Share Market Today : બજારમાં 'તેજી'ની સુનામી, રોકાણકારો પર રૂ. 6.77 લાખ કરોડ વરસ્યા !
- Share Market Today, આજે માર્કેટમાં લીલો રંગ છવાયો
- સેન્સેક્સ-નિફ્ટી સહિતમાં ઉછાળો જોવા મળ્યો હતો
- ત્રણ દિવસના ઘટાડા બાદ આજે જોરદાર રિકવરી હાથ લાગી
Share Market Today : અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાનની આશાએ આજે બજારને તેજ બનાવ્યું છે (US Iran Peace Deal). એશિયન બજારોમાંથી મળેલા મજબૂત સંકેતો વચ્ચે, સ્થાનિક શેરબજારે ત્રણ દિવસનો ઘટાડો અટકાવ્યો, અને સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા છે. અમેરિકા સાથેની વાટાઘાટોના બીજા રાઉન્ડની અનિશ્ચિતતા વચ્ચે (Second Round Talk), ત્રણ દિવસમાં બીજી વખત પાકિસ્તાનની મુલાકાતે આવેલા ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ (Iran Foreign Minister - Pakistan Visit) બજારને એટલો ઉત્સાહ આપ્યો કે, તેનાથી વ્યાપક ઉત્તેજના ફેલાઈ ગઈ છે. દરેક ક્ષેત્રના નિફ્ટી સૂચકાંકો આજે ગ્રીન ઝોનમાં બંધ થયા છે. IT, ફાર્મા, રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સૂચકાંકો 2% થી વધુના વધારા સાથે બંધ થયા છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ મજબૂત ખરીદી જોવા મળી છે.
Share Market Today, સેન્સેક્સ-નિફ્ટી બંનેમાં વધારો
આ બધા વચ્ચે, આજે BSE પર લિસ્ટેડ કંપનીઓની એકંદર માર્કેટ કેપમાં રૂ. 6.77 લાખ કરોડનો વધારો થયો છે, જેનો અર્થ એ થયો કે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6.77 લાખ કરોડનો વધારો થયો છે. સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો 639.42 પોઈન્ટ (0.83%) વધીને 77,303.63 પર બંધ થયા, અને નિફ્ટી 50 194.75 પોઈન્ટ (0.81%) વધીને 24,092.70 પર બંધ થયા છે.
આ પણ વાંચો - Axis Bank માં 3 હજાર નોકરીઓ પર ફરી કાતર, જાણો આવું કેમ બન્યું !
Share Market Today, રોકાણકારો માલામાલ થયા
24 એપ્રિલ, 2026 ના રોજ, BSE પર લિસ્ટેડ તમામ શેરોનું કુલ માર્કેટ કેપ રૂ. 4,61,17,411.338 કરોડ હતું. આજે, 27 એપ્રિલ, 2026 ના રોજ, ઇક્વિટી માર્કેટ ટ્રેડિંગ બંધ થયું ત્યારે, તે રૂ. 4,67,94,907.59 કરોડ પર પહોંચી ગયું. આનો અર્થ એ થયો કે રોકાણકારોની મૂડીમાં રૂ. 677,496.252 કરોડનો વધારો થયો છે.
શેરની સ્થિતિનો ચિતાર
સેન્સેક્સ પર લિસ્ટેડ 30 શેરોમાંથી, 23 આજે ગ્રીન ઝોનમાં બંધ થયા. સન ફાર્મામાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો, જ્યારે એક્સિસ બેંક, BEL અને ટ્રેન્ટમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે આજે BSE પર 4,556 શેર ટ્રેડ થયા હતા. આમાંથી, 3,075 શેર વધ્યા હતા, 1,288 ઘટ્યા હતા, જ્યારે 193 શેર યથાવત રહ્યા હતા. વધુમાં, 171 શેર એક વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા, અને 43 શેર એક વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા હતા. જ્યારે 15 શેર ઉપલા સર્કિટ પર પહોંચ્યા, જ્યારે 11 શેર નીચલા સર્કિટ પર પહોંચ્યા હતા.
આ પણ વાંચો - Gold Rate Today :શું સોનું 1.70 લાખે પહોંચશે? જાણો આજના લેટેસ્ટ ભાવ અને એક્સપર્ટની આગાહી


