ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Share Market Closing: સતત ત્રણ દિવસ તેજી બાદ ફરી શેરબજારમાં કડાકો!

સતત 3 દિવસ તેજી બાદ ફરી માર્કેટમાં કડાકો સેન્સેક્સમાં 423 પોઈન્ટનો તૂટયો રોકાણકારોને સૌથી મોટું નુકસાન Share Market Closing:સતત 3 દિવસ તેજી બાદ આજે ફરી એકવાર શેરબજાર(Share Market Closing)ના રોકાણકારોને મોટો આંચકો લાગ્યો છે.સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે BSE સેન્સેક્સ...
04:24 PM Jan 17, 2025 IST | Hiren Dave
સતત 3 દિવસ તેજી બાદ ફરી માર્કેટમાં કડાકો સેન્સેક્સમાં 423 પોઈન્ટનો તૂટયો રોકાણકારોને સૌથી મોટું નુકસાન Share Market Closing:સતત 3 દિવસ તેજી બાદ આજે ફરી એકવાર શેરબજાર(Share Market Closing)ના રોકાણકારોને મોટો આંચકો લાગ્યો છે.સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે BSE સેન્સેક્સ...
Share Market Closing

Share Market Closing:સતત 3 દિવસ તેજી બાદ આજે ફરી એકવાર શેરબજાર(Share Market Closing)ના રોકાણકારોને મોટો આંચકો લાગ્યો છે.સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે BSE સેન્સેક્સ 423.49 પોઈન્ટ (0.55%) ઘટીને 76,619.33 પોઈન્ટ પર બંધ થયો.બીજી તરફ NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ આજે 108.61 પોઈન્ટ (0.47%) ના ઘટાડા સાથે 23,203.20 પોઈન્ટ પર બંધ થયો.તમને જણાવી દઈએ કે ગુરુવારે ભારતીય બજારો સારા વધારા સાથે બંધ થયા હતા. ગઈકાલે, સેન્સેક્સ 318.74 પોઈન્ટના વધારા સાથે 77,042.82 પર બંધ થયો હતો અને નિફ્ટી 98.60 પોઈન્ટના વધારા સાથે 23,311.80 પર બંધ થયો હતો.

નિફ્ટી 109 પોઇન્ટ ઘટ્યો

કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયુ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા છે. ત્યારે બપોરે 3.30 કલાકે સેન્સેક્સ જોઇએ તો, 423 પોઇન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 76,619.33 અંક પર બંધ થયો.જ્યારે નિફ્ટી 109 પોઇન્ટના ઘટાડા સાથે 23,201 અંક પર બંધ થયો.

આ પણ  વાંચો-Budget 2025: રેલવેને મળી શકે છે મોટી ભેટ, 3 લાખ કરોડનું બજેટ ફળવાશે!

નિફ્ટી 100 થી વધુ પોઈન્ટ વધુનો કડાકો

ત્રણ દિવસના વધારા પછી, બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 100 થી વધુ પોઈન્ટ ઘટીને 23200ની નજીક પહોંચી ગયો. ત્રીજા ક્વાર્ટરમાં ઇન્ફોસિસના પરિણામો અપેક્ષાઓ મુજબ રહ્યા. ડોલર આવક અને સીસી આવક વૃદ્ધિ અપેક્ષા કરતા વધારે હતી.

આ પણ  વાંચો-Infosys એ 3 મહિનામાં કરી તગડી કમાણી, 6,806 કરોડનો કર્યો નફો

ટોપ લુઝર અને ટોપ ગેનર

નિફ્ટીમાં ઇન્ફોસિસ, એક્સિસ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, વિપ્રો ટોચના લૂઝર શેર હતા. જ્યારે બીપીસીએલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, નેસ્લે ઇન્ડિયા અને હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ ટોચના ગેનર રહ્યા. મહત્વનુ છે કે ઘરેલુ શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું, જેના કારણે છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોથી ચાલુ રહેલા ઉપરના વલણ પર બ્રેક લાગી. વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો અને બેંકિંગ અને આઈટી શેરોમાં વેચવાલીથી બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું. અગાઉ, છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોમાં બજાર લીલા રંગમાં બંધ થયું હતું.

Tags :
BSEGujarat FirstHiren daveNiftyNifty 50NSESensexshare market closingshare-marketStock Market
Next Article