ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Share market : શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સમાં 941 પોઈન્ટનો ઉછાળો

Share market : વૈશ્વિક અને સ્થાનીય સ્તરે પોઝિટીવ પરિબળોના પગલે આજે સેન્સેક્સ (Sensex)અને નિફ્ટી(Nifty)માં આકર્ષક ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અંતે 941.12 પોઈન્ટ ઉછળી 74671.28 પર, જ્યારે નિફ્ટી 223.45 પોઈન્ટ ઉછાળા સાથે 22643.40 પર બંધ રહ્યો હતો. શેરબજાર (Share market)ની...
05:00 PM Apr 29, 2024 IST | Hiren Dave
Share market : વૈશ્વિક અને સ્થાનીય સ્તરે પોઝિટીવ પરિબળોના પગલે આજે સેન્સેક્સ (Sensex)અને નિફ્ટી(Nifty)માં આકર્ષક ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અંતે 941.12 પોઈન્ટ ઉછળી 74671.28 પર, જ્યારે નિફ્ટી 223.45 પોઈન્ટ ઉછાળા સાથે 22643.40 પર બંધ રહ્યો હતો. શેરબજાર (Share market)ની...
Closing Bell

Share market : વૈશ્વિક અને સ્થાનીય સ્તરે પોઝિટીવ પરિબળોના પગલે આજે સેન્સેક્સ (Sensex)અને નિફ્ટી(Nifty)માં આકર્ષક ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અંતે 941.12 પોઈન્ટ ઉછળી 74671.28 પર, જ્યારે નિફ્ટી 223.45 પોઈન્ટ ઉછાળા સાથે 22643.40 પર બંધ રહ્યો હતો. શેરબજાર (Share market)ની આ તેજી બેન્કિંગ ખાસ કરીને ખાનગી બેન્કોના શેરોને આભારી રહી હતી.

રોકાણકારોની મૂડી 3 લાખ કરોડ વધી

BSE ખાતે આજે રૂ. 406.47 લાખ કરોડની માર્કેટ કેપ નોંધાઈ છે. જે શુક્રવારે રૂ. 404 લાખ કરોડ સામે રોકાણકારોની મૂડીમાં રૂ. 2.5 લાખ કરોડનો વધારો દર્શાવે છે. BSE ખાતે ટ્રેડેડ કુલ 4088માંથી 2015માં સુધારો અને 1894માં ઘટાડો નોંધાયો હતો. 284 શેરો વર્ષની ટોચે અને 11 વર્ષના તળિયે પહોંચ્યા હતા.એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતની મોટાભાગની બેન્કોના શેર આજે તેજી સાથે વધી વર્ષની ટોચે પહોંચ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ ઈન્ટ્રા ડે સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ 0.8 ટકાના ફ્લેટ સુધારા સાથે બંધ રહ્યા હતા. જ્યારે મેટલ, હેલ્થકેર, પાવર, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.4-2 ટકા સુધર્યા હતા.

 

માર્કેટ માટે પોઝિટીવ પરિબળો

જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ હળવી થઈ છે. અમેરિકી ફેડ રિઝર્વ બુધવારે રેટ અંગે નિર્ણય લેશે. જેના પર રોકાણકારોની નજર છે. માર્ચ ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં વધુ મજબૂત રહેતાં સ્ટોક સ્પેસિફિક તેજી વધી છે. સ્થાનિક સ્તરે પણ લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત પરિણામ મળવાની તીવ્ર પ્રબળતા સાથે રોકાણકારો નીચા મથાળે ખરીદી વધારી રહ્યા છે. જો કે, વિદેશી રોકાણકારોમાં વેચવાલીનો દોર જારી છે.

US Core PCE  ફુગાવો 2.8% પર સ્થિર

આ મુખ્ય ઈવેન્ટ્સ અને બેક હોમ બેન્ક નિફ્ટી માસિક ડેરિવેટિવ્ઝની મંગળવારે સમાપ્તિ પહેલાં વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા VIX  12% વધીને 12.30 પર પહોંચ્યો હતો. યુએસ કોર પીસીઇ ફુગાવો 2.8% પર સ્થિર રહેવાની સાથે આશા છે કે યુએસ ફેડ આગામી યુએસ ફેડ મીટિંગમાં રેટ કટ અંગે કેટલીક હકારાત્મક જાહેરાત કરશે.

 

આ  પણ  વાંચો - રોકેટ બન્યા Yes Bank ના શેર, 9% ની છલાંગ સાથે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ

આ  પણ  વાંચો - Elon Musk At China: ભારત આવવાની અટકળો વચ્ચે ચીનના મહેમાન બન્યા Elon Musk

આ  પણ  વાંચો - Bank Crisis: અમેરિકામાં વધુ એક બેન્ક દેવામાં ડૂબી

Tags :
closing bellfinancials gainInvestorsNiftySensexshare-marketStock Market
Next Article