ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Share Market : સતત ઘટાડા બાદ શેરબજારમાં રિકવરી,સેન્સેકસ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો

શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં રિકવરી  NSE નિફ્ટી 113.50 પોઈન્ટના વધારો  HCL ટેકના શેરમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો Share Market today:  મંગળવારે સ્થાનિક શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી ચાર ટ્રેડિંગ દિવસના ઘટાડા પછી ફરીથી ઉપર તરફ પાછા ફર્યા. BSE સેન્સેક્સ 317.45...
04:17 PM Jul 15, 2025 IST | Hiren Dave
શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં રિકવરી  NSE નિફ્ટી 113.50 પોઈન્ટના વધારો  HCL ટેકના શેરમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો Share Market today:  મંગળવારે સ્થાનિક શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી ચાર ટ્રેડિંગ દિવસના ઘટાડા પછી ફરીથી ઉપર તરફ પાછા ફર્યા. BSE સેન્સેક્સ 317.45...
stock market today

Share Market today:  મંગળવારે સ્થાનિક શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી ચાર ટ્રેડિંગ દિવસના ઘટાડા પછી ફરીથી ઉપર તરફ પાછા ફર્યા. BSE સેન્સેક્સ 317.45 પોઈન્ટ વધીને 82,570.91 પોઈન્ટ પર બંધ થયો જ્યારે NSE નિફ્ટી 113.50 પોઈન્ટના વધારા સાથે 25,195.80 પોઈન્ટ પર બંધ થયો. સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાંથી સન ફાર્મા,ટાટા મોટર્સ,ભારતી એરટેલ,મહિન્દ્રા અને મહિન્દ્રા,ભારત ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોસિસના શેર વધ્યા.

યુએસ બજારો સકારાત્મક વલણ સાથે બંધ

બીજી તરફ, HCL ટેકના શેરમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો થયો.એટરનલ (અગાઉ ઝોમેટો) અને ટાટા સ્ટીલના શેર પણ નુકસાનમાં રહ્યા. એશિયન બજારોમાં, હોંગકોંગનો હેંગ સેંગ અને જાપાનનો નિક્કી 225 નફામાં હતો જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી અને ચીનનો શાંઘાઈ SSE કમ્પોઝિટ નુકસાનમાં હતો. સોમવારે યુએસ બજારો સકારાત્મક વલણ સાથે બંધ થયા.

આ પણ  વાંચો -Tesla Entry In India : લો આવી ગઇ ટેસ્લા..જાણો એક કારની કિંમત કેટલી હશે

આ શેરોમાં વધારો

આજના ટ્રેડિંગ દરમિયાન જે શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી તેમાં સન ફાર્મા ટોચ પર છે, જેના શેરમાં 2.17 ટકાનો ઉછાળો જોવા મળ્યો. આ પછી, ટ્રેટના શેરમાં 1.66 ટકા, ટાટા મોટર્સમાં 1.55 ટકા, બજાજ ફિનસર્વમાં 1.51 ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 1.28 ટકાનો ઉછાળો જોવા મળ્યો.

આ પણ  વાંચો -Share Market : સતત ઘટાડા બાદ શેરબજારમાં રિકવરી,સેન્સેકસ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો

સકારાત્મક અસર શેરબજાર પર જોવા મળી

જ્યારે, આજે સૌથી મોટો ઘટાડો HCLમાં જોવા મળ્યો, જેના શેરમાં 3.31 ટકાનો ઘટાડો થયો. આ ઉપરાંત, Eternal ના શેરમાં 1.57 ટકા, ટાટા સ્ટીલમાં 0.81 ટકા, કોટક મહિન્દ્રામાં 0.68 ટકા અને એક્સિસ બેંકના શેરમાં 0.76 ટકાનો ઘટાડો થયો. જિયોજીતના રિસર્ચ હેડ વિનોદ નાયરના મતે, વૈશ્વિક અને સ્થાનિક બજારમાં સકારાત્મક વલણની સીધી અને સકારાત્મક અસર શેરબજાર પર જોવા મળી રહી છે.

જ્યારે નિફ્ટી મિડકેપ 100 0.95 ટકા વધ્યો, નિફ્ટી સ્મોક કેપ 100 પણ 0.95 ટકા વધ્યો, જ્યારે ઇન્ડિયા VIX 4.17 ટકા ઘટ્યો. આ ઉપરાંત, નિફ્ટી ઓટો 1.50 ટકા વધ્યો, જ્યારે નિફ્ટી હેલ્થકેર 1.23 ટકા અને નિફ્ટી ફાર્મા શેર 1.14 ટકા વધ્યા.

Tags :
Best Stocks to BuyBSEBusiness Newsbuzzing stocksnfityNSESENSEX TODAYshare market newssnesex jumpsStock Market Today
Next Article