Gold-silver: સોનું-ચાંદી ખરીદવું હવે બન્યું સપનું!, ચાંદીમાં અધધ 6 હજાર રૂપિયાનો ઉછાળો, 2.14 લાખને પાર
- Gold-silver: ખરીદવું હવે બન્યું સપનું
- સોના-ચાંદીના ભાવમાં થઈ રહી છે સતત વૃદ્ધિ
- ચાંદીના ભાવમાં 6 હજાર રૂપિયાનો ધરખમ વધારો
Gold-silver: વર્ષ 2025ના અંતિમ મહિનામાં સોના-ચાંદીનો ભાવ આસમાનને આંબી રહ્યો છે. દરરોજ, આ બે કિંમતી ધાતુઓ નવી ટોચ પર પહોંચી રહી છે. અઠવાડિયાના (Week) પહેલા ટ્રેડિંગ દિવસ સોમવારે, MCX (મલ્ટી કોમોડિટી એક્સ્પાયરી) એક્સચેન્જ પર ખુલતા જ ચાંદીના ભાવમાં 6 હજારથી વધુ વધ્યા છે. 6 હજારના વધારા સાથે ચાંદી 2 લાખ 14 હજાર 471 રૂપિયાના દરે પહોંચી ગઈ છે. ચાંદીની સાથે સાથે સોનાનો ભાવ પણ આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. MCX સોનાના ભાવમાં 1 હજાર 384 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. જેથી સાથે 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ 35 હજાર 580 રૂપિયાની નવી સપાટીએ પહોંચી ગયો છે.
Gold-silver: વધતા ભાવને બ્રેક લાગવાનો નથી દેખાતો સંકેત
ચાંદીનો વધતો ભાવ હાલ અટકવાના કોઈ આસાર નથી જણાઈ રહ્યા. નોંધનીય છે કે, જોકે આ વર્ષે સોના અને ચાંદી બંનેમાં તેજી આવી છે. પરંતુ ચાંદીની ગતિએ બધાને આશ્ચર્યચકિત (Surprised) કર્યા છે. વર્ષ પૂરું થતાં જ તેના ભાવ ઝડપથી વધી રહ્યા છે. ગયા અઠવાડિયે જ, ચાંદીએ ઇતિહાસમાં પહેલીવાર 2 લાખ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો.
સોનાના ભાવમાં પણ તીવ્ર ઉછાળો
અઠવાડિયાના પહેલા દિવસે ચાંદીની સાથે સોનામાં પણ તેજી જોવા મળી રહી છે. સોનામાં 1.03% સાથે 1 હજાર 384 રૂપિયા વધીને 1,35,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જે અત્યાર સુધીનો ઉચ્ચતમ સપાટી છે.
આ પણ વાંચો--- Vaibhav Suryavanshi Shoe Gesture : વૈભવે પાકિસ્તાની બોલરને જૂતું બતાવી બતાવી દીધી ઓકાત!
આ પણ વાંચો---Samantha Ruth Prabhu Incident: અભિનેત્રી નિધિ અગ્રવાલ બાદ હવે સામંથા સાથે ભીડની ગેરવર્તણૂક, જુઓ વાયરલ વીડિયો


