Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Silver Price Record High : રાજકોટ-મુંબઈ સહિતના શહેરોમાં ભાવ જાણીને ચોંકી જશો

વર્ષ 2025ના અંતે ચાંદીએ MCX પર ₹2,54,174ની ઐતિહાસિક સપાટી વટાવી નવો રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ દરમિયાન 181% વળતર સાથે ચાંદીએ સોનાને પણ પાછળ છોડ્યું છે. વૈશ્વિક માંગ અને ખાસ કરીને સોલર તથા EV સેક્ટરમાં વધતા વપરાશને કારણે આ તેજી જોવા મળી છે. પુણેમાં ભાવ સૌથી વધુ ₹2.68 લાખને પાર પહોંચ્યા છે, જ્યારે રાજકોટમાં ચાંદી ₹2.40 લાખના સ્તરે ટ્રેડ થઈ રહી છે.
silver price record high   રાજકોટ મુંબઈ સહિતના શહેરોમાં ભાવ જાણીને ચોંકી જશો
Advertisement
  • MCX પર ચાંદી ₹2.54 લાખની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ
  • વર્ષ 2025માં ચાંદીએ આપ્યું 181 ટકા જેટલું બમ્પર રિટર્ન
  • સોલર પેનલ અને EV સેક્ટરમાં ડિમાન્ડ વધતા ભાવ ઉછળ્યા
  • રાજકોટમાં ચાંદી ₹2.40 લાખ, જ્યારે પુણેમાં ₹2.68 લાખને પાર
  • એક જ સપ્તાહમાં ચાંદીના ભાવમાં ₹7,000નો મોટો વધારો

Silver Price Record High : વર્ષ 2025ના અંતિમ દિવસોમાં ઝવેરી બજારમાં અભૂતપૂર્વ હલચલ જોવા મળી રહી છે. ખાસ કરીને ચાંદીના ભાવે આજે તમામ જૂના રેકોર્ડ તોડીને રોકાણકારોને ચોંકાવી દીધા છે. સ્થાનિક વાયદા બજાર (MCX) પર ચાંદીની કિંમત પ્રતિ કિલો ₹2,54,174 ના ઓલ-ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ હતી. બીજી તરફ, સોનામાં પણ મજબૂતી જોવા મળી હતી અને તે ₹1,40,444 ના સ્તરની આસપાસ ટ્રેડ થતું જોવા મળ્યું હતું.

Silver Price Record High : આંતરરાષ્ટ્રીય બજારની અસર

સ્થાનિક બજારમાં હાલ ચાંદી ₹2,50,900 પ્રતિ કિલોગ્રામની આસપાસ સ્થિર થઈ છે, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં જ ભાવમાં ₹7,000નો તોતિંગ ઉછાળો આવ્યો છે. આ તેજી પાછળ વૈશ્વિક સંકેતો જવાબદાર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ 80 ડોલર પ્રતિ ઔંસની અત્યંત નજીક પહોંચી ગયો છે, જેની સીધી અસર ભારતીય બજાર પર પડી રહી છે.

Advertisement

Gold-silver price 01_ GUJARAT_FIRST

Gold-silver price 01_ GUJARAT_FIRST

Advertisement

ભારતના મુખ્ય શહેરોમાં ચાંદીના ભાવ (Silver Price Record High)

દિલ્હીમાં આજે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,40,170 રહ્યો છે.

જયપુરમાં ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, ત્યાં ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,53,150 પર પહોંચ્યો છે.

મુંબઈમાં આજે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,51,370 નોંધાયો છે.

કોલકાતામાં ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ ₹2,51,030 ના સ્તરે પહોંચી છે.

ચેન્નાઈમાં આજે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,51,740 જોવા મળ્યો છે.

બેંગલુરુમાં ચાંદીનો પ્રતિ કિલોગ્રામ ભાવ ₹2,51,210 રહ્યો છે.

હૈદરાબાદમાં આજે ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ ₹2,51,410 નોંધાઈ છે.

નાસિકમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,40,550 પર ટ્રેડ થઈ રહ્યો છે.

રાજકોટમાં આજે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,40,870 રહ્યો છે.

પુણેમાં ચાંદીના ભાવે તમામ શહેરોને પાછળ છોડી દીધા છે, ત્યાં પ્રતિ કિલોગ્રામ ભાવ ₹2,68,900 સુધી પહોંચી ગયો છે.

2025માં ચાંદી બની રોકાણકારોની પહેલી પસંદ

વર્ષ 2025માં વળતરની દ્રષ્ટિએ ચાંદીએ સોનાને પણ પાછળ છોડી દીધું છે. આ વર્ષે ચાંદીમાં અંદાજે 181 ટકાનો મંગી ઉછાળો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે, અમેરિકામાં ચાંદીને 'ક્રિટિકલ મિનરલ'નો દરજ્જો મળવો, ખાણકામમાં ઘટાડો અને ઘટતી જતી ઇન્વેન્ટરી આ તેજીના મુખ્ય કારણો છે.

Silver price jump

સોલર અને EV સેક્ટરમાં વધતી માંગ

ઔદ્યોગિક ક્ષેત્રે ચાંદીનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV), સોલર એનર્જી પેનલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ચાંદીની ભારે ડિમાન્ડને કારણે કિંમતો આસમાને પહોંચી છે. હવે ચાંદી માત્ર ઘરેણાં માટેની ધાતુ મટીને એક શક્તિશાળી ઇન્વેસ્ટમેન્ટ ટૂલ બની ગઈ છે.

આ પણ વાંચો : હવે High-Way માં પણ રોકાણ કરી શકાશે, NHAI નો પ્લાન મંજૂર

Tags :
Advertisement

.

×