Share Market Today: અચાનક શેરબજારમાં તોફાની તેજી, ઈન્વેસ્ટર્સને 6 લાખ કરોડની કમાણી
. શેરબજારમાં શાનદાર તેજી
. લાર્જકેપથી લઈને મિડ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ સારી તેજી સાથે બંધ થયા
. સેન્સેક્સ 487.20 અંક અને નિફ્ટી 167.35 અંકની તેજી સાથે બંધ
Share Market Today: ભારતીય શેરબજારમાં બુધવારે શાનદાર તેજી જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટીએ આખરી કલાકોમાં કમાલની તેજી દેખાડી, તેનાથી રોકાણકારોના પોર્ટફોલિયોમાં મોટો ઉછાળો જોવા મળ્યો. બીએસઈ સેન્સેક્સ 487.20 અથવા 0.60 ટકા વધીને 82,344.68 પર બંધ થયો અને નિફ્ટી 167.35 અંક અથવા 0.66 ટકા વધીને 25,342.75 પર ક્લોઝ થયો.
BSE ટૉપ 30 શેરોમાં માત્ર 8 શેરોમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે 22 શેયરોમાં સારી તેજી રહી. BEL ના શેરો સૌથી વધારે 8.90 ટકા વધીને 453 રૂપિયા પર પહોંચ્યા. ત્યાર બાદ ETERNAL ના શેર 5 ટકા વધીને 266 રૂપિયા પર આવ્યા. બજાજ ફાયનાન્સ, ફિનસર્વ, ટ્રેંટ અને પાવરગ્રિડ શેરોમાં 2 ટકાની તેજી રહી. મારુતિ સુઝુકી, સનફાર્મા, ઈન્ફોસિસ, એરટેલ જેવા શેરો ઘટાડા સાથે ક્લોઝ થયા.
રોકાણકારોને મોટો ફાયદો
શેરબજારમાં મિડ અને સ્મોલકેપમાં પણ શાનદાર તેજી જોવા મળી. નિફ્ટી મિડકેપ 100માંથી 954 અંકોની તેજી જોવા મળી, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100માંથી 371 અંકોની તેજી આવી. જેના કારણે રોકાણકારોના પોર્ટફોલિયોમાં પણ જબરદસ્ત ઉછાળ જોવા મળ્યો.
બીએસઈ માર્કેટ કેપિટલાઈઝેશન 453.67 લાખ કરોડરૂપિયા વધીને 459.64 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયો, જે લગભગ 6 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો છે.
શેરબજારમાં તેજીના કારણ
ભારતીય શેરબજારમાં બુધવારે આવેલી તેજીનું સૌથી મોટું કારણ ભારત અને યૂરોપિયન યૂનિયનની વચ્ચે ફ્રી ટ્રેડ ડીલને માનવામાં આવે છે. જેના હેઠળ બંને દેશ મોટાભાગના સામાનો પર ઓછા ટેરિફ કે શૂન્ય ટેરિફ પર સંમત થયા છે. આ ડીલથી ભારતના એક્સપોર્ટમાં ઉછાળાની આશા સેવાઈ રહી છે. તેનાથી ઘણી કંપનીઓને લાભ થશે. તેના કારણે શેરબજારના સેન્ટિમેન્ટ બદલાઈ ગયા છે.
લાર્જ, મિડ અને સ્મોલકેપશેરોમાં પણ શાનદાર તેજી જોવા મળી છે. તેનું કારણ સારી એવી ખરીદદારીને માનવામાં આવે છે. ખાસ કરીને માર્કેટ બંધ થવાના છેલ્લા કલાકો પહેલા આ સ્ટોક્સમાં મોટી ખરીદદારી થઈ.
સ્ટારલાઈટ શેરોમાં 20 ટકાની તેજી
સ્ટારલાઈટ શેરોમાં આજે 20 ટકાની તેજી આવી છે, જે 103 રૂપિયા પર પહોંચ્યા. તેજસ નેટવર્કના શેર 15 ટકા વધ્યા, ડેટા પેટર્નના શેરોમાં 13,63 ટકાનો ઉછાળો આવ્યો. હિંદુસ્તાન કોપરના શેરોમાં 12.67 ટકાનો ઉછાળો આવ્યો. ઓઈલ ઈન્ડિયાના શેરોમાં 9 ટકાની તેજી આવી છે. મોતીલાલ ઓસવાલના શેરોમાં 8 ટકાનો ઉછાળો આવ્યો છે.
આ પણ વાંચો: Share Market Crash: 1 દિવસમાં ₹9000000000000 સ્વાહા, સેન્સેક્સ 1000થી વધુ તૂટયો
(Note: કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા યોગ્ય નાણાંકીય સલાહકારની મદદ જરૂરથી લેવી)


