Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

શેરબજારમાં આજે 71 હજાર કરોડ સ્વાહા! Hormuz Strait ના તણાવમાં બદલાયો બજારનો મિજાજ

ભારતીય શેરબજારમાં સોમવારે અજીબ સ્થિતિ જોવા મળી, જ્યાં ઇન્ડેક્સ ફ્લેટ હોવા છતાં મિડકેપમાં વેચવાલીને કારણે રોકાણકારોએ 71,000 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય તણાવે બજારની તેજી પર બ્રેક લગાવી દીધી છે. રોકાણકારો હવે ભયમાં છે કે જો આ નાકાબંધી લાંબી ચાલશે તો બજારમાં મોટો કડાકો આવી શકે છે.
શેરબજારમાં આજે 71 હજાર કરોડ સ્વાહા  hormuz strait ના તણાવમાં બદલાયો બજારનો મિજાજ
Advertisement

  • સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટ બંધ રહ્યા છતાં મિડકેપમાં જોવા મળી ભારે વેચવાલી (Share Market 71 Thousand Crore Loss)
  • હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) બંધ થવાના સમાચારથી રોકાણકારોમાં ફફડાટ
  • અમેરિકા દ્વારા ઈરાની જહાજ જપ્ત કરાતા વૈશ્વિક બજારો પર દબાણ વધ્યું
  • GIFT નિફ્ટીમાં મોટા ગાબડા બાદ ભારતીય બજારમાં અસ્થિરતા જોવા મળી

ભારતીય શેરબજારમાં (Indian Stock Market) સોમવારે ભારે ઉથલપાથલ જોવા મળી હતી અને અંતે બજાર ફ્લેટ બંધ રહ્યું હતું. સેન્સેક્સ (Sensex) અને નિફ્ટીમાં (Nifty) મામૂલી તેજી રહી હોવા છતાં, મિડકેપ (Mid-cap) અને સ્મોલકેપ (Small-cap) શેરોમાં થયેલી આક્રમક પ્રોફિટ બુકિંગને કારણે રોકાણકારોના 71 હજાર કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવે બજારનો આખો ગેમ પ્લાન બદલી નાખ્યો છે, જેના કારણે રોકાણકારોમાં હવે ફફડાટ જોવા મળી રહ્યો છે.

Advertisement

Advertisement

Share Market 71 Thousand Crore Loss : હોર્મુઝ સ્ટ્રેટ અને વૈશ્વિક દબાણ

અમેરિકા દ્વારા ઈરાની જહાજ કબજે કરવામાં આવતા હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) પર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકાની નાકાબંધી (Blockade) અને ઈરાનનો વળતો દાવો બજાર માટે ચિંતાનો વિષય બન્યો છે. શનિવારે આ મહત્વનો જળમાર્ગ ફરી બંધ થવાના સમાચાર આવતા જ GIFT નિફ્ટીમાં (GIFT Nifty) મોટા કડાકાના સંકેત મળ્યા હતા, જેની અસર સોમવારે બજાર પર સ્પષ્ટપણે જોવા મળી હતી.

સેક્ટર મુજબની ચાલ

બજારને સંભાળવા માટે આઈટી (IT) અને રિયલ એસ્ટેટ (Real Estate) ક્ષેત્રોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, ઓટો અને પીએસયુ (PSU) બેંકોના પ્રયાસો છતાં મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ હાવી રહ્યું હતું. ટાટા ટ્રેન્ટ (Tata Trent) જેવા શેર 3% થી વધુ વધ્યા હતા, જ્યારે L&T ના શેરમાં 1% થી વધુનો ઘટાડો નોંધાયો હતો. હવે સમગ્ર બજારની નજર તેલના ભાવ (Crude Oil Prices) અને અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણાના બીજા રાઉન્ડ પર ટકેલી છે.

આ પણ વાંચો:  Gold Silver Price : સોના-ચાંદીના ભાવમાં કડાકો, અનિશ્ચિતતા જારી

Tags :
Advertisement

.

×