Stock Market:શેરબજારમાં તેજી બાદ ઘટાડો, સેન્સેક્સમાં 400 પોઈન્ટ તૂટયો
- શેરબજારમાં તેજી બાદ ઘટાડો
- સેન્સેક્સમાં 400 પોઈન્ટ તૂટયો
- વૈશ્વિક બજારોમાં નબળા સંકેતો
Stock Market:શરૂઆતનાં તેજી સાથે ખુલ્યા બાદ શેર બજાર નીચું આવી ગયું હતું. સેન્સેક્સ હાલ 320 થી વધુ પોઈન્ટ ઘટીને 77,330 પર અને નિફ્ટી 111 પોઈન્ટ ઘટીને 23,414 પર કારોબાર કરી રહ્યો છે. વૈશ્વિક બજારોમાં નબળા સંકેતો જોવા મળી રહ્યા છે. ડાઓ ફ્યુચર્સ 150 પોઈન્ટ અને નિક્કેઈ 300 પોઈન્ટ નીચે ગયો હતો.
આ 7 શેરમાં ઘટાડો
ટેક મહિન્દ્રા, અદાણી એન્ટરપ્રાઈઝ, અપોલો હોસ્પિટલ, એચસીએલ ટેક, અદાણી પોર્ટ્સ, હિંડાલ્કો, બજાજ ફાઈનાન્સ અને ટીસીએસના શેરમાં 0.97 થી 9.33 ટકા સુધી વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક, બીપીસીએલ, ટાટા મોટર્સ, ટાઈટન, હિરો મોટોકૉર્પ, ટાટા કંઝ્યુમર્સ અને નેસ્લે ઈન્ડિયાના શેરમાં 0.19 થી 4.67 ટકા સુધી ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો -અઠવાડીયામાં 90 કલાક કામ કરો, મારુ ચાલે તો હું રવિવારે પણ કર્મચારીઓ પાસે કામ કરાવત
મિડકેપ શેરની સ્થિતિ
અદાણી પાવર, ગ્લેન્ડ, જેએસડબ્લ્યુ એનર્જી, જિંદાલ સ્ટીલ અને ક્રિસિલના શેરમાં 1.18 થી 4.99 ટકા સુધી વધારો જોવા મળી રહ્યો છે. એયુ સ્મૉલ ફાઈનાન્સ, મેક્સ હેલ્થકેર, આઈડીબીઆઈ બેન્ક અને ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટના શેરમાં 0.87 થી 2.2 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો -નોકરી શોધો છો?, 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 24 લાખ નોકરીઓની માગ હશે
સ્મોલકેપ શેરની સ્થિતિ
દીપ પોલિમર્સ, એસએમએસ ફાર્મા, સાધના નિટ્રો, અને વિષ્ણુ કેમિકલ્સના શેરમાં 4.81 થી 8.61 ટકા સુધી ઉછાળો જોવા મળી રહ્યો છે. મહિન્દ્રા સીઆઈઈ, પીસી જ્વેલર્સ અને ખાદિમ ઈન્ડિયાના શેર 4.24 થી 8.14 ટકા સુધી તૂટ્યા છે.