Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Silver Price Crash India : બે દિવસમાં 43,000 રૂપિયા સસ્તી થઈ, જાણો આજનો ભાવ

સોના-ચાંદીના બજારમાં જાણે સુનામી આવી હોય તેમ ભાવ તૂટી રહ્યા છે. જે ચાંદી થોડા દિવસ પહેલા આસમાને પહોંચી હતી, તે હવે જમીન પર પટકાઈ છે. માત્ર 48 કલાકમાં ભાવમાં એટલો મોટો ઘટાડો થયો છે કે સાંભળીને માન્યામાં નહીં આવે. શું આ ઘટાડો લગ્નસરાની ખરીદી માટે આશીર્વાદ બનશે કે પછી રોકાણકારો માટે મુસીબત?
silver price crash india   બે દિવસમાં 43 000 રૂપિયા સસ્તી થઈ  જાણો આજનો ભાવ
Advertisement
  • ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે તોતિંગ ઘટાડો, બજારમાં હડકંપ મચ્યો
  • દિલ્હીમાં એક જ દિવસમાં ભાવ 13,000 રૂપિયા તૂટીને 2.55 લાખ પ્રતિ કિલો થયા
  • 4 લાખને પાર પહોંચેલી ચાંદી ગગડીને અઢી લાખની આસપાસ આવી ગઈ
  • અમદાવાદ, સુરત સહિત દેશભરમાં ભાવ ઘટ્યા, ગ્રાહકોને મોટી રાહત
  • નફાખોરી અને વૈશ્વિક કારણોસર ભાવ તૂટ્યા, નિષ્ણાતોએ આપી સાવચેતીની સલાહ

Silver Price Crash India : જો તમે ચાંદી (Silver) ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. ચાંદીના ભાવમાં જે રીતે તેજી આવી હતી, તે રીતે જ હવે મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. 7 ફેબ્રુઆરી 2026 ના રોજ ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. માત્ર બે દિવસની અંદર જ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 43,300 રૂપિયાનો ધરખમ ઘટાડો થયો છે, જેના કારણે બજારમાં (Market) હડકંપ મચી ગયો છે.

Silver Rate Drop

Advertisement

Silver Price Crash India : 4 લાખથી સીધી 2.5 લાખ પર પટકાઈ

થોડા દિવસો પહેલા જે ચાંદી 4 લાખ રૂપિયાને પાર પહોંચી ગઈ હતી, તે હવે ગગડીને અઢી લાખની આસપાસ આવી ગઈ છે. અખિલ ભારતીય સરાફા સંઘ (All India Sarafa Association) ના જણાવ્યા મુજબ, દિલ્હીમાં ચાંદીનો ભાવ 13,000 રૂપિયા તૂટીને 2,55,000 રૂપિયા પ્રતિ કિલો (ટેક્સ સહિત) થઈ ગયો છે. 6 ફેબ્રુઆરીએ આ ભાવ 2,68,000 રૂપિયા હતો. એટલે કે એક જ દિવસમાં 5% નો ઘટાડો થયો છે.

Advertisement

વિવિધ શહેરોમાં ચાંદીના ભાવ

  • અમદાવાદ (Ahmedabad): રૂ.2,75,000 (1 કિલો) | રૂ.2,750 (10 ગ્રામ)
  • સુરત (Surat): રૂ.2,75,000 (1 કિલો) | રૂ.2,750 (10 ગ્રામ)
  • મુંબઈ (Mumbai): રૂ.2,75,000 (1 કિલો)
  • દિલ્હી (Delhi): રૂ.2,75,000 (1 કિલો)
  • ચેન્નાઈ (Chennai): રૂ.2,80,000 (1 કિલો)
  • જયપુર (Jaipur): રૂ.2,75,000 (1 કિલો)
  • બેંગલોર (Bangalore): રૂ.2,75,000 (1 કિલો)

Silver Rate Drop

Silver Price Crash India : કેમ તૂટ્યા ચાંદીના ભાવ?

29 જાન્યુઆરીએ ચાંદી 4,20,048 રૂપિયાના રેકોર્ડ હાઈ લેવલ પર હતી. જાણકારોના મતે, આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ રોકાણકારો દ્વારા કરવામાં આવેલી નફાખોરી (Profit Booking) છે. આ ઉપરાંત મજબૂત ડોલર (Strong Dollar) અને વૈશ્વિક તણાવમાં આવેલો ઘટાડો પણ જવાબદાર છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જSilver Price Crash India (MCX) પર પણ ચાંદીના વાયદા બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

હવે ખરીદવી જોઈએ કે નહીં?

બજારના નિષ્ણાતો માને છે કે ચાંદીમાં અત્યારે અસ્થિરતા રહી શકે છે. જે લોકો દાગીના (Jewelry) માટે ખરીદી કરવા માંગે છે તેમના માટે આ ઘટાડો રાહત સમાન છે, પરંતુ રોકાણકારોએ (Investors) થોડી ધીરજ રાખવી જોઈએ અને બજારની ચાલ સમજીને જ નિર્ણય લેવો જોઈએ.)

આ પણ વાંચો : India US Deal: ભારત–અમેરિકા વચ્ચે મોટો વેપાર કરાર! ટેરિફમાં ભારે રાહત, $500 બિલિયનનો સોદો

Tags :
Advertisement

.

×