Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Silver Price Crash Budget 2026 : ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો, એક જ સપ્તાહમાં 1.34 લાખ સસ્તી!

બજેટના દિવસે રોકાણકારોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. જે ચાંદી થોડા દિવસ પહેલા આસમાને હતી, તે અચાનક જમીન પર પટકાઈ છે. એક જ અઠવાડિયામાં લાખોનો ઘટાડો અને શેરબજારમાં બોલેલા કડાકાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે. નાણામંત્રીની એક જાહેરાતે - અથવા કહો કે 'ન કરેલી જાહેરાતે' - બજારનું ગણિત સાવ ઊંધું વાળી દીધું છે. શું આ ખરીદીનો મોકો છે કે હજુ વધુ તૂટશે?
silver price crash budget 2026   ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો  એક જ સપ્તાહમાં 1 34 લાખ સસ્તી
Advertisement
  • બજેટ બાદ ચાંદી 1.34 લાખ રૂપિયા સસ્તી થઈ (Silver Price Crash Budget 2026)
  • સોનાના ભાવમાં પણ 9000 રૂપિયાનો ઘટાડો
  • ઈમ્પોર્ટ ડ્યુટીમાં રાહત ન મળતા બજાર તૂટ્યું
  • STT વધતા સેન્સેક્સ-નિફ્ટીમાં પણ મોટો કડાકો
  • રોકાણકારોને કરોડોનું નુકસાન, માર્કેટમાં ગભરાટ

Silver Price Crash Budget 2026 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) એ 1 ફેબ્રુઆરી 2026ના રોજ સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. બજેટ રજૂ થતાની સાથે જ કોમોડિટી અને શેરબજાર (Share Market) માં મોટો ભૂકંપ આવ્યો હતો. બજેટના દિવસે સોના-ચાંદીમાં જે રીતે ગાબડાં પડ્યા તે જોઈને રોકાણકારો (Investors) ચોંકી ઉઠ્યા હતા. ખાસ કરીને ચાંદીના ભાવમાં થયેલો તોતિંગ ઘટાડો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

સપ્તાહની શરૂઆતમાં જે ચાંદી 4 લાખ રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે હતી, તે બજેટના દિવસે સ્પોટ માર્કેટ (Spot Market) માં ગગડીને 2,65,600 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ હતી. એટલે કે માત્ર એક જ અઠવાડિયામાં ચાંદીના ભાવમાં અંદાજે 1,34,400 રૂપિયાનો જંગી ઘટાડો નોંધાયો છે.

Advertisement

Gold and silver prices 03_GUJARAT_FIRST

Advertisement

Silver Price Crash Budget 2026 : ચાંદીમાં કેમ બોલ્યો કડાકો?

બજારના નિષ્ણાતોના મતે, રોકાણકારોને એવી પ્રબળ આશા હતી કે બજેટ 2026 (Budget 2026) માં સોના અને ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યુટી (Import Duty) માં રાહત આપવામાં આવશે. ખાસ કરીને બેઝિક કસ્ટમ ડ્યુટી (Basic Customs Duty) માં ઘટાડાની અટકળો તેજ હતી. પરંતુ નાણામંત્રીએ પોતાના ભાષણમાં આવી કોઈ જાહેરાત કરી ન હતી.

જેવું સ્પષ્ટ થયું કે ડ્યુટીમાં કોઈ ફેરફાર નથી થયો, બજારમાં વેચવાલીનું દબાણ વધી ગયું. તેની સૌથી માઠી અસર ચાંદી પર પડી, કારણ કે છેલ્લા થોડા સમયથી તેમાં જોરદાર તેજી હતી અને આ જાહેરાત ન થતા રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ (Profit Booking) શરૂ કરી દીધું હતું.

Silver Price Crash Budget 2026 : MCX પર સોના-ચાંદીના હાલ બેહાલ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange - MCX) પર પણ સ્થિતિ વણસી હતી. બજેટ દરમિયાન ચાંદીના ભાવમાં બે દિવસમાં જ લગભગ 71,000 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ સોનું પણ દબાણમાં જોવા મળ્યું હતું. MCX પર સોનું એક સમયે 9,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી તૂટ્યું હતું અને લગભગ 6.45 ટકાના ઘટાડા સાથે 1.40 લાખ રૂપિયાની આસપાસ પહોંચી ગયું હતું. જોકે, બાદમાં તેમાં સામાન્ય સુધારો જોવા મળ્યો હતો.

Gold Silver Price Forecast

મુંબઈમાં બજેટના દિવસે 24 કેરેટ સોનાનો ભાવ (24 Carat Gold Price) ઘટીને 1,38,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો, જ્યારે 22 કેરેટ સોનું 1,27,050 રૂપિયાના સ્તરે રહ્યું હતું. આ કિંમતો જીએસટી (GST) અને મેકિંગ ચાર્જ વગરની છે.

STT વધતા શેરબજાર પણ તૂટ્યું

માત્ર કોમોડિટી માર્કેટ જ નહીં, પરંતુ શેરબજાર પર પણ બજેટની નકારાત્મક અસર જોવા મળી હતી. બજેટમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (Securities Transaction Tax - STT) વધારવાના પ્રસ્તાવને કારણે બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું હતું. સેન્સેક્સ (Sensex) એક સમયે 1,700 પોઈન્ટ્સ તૂટીને 80,000ની નીચે સરકી ગયો હતો, જ્યારે નિફ્ટી (Nifty) માં પણ 500 પોઈન્ટ્સથી વધુનો કડાકો બોલ્યો હતો. એફ એન્ડ ઓ સેગમેન્ટ (F&O Segment) માં STT વધવાની ખબરે ટ્રેડર્સમાં ગભરાટ ફેલાવ્યો હતો.

એક્સપર્ટ્સનું માનવું છે કે આ મોટા ઘટાડા બાદ બજારમાં થોડો સમય સ્થિરતા આવી શકે છે, પરંતુ જેમણે ઊંચા ભાવે ખરીદી કરી હતી તેમના માટે આ મોટો ઝટકો છે. લાંબા ગાળાના રોકાણકારો આ ઘટાડાને ખરીદીની તક તરીકે પણ જોઈ શકે છે.

આ પણ વાંચો : Union Budget 2026: ઇન્કમ ટેક્સ સ્લેબને લઈને બજેટમાં શું થઈ જાહેરાત?

Tags :
Advertisement

.

×