Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Share Market માં જબરદસ્ત કમબેક, ઓઇલની કિંમતોમાં ઘટાડો

Share Market ખુલતાની સાથે હરિયાળું જોવા મળ્યું છે, બજાર ખુલતા રોકાણકારોના ચહેરા ચમકી ગયા છે. સેન્સેક્સ લગભગ 800 પોઈન્ટ ઉછળીને 78,375 ની ઉપર ખુલ્યો, જ્યારે નિફ્ટીમાં પણ 250 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો છે. સવારે 9:15 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 693 પોઈન્ટ (0.89%) વધીને 78,259.91 પર ટ્રેડ કરી રહ્યો હતો, અને નિફ્ટી 190 પોઈન્ટ (0.79%) વધીને 24,218.40 પર ટ્રેડ કરી રહ્યો હતો.
share market માં જબરદસ્ત કમબેક  ઓઇલની કિંમતોમાં ઘટાડો
Advertisement
  • Share Market આજે ખુલતાની સાથે હરિયાળું જોવા મળ્યું
  • ગતરોજ શેર માર્કેટમાં ભારે ધોવાણ થયું હતું
  • ઇન્ડિગો ટોપ ગેઇનર શેરોમાં ટોચના સ્થાને હોવાનું સામે આવ્યું

Share Market : સોમવારના શેરબજારમાં ઉથલપાથલ પછી, મંગળવાર, 10 માર્ચની સવારે રોકાણકારોને નોંધપાત્ર રાહત મળી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના (US President - Donald Trump) એક નિવેદને ક્રૂડ ઓઇલના ભાવમાં આગને શાંત કરવા તરફ વાળી દીધી છે, જેની સીધી અસર ભારતીય શેરબજાર પર પડી હોવાનું મનાઇ રહ્યું છે. ગઈકાલે લોહીના રંગે લાલ દેખાતું બજાર આજે ખુલતાની સાથે જ હરિયાળીમાં પાછું ફર્યું છે, જેમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર વાપસી થઈ છે. આ સાથે જ ક્રુડ ઓઇલના ભાવમાં 10 ટકાનો ઘટાડો થયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. યુદ્ધની અસર શાંત થવા તરફ આગળ વધે તો, બજારને મોટી રાહત થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

Advertisement

આ પણ વાંચો --------- G7 Emergency Meeting: મધ્ય પૂર્વમાં યુદ્વની સ્થિતિ વચ્ચે ક્રુડ ઓઇલ $100ને પાર પહોંચતા હાહાકાર, G7 દેશોની ઇમરજન્સી બેઠક

Advertisement

Share Market, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો

મંગળવારે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોના ચહેરા ચમકી ગયા છે. સેન્સેક્સ લગભગ 800 પોઈન્ટ ઉછળીને 78,375 ની ઉપર ખુલ્યો, જ્યારે નિફ્ટીમાં પણ 250 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો છે. સવારે 9:15 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 693 પોઈન્ટ (0.89%) વધીને 78,259.91 પર ટ્રેડ કરી રહ્યો હતો, અને નિફ્ટી 190 પોઈન્ટ (0.79%) વધીને 24,218.40 પર ટ્રેડ કરી રહ્યો હતો.

IndiGo સૌથી વધુ વધનાર શેર બન્યો

આજે બજારની રિકવરીમાં પસંદગીના મોટા શેરોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેનાથી રોકાણકારોના ચહેરા પર સ્મિત ફરી આવ્યું હતું. InterGlobe Aviation (IndiGo) શરૂઆતના ટ્રેડિંગમાં લગભગ 3.20% વધીને ટોચના ગેઇનર તરીકે ઉભરી આવ્યું હતું. Asian Paints (3.06%) અને UltraTech Cement (2.78%) માં પણ મજબૂત ખરીદી જોવા મળી હતી. મુખ્ય કંપનીઓ L&T, Adani Ports અને Tata Steel ના શેરમાં પણ 1.60% થી 2% ની વચ્ચેનો વધારો થયો હતો. ICICI બેંક અને SBI જેવા બેંકિંગ ક્ષેત્રના હેવીવેઇટ શેર પણ લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા છે, જે દર્શાવે છે કે, ટ્રમ્પ અસર અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાએ બજારની ભાવનાને સંપૂર્ણપણે બદલી નાખી છે.

આ પણ વાંચો -------- Meesho IT Notice : સસ્તા કપડાં વેચતા ઇ-કોમર્સ પ્લેટફોર્મને નોટીસ મળતા ખળભળાટ

Tags :
Advertisement

.

×