Share Market : મોટા ઉતાર-ચઢાવ બાદ માર્કેટ તૂટ્યું, રૂ. 32 હજાર કરોડ ધોવાયા
- Share Market, આજે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો
- શરૂઆતમાં તૂટ્યું બાદમાં રિકવર થયું હતું માર્કેટ
- આજે રોકાણકારોને ફટકો પડ્યો હોવાનું અનુમાન સામે આવ્યું
Share Market : 28 એપ્રિલના રોજ, ભારતીય શેરબજારોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. લાલ રંગમાં શરૂ થયેલું બજાર થોડા સમય માટે લીલું થઈ ગયું અને પછી ફરી ઘટ્યું હતું. આ વધઘટ વચ્ચે, રોકાણકારોના 32,400 કરોડ રૂપિયા ધોવાઈ ગયા હોવાનું અનુમાન છે. મંગળવારે, સેન્સેક્સ 77,094.79 પર ખુલ્યો અને પછી તેના પાછલા બંધથી 330 પોઈન્ટ ઘટીને 76,973.54 ના નીચા સ્તરે પહોંચ્યો હતો (Sensex-Nifty Update). એ જ રીતે, નિફ્ટી પણ 24,049.90 પર ખુલ્યો, અને તેના અગાઉના બંધથી 93.45 પોઈન્ટ ઘટીને 23,999.25 ના નીચા સ્તરે પહોંચ્યો હતો.
Share Market, આંકડાકીય સ્થિતિ
ત્યારબાદ બજાર લીલું થઈ ગયું હતું. સેન્સેક્સ દિવસના નીચા સ્તરથી 520 પોઈન્ટ રિકવર થયો, અને 77,493.53 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીએ પણ 24,181.80 ની ઊંચી સપાટી જોઈ હતી. પરંતુ આ પછી બજારે ફરીથી યુ-ટર્ન લીધો અને સેન્સેક્સ દિવસના ઉચ્ચતમ સ્તરથી 752.47 પોઈન્ટ ઘટીને 76,741.06 ના નીચલા સ્તર પર આવી ગયો હતો. નિફ્ટી પણ દિવસના ઉચ્ચતમ સ્તરથી 224.75 પોઈન્ટ ઘટીને 23,957.05 ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. બાદમાં સેન્સેક્સ 416.72 પોઈન્ટ ઘટીને 76,886.91 પર સ્થિર થયો, અને નિફ્ટી 97 પોઈન્ટ ઘટીને 23,995.70 પર બંધ થયો હતો.
આ પણ વાંચો - ATF Price Rise : હવાઇ મુસાફરી પર સંકટ, કંપનીઓએ માંગી મદદ
Share Market, આજની સ્થિતિનો ચિતાર
બજાર બંધ થવા પર, સેન્સેક્સ-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 4,66,93,792.62 કરોડ થી ઘટીને રૂ. 4,67,26,255.207 કરોડ થયું હતું.
આ કારણો જવાબદાર
બજારના ઘટાડા પાછળ ઘણા કારણો હતા. જ્યારે સેન્સેક્સ અને નિફ્ટી લીલા રંગમાં ઉતર્યા, ત્યારે એવું લાગતું હતું કે, બજાર સતત બીજા દિવસે ગ્રીન ઝોનમાં બંધ થશે. પરિણામે, નફા-બુકિંગ શરૂ થયું હતું. વધુમાં, ક્રૂડ ઓઇલના વધતા ભાવે પણ સેન્ટિમેન્ટને નબળું પાડ્યું હતું. બ્રેન્ટ ક્રૂડ 0.99 ટકા વધીને $ 109.3 પ્રતિ બેરલ થયું હતું. તેલના ભાવમાં વધારો ફુગાવાનું જોખમ વધારે છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત વેચાણ પણ એક પરિબળ હતું. તેમણે સોમવારે ભારતીય બજારમાં રૂ. 1,151.48 કરોડના શેર વેચ્યા હતા. વધુમાં, એશિયન બજારોમાં ઘટાડો, રૂપિયાની નબળાઈ, નિફ્ટીની સમાપ્તિ, વૈશ્વિક વિકાસ અંગે અનિશ્ચિતતા અને બેંકિંગ શેરોમાં ઘટાડાએ પણ વેચાણ દબાણમાં ફાળો આપ્યો હતો.
સંઘર્ષનો અંત નજીક નહીં
પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અંગે, એક અમેરિકી અધિકારીએ સંકેત આપ્યો છે કે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના પરમાણુ કાર્યક્રમને બંધ કર્યા વિના સંઘર્ષનો અંત લાવવાના તાજેતરના પ્રસ્તાવને સ્વીકારે તેવી શક્યતા નથી. રાજદ્વારી બેઠકો રદ કરવાથી પણ વિવાદના ઝડપી ઉકેલની આશા ઓછી થઈ ગઈ છે.
આ પણ વાંચો - Gold Silver Rate : સોનામાં તેજી,ચાંદી ફિક્કી પડી, જાણી લો આજનો ભાવ


