Silver Price : ચાંદીની ચમક વધી ! માર્કેટ ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં 3000નો ઉછાળો, જાણો નવા ભાવ
2025માં સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સપ્તાહની શરૂઆતમાં ચાંદીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોમવારે MCX પર ચાંદીના ભાવમાં લગભગ ₹3,000નો વધારો થયો છે અને તે ₹1.95 લાખ પ્રતિ કિલો નજીક પહોંચી છે. સાથે જ સોનાના ભાવ પણ તેજી સાથે લાઈફ ટાઈમ હાઈ નજીક પહોંચ્યા છે.
Advertisement
- Silver Price : ચાંદીના ભાવમાં મોટો ઉછાળો
- સપ્તાહની શરૂઆતમાં ચાંદી મોંઘી, સોનામાં પણ તેજી
- ચાંદી રૂ.1.95 લાખ પાર, સોનાનો ભાવ લાઈફ ટાઈમ હાઈ નજીક
- સોના-ચાંદીના ભાવ ફરી ઉંચકાયા, બજારમાં ગરમાવો
Silver Price : સોના-ચાંદીના ભાવમાં 2025માં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ક્યારેક સોના-ચાંદીની કિંમતમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. તો ક્યારેક તેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે આજે ચાંદીના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ખુલતા જ ચાંદીના ભાવમાં ₹ 3000ની આસપાસ પહોંચી ગયા છે. દરમિયાન સોનાના ભાવમાં પણ વધારો થયો છે.

