ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Share Market: મંગળવાર શેરબજાર માટે બન્યો'અમંગળ',આ કંપનીઓના શેર તૂટ્યા

શેરબજાર માટે બન્યો'અમંગળ આ કંપનીઓના શેર તૂટ્યા સેન્સેક્સમાં 1200 પોઇન્ટનો કડાકો. Share Market Closing :સોમવારની તેજી પછી મંગળવારે શેરબજારમાં રોકાણકારોના કરોડો રૂપિયા ખોવાઈ ગયા. સોમવારે સેન્સેક્સ ૨,૯૭૫ પોઈન્ટ અથવા ૩.૭૪% વધીને ૮૨,૪૨૯.૯૦ પર બંધ થયો, જ્યારે નિફ્ટી ૯૧૬.૭૦ પોઈન્ટ...
04:30 PM May 13, 2025 IST | Hiren Dave
શેરબજાર માટે બન્યો'અમંગળ આ કંપનીઓના શેર તૂટ્યા સેન્સેક્સમાં 1200 પોઇન્ટનો કડાકો. Share Market Closing :સોમવારની તેજી પછી મંગળવારે શેરબજારમાં રોકાણકારોના કરોડો રૂપિયા ખોવાઈ ગયા. સોમવારે સેન્સેક્સ ૨,૯૭૫ પોઈન્ટ અથવા ૩.૭૪% વધીને ૮૨,૪૨૯.૯૦ પર બંધ થયો, જ્યારે નિફ્ટી ૯૧૬.૭૦ પોઈન્ટ...
Stock Market Crash

Share Market Closing :સોમવારની તેજી પછી મંગળવારે શેરબજારમાં રોકાણકારોના કરોડો રૂપિયા ખોવાઈ ગયા. સોમવારે સેન્સેક્સ ૨,૯૭૫ પોઈન્ટ અથવા ૩.૭૪% વધીને ૮૨,૪૨૯.૯૦ પર બંધ થયો, જ્યારે નિફ્ટી ૯૧૬.૭૦ પોઈન્ટ અથવા ૩.૮૨% વધીને ૨૪,૯૨૪.૭૦ પર બંધ થયો. તેનાથી વિપરીત, આજે સેન્સેક્સ ૧૨૮૧ પોઈન્ટ એટલે કે ૧.૫૫% ના ઘટાડા સાથે બંધ થયો. બીજી તરફ, નિફ્ટીમાં ૩૩૩ પોઈન્ટ એટલે કે ૧.૩૪%નો ઘટાડો જોવા મળ્યો. આ ઘટાડાને કારણે શેરબજારમાં રોકાણકારોના કરોડો રૂપિયાનું નુકસાન થયું. ભારતીય શેરબજારમાં આ ઘટાડા પાછળ ચાર મુખ્ય કારણો છે, જેના વિશે અમે તમને વિગતવાર જણાવી રહ્યા છીએ. #sensex

ઇન્ફોસિસના શેરમાં ભારે ઘટાડો થયો

મંગળવારે, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી ફક્ત 5 કંપનીઓના શેર લીલા રંગમાં બંધ થયા હતા જ્યારે બાકીની તમામ 25 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ રંગમાં બંધ થયા હતા. એ જ રીતે, આજે નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી માત્ર ૧૪ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૩૫ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. જ્યારે, એક કંપનીના શેર કોઈપણ ઘટાડા વિના બંધ થયા. આજે, સેન્સેક્સ કંપનીઓમાં, સન ફાર્માના શેર મહત્તમ 0.99 ટકાના વધારા સાથે અને ઇન્ફોસિસના શેર મહત્તમ 3.57 ટકાના ઘટાડા સાથે બંધ થયા.

આ પણ  વાંચો -PM Modi એ રાષ્ટ્રને કરેલા જોશીલા સંબોધનથી કઈ કંપનીના શેર ઉછળ્યા ?

સોમવારે રોકાણકારોએ આટલા લાખ કરોડ રૂપિયા કમાયા હતા

સોમવારે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની સકારાત્મક અસર શેરબજાર પર જોવા મળી. જેના કારણે સેન્સેક્સ 2,975 પોઈન્ટ અને નિફ્ટી 916 પોઈન્ટ વધ્યો, જેના કારણે રોકાણકારોએ શેરબજારમાં 16.15 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી. તમને જણાવી દઈએ કે સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી છેલ્લા 5 મહિનામાં પહેલી વાર અનુક્રમે 82,429 પોઈન્ટ અને 24,924 પોઈન્ટ પર પહોંચ્યા હતા.

આ પણ  વાંચો -Share Market Closing : સેન્સેક્સ 3000 પોઈન્ટના ઉછાળા સાથે 82,429.90 પર બંધ

ટ્રમ્પ ટેરિફની અસર

મંગળવારે ભારતીય શેરબજારમાં ઘટાડાનું એક મુખ્ય કારણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ભારત પર લાદવામાં આવેલ ટેરિફ હોવાનું માનવામાં આવે છે. આ ટેરિફના વિરોધમાં, ભારતે પ્રતિશોધાત્મક ડ્યુટીના પ્રસ્તાવ સાથે વિશ્વ વેપાર સંગઠન (WTO)નો સંપર્ક કર્યો છે. શેરબજારમાં આ મોટો ઘટાડો દર્શાવે છે કે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો છતાં, ટેરિફ અંગે ચિંતાઓ હજુ પણ યથાવત છે.

Tags :
Adani PortsBajaj FinanceBharti AirtelBSEeternalGujarat Firsthcl techIndusind BankInfosysITCNiftyNifty 50NSENTPCPOWERGRIDSensexshare-marketStock MarketSunpharmaTCStitan
Next Article