Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Share Market Today : શેરબજારમાં બખ્ખાં! સેન્સેક્સ 77 હજારને પાર, આ શેરોમાં જોવા મળી પડાપડી

Share Market Today : વૈશ્વિક બજારના પોઝિટિવ સંકેતોને પગલે ભારતીય શેરબજારમાં (Indian Share Market) આજે ગેપ-અપ ઓપનિંગ જોવા મળ્યું છે. સેન્સેક્સ 358 પોઈન્ટ ઉછળીને 77,245 અને નિફ્ટી 101 પોઈન્ટ વધી 24,096 પર ખુલ્યો હતો. ખાસ કરીને મારુતિ સુઝુકી અને આઈટીસીના શેરમાં જોરદાર તેજી નોંધાઈ છે, જ્યારે બેંકિંગ અને મેટલ સેક્ટરમાં શરૂઆતી દબાણ જોવા મળ્યું છે.
share market today   શેરબજારમાં બખ્ખાં  સેન્સેક્સ 77 હજારને પાર  આ શેરોમાં જોવા મળી પડાપડી
Advertisement
  • સેન્સેક્સ 350થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો
  • નિફ્ટી 24,100ની સપાટીની નજીક પહોંચ્યું
  • મારુતિ સુઝુકીના શેરમાં ૩ ટકાનો તોફાની વધારો
  • ઓટો અને FMCG સેક્ટરમાં રોકાણકારોની ભારે લેવાલી
  • બેંકિંગ અને મેટલ શેરોમાં શરૂઆતી ઘટાડો નોંધાયો

ભારતીય શેરબજારમાં (Share Market Today) આજે કારોબારની શરૂઆત થતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex) 358.93 પોઈન્ટની મજબૂતી સાથે 77,245.83 ના સ્તર પર ખુલ્યો હતો. તેવી જ રીતે, નિફ્ટી 50 (Nifty 50) ઇન્ડેક્સ 101.2 પોઈન્ટના વધારા સાથે 24,096.90 ની સપાટીએ ઓપન થયો હતો. બજારમાં સેન્ટિમેન્ટ અત્યંત પોઝિટિવ દેખાઈ રહ્યું છે.

Share Market Live

Advertisement

ટોપ ગેઈનર્સ અને સેક્ટરની ચાલ

આજના ટ્રેડિંગ સેશનમાં મારુતિ સુઝુકી (Maruti Suzuki) ના શેરમાં લગભગ 3% નો જંગી ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત આઈટીસી (ITC) અને અદાણી પોર્ટ્સના શેરોમાં પણ 1% થી વધુની તેજી નોંધાઈ છે. બીઈએલ (BEL) ના શેરોમાં પણ રોકાણકારોએ પડાપડી કરી હતી. નિફ્ટી ઓટો (Nifty Auto) અને નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ આજે બજારને લીડ કરી રહ્યા છે, જે દર્શાવે છે કે કન્ઝ્યુમર ડિમાન્ડ મજબૂત છે.

Advertisement

બેંકિંગ અને મેટલ શેરોમાં દબાણ

તેજીના માહોલ વચ્ચે પણ કેટલાક સેક્ટરમાં નફો બુક કરવાની વૃત્તિ જોવા મળી હતી. બેંકિંગ સેક્ટરમાં આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank) અને એક્સિસ બેંકના શેરમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. એશિયન પેઈન્ટ્સ પણ 0.5% જેટલો નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. મેટલ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ (Financial Services) સેક્ટરમાં વેચવાલીના દબાણને કારણે બજારની ઉપર તરફની ગતિમાં થોડી રૂકાવટ જોવા મળી હતી, પરંતુ એકંદરે બજાર મજબૂત સ્થિતિમાં છે.

Share Marker

રોકાણકારો હવે આગળના વૈશ્વિક સંકેતો અને કંપનીઓના ત્રિમાસિક પરિણામો (Quarterly Results) પર નજર રાખી રહ્યા છે. જો નિફ્ટી ૨૪,૧૦૦ ના સ્તરને પાર કરવામાં સફળ રહેશે, તો આગામી દિવસોમાં વધુ તેજીની શક્યતા નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચો : PAN Card New Rules: 1 મે પહેલા કરી લો આ કામ, નહીંતર બેંક એકાઉન્ટ થઈ જશે બ્લોક!

Tags :
Advertisement

.

×