Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Share Market : સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ

શેરબજારમાં આજે ફરી એકવાર ઘટાડા સાથે બંધ ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં મોટો ઘટાડો મહિન્દ્રા,ઝોમેટો,HCLના શેરમાં પણ નુકસાન   Share Market: ભારતીય શેરબજારમાં (Share Market) આજે ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો.સપ્તાહના છેલ્લા દિવસે,શુક્રવારે,BSE સેન્સેક્સ ૧૯૧.૫૧ પોઈન્ટ (0.25 %)ના ઘટાડા સાથે ૭૭,૪૧૪.૯૨...
share market   સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ
Advertisement
  • શેરબજારમાં આજે ફરી એકવાર ઘટાડા સાથે બંધ
  • ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં મોટો ઘટાડો
  • મહિન્દ્રા,ઝોમેટો,HCLના શેરમાં પણ નુકસાન

Share Market: ભારતીય શેરબજારમાં (Share Market) આજે ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો.સપ્તાહના છેલ્લા દિવસે,શુક્રવારે,BSE સેન્સેક્સ ૧૯૧.૫૧ પોઈન્ટ (0.25 %)ના ઘટાડા સાથે ૭૭,૪૧૪.૯૨ પોઈન્ટ પર બંધ થયો. જ્યારે NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ 72.60 પોઈન્ટ (0.31%) ઘટીને 23,519.35પોઈન્ટ પર બંધ થયો.તમને જણાવી દઈએ કે આજે બજારમાં કારોબારની શરૂઆત સપાટ રહી હતી. પરંતુ થોડા સમય પછી, તેમાં ઘણી વધઘટ થવા લાગી. આજના કારોબાર દરમિયાન, સેન્સેક્સ 77,766.70 પોઈન્ટના ઇન્ટ્રાડે ઉચ્ચતમ સ્તર અને 77,185.62 પોઈન્ટના ઇન્ટ્રાડે નીચલા સ્તર પર પહોંચ્યો હતો. બીજી તરફ, નિફ્ટી પણ આજે 23,649.20 પોઈન્ટના ઇન્ટ્રાડે ઉચ્ચ સ્તરથી 23,451.30 પોઈન્ટના ઇન્ટ્રાડે નીચલા સ્તર પર પહોંચ્યો હતો.

Advertisement

Advertisement

ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં મોટો ઘટાડો

શુક્રવારે, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી,ફક્ત 10 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને બાકીની બધી 20 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૧૯ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૩૧ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. આજે, સેન્સેક્સ કંપનીઓમાં, કોટક મહિન્દ્રા બેંકના શેર સૌથી વધુ 1.78 ટકાના વધારા સાથે બંધ થયા, જ્યારે ઇન્ડસઇન્ડ બેંકના શેર સૌથી વધુ 3.50 ટકાના ઘટાડા સાથે બંધ થયા.

આ પણ  વાંચો -માત્ર 1 જ દિવસમાં ફોરેન ઈન્વેસ્ટર્સે ભારતીય બજારમાં રુ. 11,111 કરોડનું કર્યુ રોકાણ, આંકડો શુકનવંતો સાબિત થશે...!!!

મહિન્દ્રા,ઝોમેટો,HCLના શેરમાં પણ ભારે નુકસાન થયું

સપ્તાહના છેલ્લા દિવસે, શુક્રવારે, સેન્સેક્સની બાકીની કંપનીઓમાં, હિન્દુસ્તાન યુનિલિવરના શેર 0.95 ટકા, ભારતી એરટેલ 0.79 ટકા, નેસ્લે ઈન્ડિયા 0.75 ટકા, ICICI બેંક 0.73 ટકા, ટાટા મોટર્સ 0.66 ટકા, ITC 0.20 ટકા, HDFC બેંક 0.08 ટકા, એક્સિસ બેંક 0.08 ટકા અને સન ફાર્માના શેર 0.06 ટકાના વધારા સાથે બંધ થયા. બીજી તરફ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર આજે 2.58 ટકા, ઝોમેટો 2.21 ટકા, HCL ટેક 2.20 ટકા, ઇન્ફોસિસ 2.12 ટકા, મારુતિ સુઝુકી 2.10 ટકા, પાવર ગ્રીડ 1.56 ટકા, અદાણી પોર્ટ્સ 1.50 ટકા, TCS 1.28 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.90 ટકા અને ટાટા સ્ટીલના શેર 0.84 ટકા ઘટીને બંધ થયા.

Tags :
Advertisement

.

×