Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Silver Price Today India : રોકાણકારો માલામાલ! ચાંદીના ભાવમાં એક જ દિવસમાં ₹12,000 નો ઉછાળો

સોનાને પણ ટક્કર મારે તેવી તેજી અત્યારે સફેદ ધાતુમાં જોવા મળી રહી છે. 2026 ના માત્ર 23 દિવસમાં જ બજારનું ચિત્ર બદલાઈ ગયું છે. એક જ દિવસમાં ભાવમાં થયેલા પાંચ આંકડાના વધારાએ બધાને ચોંકાવી દીધા છે. શું તમારા ઘરમાં લગ્ન પ્રસંગ છે? તો આજના ભાવ અને ભવિષ્યની આગાહી જાણી લેવી ખૂબ જરૂરી છે. એક્સપર્ટ્સ હવે સીધો 4 લાખનો આંકડો બતાવી રહ્યા છે.
silver price today india   રોકાણકારો માલામાલ  ચાંદીના ભાવમાં એક જ દિવસમાં ₹12 000 નો ઉછાળો
Advertisement
  • એક જ દિવસમાં ચાંદીમાં રૂ.12,000 નો તોતિંગ વધારો
  • અમદાવાદમાં 1 કિલો ચાંદીનો ભાવ રૂ.3,40,100 થયો
  • MCX પર ચાંદી ઐતિહાસિક સપાટીએ પહોંચી
  • 2026 માં ભાવ 4 લાખ થવાની શક્યતા
  • ખરીદદારો પરેશાન, રોકાણકારોને બખ્ખાં

Silver Price Today India : નવા વર્ષની શરૂઆત સાથે જ બુલિયન માર્કેટ [Bullion Market] માં તોફાની તેજી જોવા મળી રહી છે. સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચતા રોકાણકારો ગેલમાં આવી ગયા છે, જ્યારે ખરીદદારો માટે ચિંતા વધી છે. 24 જાન્યુઆરી 2026 ના રોજ ચાંદીના ભાવમાં પ્રચંડ ઉછાળો નોંધાયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના આંકડા મુજબ, માત્ર એક જ દિવસમાં 1 કિલો ચાંદીના ભાવમાં લગભગ રૂ.11,994 નો વધારો થયો છે, જેના કારણે ભાવ રૂ.3,11,705 ની સપાટીએ પહોંચી ગયો છે.

Silver Price Today India : 2026 ના 23 દિવસમાં જ રેકોર્ડબ્રેક તેજી

વર્ષ 2026 ના માત્ર શરૂઆતી 23 દિવસોમાં જ સોના અને ચાંદીના ભાવમાં કુલ મળીને રૂ.81,285 નો વધારો થયો છે. 31 ડિસેમ્બર 2025 ના રોજ જે ચાંદી રૂ.2,35,701 પ્રતિ કિલો હતી, તે હવે રેકોર્ડ ઝોનમાં ટ્રેડ થઈ રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ [MCX Trading] પર પણ ચાંદીના વાયદા બજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. અહીં ચાંદીનો ફ્યુચર પ્રાઈઝ 4% એટલે કે રૂ.12,638 ઉછળીને રૂ.3,39,927 પ્રતિ કિલોના નવા શિખરે પહોંચ્યો છે.

Advertisement

Silver Rate Today India

Advertisement

Silver price today India : દેશભરમાં ચાંદીના ભાવ

અખિલ ભારતીય સરાફા સંઘના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ચાંદીના ભાવમાં રૂ.9,500 નો ઉછાળો આવ્યો છે અને ટેક્સ સાથે ભાવ રૂ.3,29,500 થયો છે

મુખ્ય શહેરનો ભાવ આ મુજબ છે

અમદાવાદ: ગુજરાતના અમદાવાદમાં આજે 1 કિલો ચાંદીનો ભાવ રૂ.3,40,100 ના ઐતિહાસિક સ્તરે પહોંચ્યો છે.

સુરત: ડાયમંડ સિટી સુરતમાં પણ ચાંદી રૂ.3,40,100 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

વડોદરા: વડોદરાના બજારમાં આજે ચાંદીનો ભાવ રૂ.3,40,100 પ્રતિ કિલો નોંધાયો છે.

દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ચાંદી રૂ.3,40,100 પ્રતિ કિલોના ભાવે ટ્રેડ થઈ રહી છે.

મુંબઈ: આર્થિક પાટનગર મુંબઈમાં ગ્રાહકોએ 1 કિલો ચાંદી માટે રૂ.3,40,100 ચૂકવવા પડશે.

કોલકાતા: કોલકાતામાં પણ ચાંદીનો ભાવ રૂ.3,40,100 પ્રતિ કિલો સ્થિર રહ્યો છે.

ચેન્નાઈ: ચેન્નાઈમાં ચાંદી અન્ય શહેરો કરતા મોંઘી છે, અહીં ભાવ રૂ.3,45,100 પ્રતિ કિલો છે.

બેંગ્લોર: બેંગ્લોરમાં ચાંદીનો લેટેસ્ટ ભાવ રૂ.3,40,100 પ્રતિ કિલો છે.

હૈદરાબાદ: હૈદરાબાદમાં ચાંદીનો ભાવ આસમાને છે, અહીં 1 કિલોનો ભાવ રૂ.3,60,100 છે.

કેરળ: કેરળ રાજ્યમાં પણ ચાંદી રૂ.3,60,100 પ્રતિ કિલોના સૌથી ઉંચા ભાવે વેચાઈ રહી છે.

ભુવનેશ્વર: ભુવનેશ્વરમાં ચાંદીનો ભાવ રૂ.3,60,100 પ્રતિ કિલો નોંધાયો છે.

silver rate in Ahmedabad

શું ચાંદી 4 લાખને પાર પહોંચશે?

બજારના નિષ્ણાતો માની રહ્યા છે કે ચાંદીની આ દોડ હજુ અટકશે નહીં. મોતીલાલ ઓસ્વાલ [Motilal Oswal] ના અંદાજ મુજબ 2026 માં ચાંદી રૂ.3.20 લાખ સુધી રહી શકે છે, જ્યારે સેમકો સિક્યોરિટીઝ [Samco Securities] નો દાવો છે કે ભાવ રૂ.3.94 લાખ સુધી જઈ શકે છે. કોમોડિટી એક્સપર્ટ નીલેશ સુરાનાના મતે ગ્રીન એનર્જી અને ઈલેક્ટ્રિક વ્હીકલ (EV Sector) માં ચાંદીની વધતી માંગ ભાવને રૂ.4 લાખની નજીક લઈ જઈ શકે છે. પ્રખ્યાત લેખક રોબર્ટ કિયોસાકી [Robert Kiyosaki] એ તો 200 ડોલર પ્રતિ ઔંસની આગાહી કરી છે.

ભાવ વધારા પાછળના મુખ્ય કારણો

વૈશ્વિક બજાર [Global Market] માં ચાંદીનો ભાવ 99.46 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયો છે, જેની સીધી અસર ભારતીય બજારો પર પડી છે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયાની વધઘટ, આયાત શુલ્ક અને ઔદ્યોગિક માંગ પણ ભાવ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

આ પણ વાંચો : Amazon માં આગામી સપ્તાહે છટણીની તૈયારી, 30000ની નોકરીઓ પર ખતરો

Tags :
Advertisement

.

×