![Shrikant Shah Success story_GUJARAT 03]()
Shrikant Shah Success story: મુંબઈમાં જન્મ અને માનસા સાથે જોડાયેલું વતન
શ્રીકાંત શાહનો જન્મ મહારાષ્ટ્રના આર્થિક પાટનગર મુંબઈ (Mumbai) માં થયો હતો. જો કે તેમનું મૂળ વતન ગુજરાતના ગાંધીનગર જિલ્લાનું માણસા (Mansa) ગામ છે. તેમના પિતા ઘનશ્યામભાઈ શાહ લલ્લુભાઈ અમીચંદ લિમિટેડ કંપનીમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમની માતાનું નામ કલાવતીબેન છે. ઘનશ્યામભાઈ અને કલાવતીબેનના પાંચ સંતાનોમાંથી એક શ્રીકાંત બાળપણથી જ કંઈક અલગ વિચારધારા ધરાવતા હતા. તેમના પિતાએ ક્યારેય સંતાનો પર કોઈ બંધન લાદ્યા ન હતા, પરંતુ હંમેશાં શ્રેષ્ઠ કામ કરવાની પ્રેરણા આપી હતી.
![]()
Shrikant Shah Success story: શરૂઆતનો સંઘર્ષ અને જાપાન તરફ પ્રયાણ
શ્રીકાંત શાહે પોતાની કારકિર્દીની શરૂઆત મુંબઈમાં આવેલા પોતાના મામાના પ્લાસ્ટિક કારખાના (Plastic Factory) માંથી કરી હતી. અહીં તેઓ ખૂબ જ સામાન્ય આર્થિક સ્થિતિમાં માત્ર Rs.750 ના માસિક પગાર સાથે કામ કરતા હતા. જો કે તેમનું લક્ષ્ય કંઈક મોટું કરવાનું હતું. આ દરમિયાન વર્ષ 1990 માં તેઓ તદ્દન અલગ સંસ્કૃતિ અને અજાણી ભાષા ધરાવતા દેશ જાપાન (Japan) માં પહોંચ્યા હતા. શરૂઆતના મહિનાઓ તેમના માટે ભારે પડકારજનક રહ્યા હતા. પરંતુ તેમણે હિંમત હાર્યા વગર જાપાનીઝ ભાષાના થોડા શબ્દો શીખીને સ્થાનિક લોકો સાથે મિત્રતા કેળવી લીધી હતી. આ ભાષા જ્ઞાન તેમના માટે ભવિષ્યમાં આશીર્વાદરૂપ સાબિત થયું હતું.
આ પણ વાંચો---- હીરાના વેપારી નહીં, પણ 'દિલોના રાજા', જાણો 4 ચોપડી ભણેલા Savjibhai Dholakia ની Success Story
Shrikant Shah Success story: બિઝનેસમાં એન્ટ્રી અને 'શ્રી જેમ્સ' ની સ્થાપના
જાપાનમાં થોડો સમય સંઘર્ષ કર્યા બાદ તેમને ધ ગેમ્બેલ ગ્રુપ (The Gembel Group) માં જોબ મળી હતી. તેમની અદભુત કાર્યશૈલી અને મહેનતના કારણે કંપનીએ માત્ર પાંચ મહિનામાં જ તેમને ટોક્યો હેડ ઓફિસમાં ટ્રાન્સફર આપ્યું હતું. ત્યારબાદ તેમણે ડાયમંડ ડીલર્સ સાથે સીધું કામ કરતી જાણીતી કંપની નીચીમેન કોર્પોરેશન (Nichiman Corporation) માં પાંચ વર્ષ સુધી કામ કરીને હીરા બજારના તમામ કૌશલ્યો શીખ્યા હતા. સમય જતાં દેશની આર્થિક સ્થિતિ બદલાતા આ વર્ટિકલ બંધ થયો, ત્યારે તેમણે પોતાની માલિકીની કંપની શ્રી જેમ્સ (Shri Gems) ની સ્થાપના કરીને સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો હતો. આજે તેઓ આ વૈશ્વિક કંપનીમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (Chief Executive Officer) તરીકે બિઝનેસ સામ્રાજ્ય સંભાળે છે. તેમની કંપનીની કોર્પોરેટ ટેગલાઇન ગ્લોબલાઇઝિંગ બ્યુટી ઓફ જેમ્સ (Globalising Beauty of Gems) છે.
![Shrikant Shah Success story_GUJARAT 02]()
Shrikant Shah Success story: પરિવારનો સાથ અને સંતાનોને સંપૂર્ણ આઝાદી
શ્રીકાંત શાહની આ સફળતા પાછળ તેમની પત્ની પૂર્ણિમા શાહનો બહુ મોટો હાથ રહ્યો છે. પૂર્ણિમાબેન એક સક્રિય પરોપકારી મહિલા હોવાની સાથે આર્ટ ઓફ લિવિંગ (Art of Living) ના ટીચર પણ છે. આ દંપતીના બે સંતાનો છે, જેમાં પુત્ર જય સિંગાપોરમાં ફાઇનાન્સ બિઝનેસ સાથે જોડાયેલો છે, અને પિતાના વ્યવસાયને આગળ વધારી રહ્યો છે. જ્યારે તેમની પુત્રી વીરાન્કા હાલમાં યુએસએ (USA) માં અભ્યાસ કરે છે, અને ભવિષ્યમાં ડૉક્ટર બનીને માનવતાની સેવા કરવા માંગે છે. શ્રીકાંત શાહે પોતાના સંતાનોને પોતાની ઈચ્છા મુજબ કારકિર્દી પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે.
Shrikant Shah Success story: ભગવાન શ્રીકૃષ્ણમાં અતૂટ શ્રદ્ધા અને ઇસ્કોન મંદિરનું નિર્માણ
શ્રીકાંત શાહ પોતાના જીવનની તમામ સફળતાનો શ્રેય ભગવાન શ્રીકૃષ્ણને આપે છે. જાપાન આવ્યા બાદ તેઓ ભારતીયો માટે એક મંદિર બનાવવા ઈચ્છતા હતા. તેમણે જાપાનના ટોક્યોમાં પ્રથમ હિન્દુ મંદિર ઇસ્કોન (ISKCON) સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2009 માં આ મંદિરને વધુ સારી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યું હતું. આધ્યાત્મિક ક્ષેત્રે તેઓ પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર (Sri Sri Ravi Shankar) સાથે પણ ગાઢ રીતે જોડાયેલા છે.
![Shrikant Shah Success story_GUJARAT 0]()
Shrikant Shah Success story: જાપાન સુનામીમાં લોક સેવા કરીને રચ્યો ઈતિહાસ
વર્ષ 2011 માં જાપાનમાં આવેલા ભયાનક ભૂકંપ અને સુનામી (Tsunami) વખતે જ્યારે અન્ય લોકો દેશ છોડીને ભાગી રહ્યા હતા, ત્યારે શ્રીકાંત શાહ અને તેમની પત્ની પૂર્ણિમાએ જાપાનમાં જ રોકાઈને લોકોની સેવા કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ફૂડ ફોર લાઈફ (Food for Life) પ્રોગ્રામ હેઠળ ઇસ્કોન ટીમના સ્વયંસેવકો સાથે મળીને ફુકુશિમા સહિતના પ્રભાવિત વિસ્તારોમાં આશરે 25,000 લોકોને કપરા સમયમાં ભોજન અને જરૂરી સામગ્રી પૂરી પાડી હતી. તેમની આ નિઃસ્વાર્થ સેવા બદલ જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. યુકિયો હાતોયામા (Dr. Yukio Hatoyama) એ પણ તેમની મુલાકાત લઈને સરાહના કરી હતી.
આ પણ વાંચો---- સાત સમંદર પાર ગુજરાતી અસ્મિતાના રખેવાળ, Shashikant Popatlal Gathani ની Success Story