લઈ શકે છે. આનો અર્થ એ છે કે, મ્યુચ્યુઅલ ફંડ્સ માટે પ્રી-આઈપીઓમાં રોકાણ કરવાનો માર્ગ સંપૂર્ણપણે બંધ (SEBI Bars Mutual Funds from Investing in Pre-IPO Placements) થઈ ગયો છે.
આ પગલું શા માટે લેવામાં આવ્યું ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, સેબીને ચિંતા હતી કે, જો કોઈ કંપની પ્રી-આઈપીઓ (SEBI Bars Mutual Funds from Investing in Pre-IPO Placements) પછી આઈપીઓ લોન્ચ કરવામાં નિષ્ફળ જાય, તો રિટેલ રોકાણકારોના પૈસા અનલિસ્ટેડ શેરમાં ફસાઈ શકે છે. સેબી માને છે કે, જ્યારે એન્કર બુક વિકલ્પ પહેલાથી જ અસ્તિત્વમાં છે, ત્યારે અનલિસ્ટેડ શેરમાં રોકાણ કરવાની કોઈ જરૂર નથી. ફંડ મેનેજરો માટે પ્રી-આઈપીઓ રોકાણ હંમેશા આકર્ષક રહ્યું છે. આનાથી તેમને વધુ સારી કિંમત અને મોટો હિસ્સો મળ્યો, જેના કારણે રોકાણકારોને લિસ્ટિંગ વખતે વધુ સારું વળતર મળ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં એન્કર બુક હોલ્ડિંગ્સમાં ઘટાડો થવાને કારણે આ વલણ વધ્યું છે.
આ નિર્ણયની શું અસર થશે ?
સેબીના નિર્ણયનો બીજો પ્રભાવ એ છે કે, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ), અલ્ટર્નેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઈએફ) હવે પ્રી-આઈપીઓ રોકાણોમાં મ્યુચ્યુઅલ ફંડ્સ કરતાં વધુ ફાયદાકારક રહેશે. વધુમાં, સેબીએ અનલિસ્ટેડ શેર્સના વેપાર માટે એક નિયમનકારી પ્લેટફોર્મનો વિચાર પણ પ્રસ્તાવિત કર્યો છે, જે ભવિષ્યમાં રોકાણકારો માટે એક સુરક્ષિત અને પારદર્શક બજાર બનાવશે.
આ પણ વાંચો ----- Gold Price Drop Today : સોનાના ભાવમાં સાતમા દિવસે ઘટાડો, જાણો આજનો લેટેસ્ટ રેટ