Share Market માં મોટો કડાકો, રોકાણકારોના રૂ. 14 લાખ કરોડ ધોવાયા !
Share Market માં સતત ધોવાણ ચાલુ રહ્યું છે, અઠવાડિયાના પહેલા દિવસે, ભારતીય શેરબજારમાં 2.5 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. સોમવારે, BSE સેન્સેક્સ 72,696.39 પર બંધ થયો, જે 1836.57 પોઈન્ટ (2.46 ટકા) નો મોટો ઘટાડો હતો. NSE નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 601.85 પોઈન્ટ (2.60 ટકા) ઘટીને 22,512.65 પર બંધ થયો હતો. જેનાથી રોકાણકારોને મોટું નુકશાન પહોંચ્યું છે.
Advertisement
- Share Market માં સતત ધોવાણ ચાલુ રહ્યું છે
- યુદ્ધની અસર દિવસેને દિવસે માર્કેટમાં જોવા મળી રહી છે
- દિગ્ગજ કંપનીઓના શેર તુટતા રોકાણકારોને મોટું નુકશાન પહોંચ્યું છે
Share Market : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે (Middle East Crisis), સ્થાનિક શેરબજારમાં (Local Share Market) ભારે ઘટાડો ચાલુ છે. અઠવાડિયાના પહેલા દિવસે, ભારતીય શેરબજારમાં 2.5 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. સોમવારે, BSE સેન્સેક્સ 72,696.39 પર બંધ થયો, જે 1836.57 પોઈન્ટ (2.46 ટકા) નો મોટો ઘટાડો હતો. NSE નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 601.85 પોઈન્ટ (2.60 ટકા) ઘટીને 22,512.65 પર બંધ થયો હતો. આ ઘટાડાથી રોકાણકારોના લગભગ રૂ. 14 લાખ કરોડનું ધોવાણ થયું હોવાનું અનુમાન છે. નોંધનીય છે કે, બજાર ખુલતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું.

