Share Market Recovery Today : સતત 4 દિવસના ઘટાડા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર રિકવરી!
Share Market Recovery Today : છેલ્લા કેટલાક દિવસોથી શેરબજાર (Share Market) માં ચાલી રહેલી મંદીના વાદળો મંગળવારે વિખેરાઈ ગયા છે. સતત ચાર દિવસના કડાકા બાદ ભારતીય બજારમાં આજે તેજીનો પવન ફૂંકાયો છે. મંગળવારે સેન્સેક્સ (Sensex) 383 અંકની છલાંગ લગાવીને 74,649.84 ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી (Nifty) પણ 23,450 ની સપાટીને પાર કરી 23,483.55 પર સ્થિર થયો હતો.
Share Market Recovery Today : IT સેક્ટર બન્યું બજારનો 'હીરો'
આજના કારોબારમાં સૌથી મોટું આકર્ષણ આઈટી સેક્ટર (IT Sector) રહ્યું હતું. બીએસઈ આઈટી ઇન્ડેક્સમાં 4.40 ટકાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના શેરોમાં 6.53 ટકા અને ઇન્ફોસિસ (Infosys) માં 5.66 ટકાની તેજીએ રોકાણકારોમાં ઉત્સાહ ભર્યો હતો. નિષ્ણાતોના મતે, અમેરિકન ટેક કંપનીઓના સારા પરિણામો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પાછળ વધેલા વૈશ્વિક ખર્ચને કારણે આઈટી શેરોમાં જોરદાર લેવાલી જોવા મળી છે.
લાર્જ-કેપમાં ખરીદીનું આકર્ષણ
બજારના તજજ્ઞોનું માનવું છે કે, મધ્ય પૂર્વમાં ચાલી રહેલી ભૌગોલિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતીય બજારે પોતાની મજબૂતી જાળવી રાખી છે. જિયોજીત ઇન્વેસ્ટમેન્ટ્સના રિસર્ચ હેડ વિનોદ નાયરના જણાવ્યા અનુસાર, લાર્જ-કેપ (Large-cap) શેરોમાં અત્યારે આકર્ષક વેલ્યુએશન જોવા મળી રહ્યું છે, જેના કારણે રોકાણકારો ફરી સક્રિય થયા છે. જોકે, એક તરફ સ્થાનિક બજારમાં રોનક છે, તો બીજી તરફ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) હજુ પણ વેચવાલી કરી રહ્યા છે, જે આગામી દિવસોમાં નજર રાખવા જેવો વિષય છે.
દિગ્ગજ કંપનીઓએ બજારને આપ્યો ટેકો
આજના કારોબારમાં અદાણી પોર્ટ્સ (Adani Ports) અને એચસીએલ ટેક (HCL Tech) જેવી દિગ્ગજ કંપનીઓએ પણ બજારને ટેકો આપ્યો હતો. જોકે, એનટીપીસી (NTPC) અને એક્સિસ બેંક (Axis Bank) માં થોડી નરમાઈ જોવા મળી હતી. એકંદરે, મંગળવારનો દિવસ રોકાણકારો માટે રાહત લઈને આવ્યો છે.
આ પણ વાંચો : Gold-Silver Today Rate : આજે સોના અને ચાંદીના ખરીદદારો માટે સારા સમાચાર,અહીં જુઓ તમારા શહેરના ભાવ


