સવારે 10:06 વાગ્યે Sensex 273.73 પોઇન્ટ અથવા 0.38 ટકા વધીને 72,656.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો. Nifty પણ 89.15 પોઇન્ટ એટલે કે 0.40 ટકા વધીને 22,644.90 પર હતો. ઇન્ટ્રા-ડે દરમિયાન Sensex 335.45 પોઇન્ટના ઉછાળા સાથે 72,732.92 સુધી પહોંચ્યો હતો, જ્યારે Nifty 22,667.35 સુધી ગયો હતો.
Value Buyingથી બજારને મળ્યો સપોર્ટ
સાપ્તાહિક ધોરણે શેરબજારમાં સતત 8 અઠવાડિયા સુધી વેચવાલી જોવા મળી હતી. ભારે વેચવાલીને કારણે અનેક મજબૂત શેરોના ભાવ પણ નોંધપાત્ર રીતે નીચે આવ્યા હતા. હવે નીચા સ્તરે રોકાણકારોની ખરીદી એટલે કે Value Buying વધતાં બજારને ટેકો મળી રહ્યો છે.
Private Bank શેરોમાં મજબૂત ખરીદી
આજની તેજીમાં Private Banking Stocksનું મોટું યોગદાન રહ્યું છે. Nifty Private Bank Index લગભગ 1 ટકા ઉછળ્યો હતો. Nifty Metalમાં પણ આશરે અડધા ટકાની મજબૂતી જોવા મળી હતી. બીજી તરફ Nifty ITમાં અડધા ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો, જ્યારે Nifty Pharma પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો હતો.
India VIX ઘટતાં બજારને રાહત
બજારમાં રોકાણકારોની ગભરામણ દર્શાવતો Volatility Index India VIX 3.40 ટકા ઘટીને 14.27 પર આવ્યો હતો. સામાન્ય રીતે VIX વધે ત્યારે નજીકના સમયમાં બજારમાં વધુ ઉતાર-ચઢાવની શક્યતા ગણાય છે, જ્યારે તેમાં ઘટાડો થાય તો ટૂંકા ગાળામાં અસ્થિરતા ઓછી રહેવાના સંકેત મળે છે.
Niftyમાં વધુ Recoveryની શક્યતા : Expert
આનંદ રાઠીના જિગર એસ. પટેલના જણાવ્યા મુજબ, Daily Chart પર Nifty હજુ પોતાના 10, 20 અને 50-DEMAની નીચે છે, એટલે ટૂંકા ગાળાનો ટ્રેન્ડ હજુ દબાણ હેઠળ છે. જોકે Weekly Chart પર 200-Week EMA મહત્વપૂર્ણ Support આપી રહ્યો છે. છેલ્લા 2 સેશનમાં નીચલા સ્તરેથી ખરીદી જોવા મળી હોવાથી રોકાણકારો મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન પાસે ફરી સક્રિય થઈ રહ્યા હોવાનું જણાય છે.
તેમના જણાવ્યા મુજબ RSIમાં જોવા મળતી Bullish Divergence વેચવાલીનું દબાણ ઘટી રહ્યું હોવાનો સંકેત આપે છે. સાથે RSI પોતાના તાજેતરના બંને Swing High પાર કરવામાં સફળ રહ્યું હોવાથી Short-Term Momentumમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. 200-Week EMAના સપોર્ટ અને ખરીદીના વલણને ધ્યાનમાં લેતાં આગામી કેટલાક સેશનમાં Niftyમાં વધુ Recovery શક્ય હોવાનું તેમનું માનવું છે.
Nifty માટે 22,800 અને 23,000 મહત્વના Resistance લેવલ છે, જ્યારે 22,400 અને 22,200 મહત્વના Support લેવલ માનવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં આપવામાં આવેલી સ્ટ્રેટેજી મુજબ ઘટાડા દરમિયાન Nifty Futuresમાં ખરીદી, 22,300નો Stop-Loss અને 23,000નો Target રાખવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Stock Market Recovery Today : શેરબજારમાં ધમાકેદાર તેજી, સેન્સેક્સ 472 પોઈન્ટ ઉછળતાં રોકાણકારોની સંપત્તિ ₹1.10 લાખ કરોડ વધી