Share Market :ઘટાડા બાદ શેરબજારમાં રિકવરી,સેન્સેક્સ 600 પોઈન્ટનો ઉછાળો
- શેરબજારમાં તેજી સાથે બંધ થયું
- સેન્સેક્સ 566.63 પોઇન્ટના વધારો
- નિફ્ટી 135 પોઇન્ટના વધારો
Share Market Closing :બુધવારે શેરબજારમાં તેજી (Share Market )જોવા મળી હતી.જેમાં સેન્સેક્સ 566.63 પોઇન્ટના વધારા સાથે 76,404 અંક પર બંધ થયો હતો.જ્યારે નિફ્ટી 135 પોઇન્ટના વધારા સાથે 23,160 અંક પર બંધ થયો હતો. ગઈકાલના ભારે ઘટાડા પછી નિફ્ટી રિકવર થવાનો પ્રયાસ કરી રહ્યો છે.તે થોડા વધારા સાથે 23100 ની નજીક પહોંચી ગયો હતો.બેંક નિફ્ટી ફ્લેટ દેખાઈ રહ્યો છે.પરંતુ મિડકેપ અને સ્મોલકેપમાં વેચવાલી ચાલુ છે.બંને સૂચકાંકોમાં દોઢ ટકાથી વધુનો ઘટાડો થયો છે. આજે આઈટી શેરો બજારને થોડો ટેકો આપી રહ્યા છે.
આઇટી શેર્સમાં મજબૂતી
અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે ઘરેલુ શેરબજારમાં ગ્રીનરી પાછી આવી છે. બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા છે. આ સમયગાળા દરમિયાન, આઇટી શેરોમાં મજબૂતી જોવા મળી. HDFC બેંકે બુધવારે તેના પરિણામો જાહેર કર્યા. ત્રીજા ક્વાર્ટરમાં બેંકનો નફો 2% વધીને રૂ. 16,736 કરોડ થયો.
આ પણ વાંચો-IPOના લિસ્ટિંગ પહેલા શેર વેચીને તમે નફો કમાઈ શકો છો!, SEBI શેરબજારના નિયમોમાં ફેરફાર કરી શકે છે
વિદેશી રોકાણકારો વેચવાલી કરે છે
વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણો વચ્ચે બુધવારે સેન્સેક્સ અને નિફ્ટી લીલા રંગમાં ખુલ્યા. એશિયન બજારોમાં, જાપાનના નિક્કી અને દક્ષિણ કોરિયાના કોસ્પી નફામાં હતા, જ્યારે ચીનના શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગના હેંગ સેંગ નુકસાનમાં હતા. મંગળવારે યુએસ બજારો સકારાત્મક વલણ સાથે બંધ થયા. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.06 ટકા વધીને USD 79.34 પ્રતિ બેરલ થયું. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) મંગળવારે વેચવાલ રહ્યા હતા અને તેમણે 5,920.28 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.
આ પણ વાંચો-શું પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે? ટ્રમ્પના આગમન પછી પેટ્રોલિયમ મંત્રીએ મોટા સંકેતો આપ્યા
બજાર વિશે નિષ્ણાતો શું કહે છે?
કોટક સિક્યોરિટીઝના ઇક્વિટી રિસર્ચ હેડ શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે બેન્ચમાર્ક સૂચકાંકોમાં આજે નીચલા સ્તરોથી રિકવરી જોવા મળી છે. નિફ્ટી ૧૩૧ પોઈન્ટ વધીને બંધ થયો જ્યારે સેન્સેક્સ ૫૬૭ પોઈન્ટ વધીને બંધ થયો. ક્ષેત્રોમાં, આઇટી ઇન્ડેક્સમાં 2 ટકાથી વધુનો વધારો થયો હતો, જ્યારે રિયલ્ટી ઇન્ડેક્સમાં 4.5 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.