Share Market: શેરબજાર ઉતાર-ચઢાવ સાથે બંધ,સેન્સેક્સમાં આટલા પોઈન્ટનો ઘટાડો
- શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો
- સેન્સેક્સમાં 193.42 પોઈન્ટનો ઘટાડો
- ટાટા ગ્રુપનો ટ્રેન્ટ 12 ટકા ઘટ્યો
Share Market : સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર(Share Market)માં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. આજે બજારે લીલા નિશાનમાં વધારા સાથે કારોબાર શરૂ કર્યો.જોકે લગભગ 2 કલાક પછી બજાર લાલ નિશાનમાં આવ્યું અને ઘટાડો વધતો રહ્યો.પરંતુ બજાર અચાનક ઉછળ્યું અને લીલા નિશાનમાં કારોબાર પૂર્ણ કર્યો.શુક્રવારે, BSE સેન્સેક્સ (sensex)193.42 પોઈન્ટ (0.23%) ના વધારા સાથે 83,432.89 પોઈન્ટ પર બંધ થયો. તેવી જ રીતે, આજે NSE નો નિફ્ટી 50 પણ 55.70 પોઈન્ટ (0.22%) ના વધારા સાથે 25,461.00 પોઈન્ટ પર બંધ થયો.
ટાટા ગ્રુપનો ટ્રેન્ટ 12 ટકા ઘટ્યો
સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર લીલા નિશાનમાં વધારા સાથે બંધ થયા, જ્યારે બાકીની 10 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા. એ જ રીતે, નિફ્ટી50 ની 50 કંપનીઓમાંથી ૩૧ શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા અને બાકીની 19 કંપનીઓ નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા. સેન્સેક્સ કંપનીઓમાં, બજાજ ફાઇનાન્સના શેર આજે સૌથી વધુ 1.60 ટકાના વધારા સાથે બંધ થયા, જ્યારે ટાટા ગ્રુપના ટ્રેન્ટના શેર આજે સૌથી વધુ 11.93 ટકાના ઘટાડા સાથે બંધ થયા.
આ પણ વાંચો -Hero VIDA VX 2 : હીરોએ નવા ઈલેક્ટ્રિક સ્કૂટરના 2 વેરિઅન્ટ્સ કર્યા લોન્ચ, જાણો પ્રાઈઝ અને ફીચર્સ
સેન્સેક્સના આ શેર વધારા સાથે બંધ થયા
સેન્સેક્સની અન્ય કંપનીઓમાં, ઇન્ફોસિસના શેર ૧.૩૮ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૧૯ ટકા, આઈસીઆઈસીઆઈ બેંક ૧.૧૪ ટકા, એચસીએલ ટેક ૦.૯૨ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૮૧ ટકા, બજાજ ફિનસર્વ ૦.૬૮ ટકા, એસબીઆઈ ૦.૫૯ ટકા, ટીસીએસ ૦.૫૭ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૫૬ ટકા, એક્સિસ બેંક ૦.૫૦ ટકા, એચડીએફસી બેંક ૦.૩૮ ટકા, એલ એન્ડ ટી ૦.૩૫ ટકા, બીઈએલ ૦.૩૩ ટકા, એનટીપીસી ૦.૨૧ ટકા, એટરનલ ૦.૨૧ ટકા, ટાઇટન ૦.૧૭ ટકા, પાવરગ્રીડ ૦.૧૪ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૦.૦૫ ટકા અને ભારતી એરટેલના શેર ૦.૦૫ ટકાના વધારા સાથે બંધ થયા.
આ પણ વાંચો -Share Market:સતત બીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ!
ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા સહિત આ શેરોમાં ઘટાડો
જ્યારે ટાટા સ્ટીલના શેરમાં ૧.૭૨ ટકા, ટેક મહિન્દ્રા ૧.૧૩ ટકા, મારુતિ સુઝુકી ૦.૮૭ ટકા, અદાણી પોર્ટ્સ ૦.૪૨ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૩૪ ટકા, આઈટીસી ૦.૨૪ ટકા, એશિયન પેઇન્ટ્સ ૦.૨૩ ટકા, ટાટા મોટર્સ ૦.૨૧ ટકા અને સન ફાર્માના શેરમાં ૦.૦૭ ટકાનો ઘટાડો થયો હતો.