ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

STOCK MARKET : શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 802 અને નિફટી 215 પોઈન્ટ તૂટયો

STOCK MARKET : ભારતીય શેરબજારમાં (Stock Market) સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. સોમવારના શાનદાર ઉછાળા બાદ બીજા દિવસે મંગળવારે ભારતીય શેરબજારના રોકાણકારો નિરાશ થયા હતા. મંગળવાર ખૂબ જ અશુભ દિવસ સાબિત થયો છે....
05:00 PM Jan 30, 2024 IST | Hiren Dave
STOCK MARKET : ભારતીય શેરબજારમાં (Stock Market) સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. સોમવારના શાનદાર ઉછાળા બાદ બીજા દિવસે મંગળવારે ભારતીય શેરબજારના રોકાણકારો નિરાશ થયા હતા. મંગળવાર ખૂબ જ અશુભ દિવસ સાબિત થયો છે....
Stock Market Crash

STOCK MARKET : ભારતીય શેરબજારમાં (Stock Market) સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. સોમવારના શાનદાર ઉછાળા બાદ બીજા દિવસે મંગળવારે ભારતીય શેરબજારના રોકાણકારો નિરાશ થયા હતા. મંગળવાર ખૂબ જ અશુભ દિવસ સાબિત થયો છે. એનર્જી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.આજે માર્કેટમાં રોકાણકારો દ્વારા ભારે વેચાવલીના કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે BSEનો સેન્સેક્સ 802  પોઈન્ટના ઘટડા સાથે 71,139 અંક પર બંધ થયો છે. જ્યારે NSEનો નિફટી 215 પોઈન્ટના ઘટાડા સાથે 21,522 અંક પર બંધ રહ્યો હતો.

 

શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો થયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 375.38 લાખ કરોડ થયું છે જે ગયા સત્રમાં રૂ. 377.13 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.75 લાખ કરોડનો ઘટાડો થયો છે.

બજારની સ્થિતિ

આજના કારોબારમાં એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, કોમોડિટી, ઈન્ફ્રા, એફએમસીજી, ફાર્મા આઈટી, ઓટો, બેન્કિંગ સેક્ટરના શેરો બજારમાં ઘટાડા સાથે બંધ થયા છે. માત્ર મેટલ્સ, રિયલ એસ્ટેટ અને મીડિયા શેરોમાં જ ઉછાળો જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડ કેપ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે સ્મોલ કેપ શેરો ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 નુકસાન સાથે અને 5 વધ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 14 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 36 નુકસાન સાથે બંધ થયા હતા.

વધતા-ઘટતા શેરો

આજના ટ્રેડિંગમાં BPCL 2.34 ટકા, ટાટા મોટર્સ 2.12 ટકા, ગ્રાસિમ 1.03 ટકા, આઇશર મોટર્સ 0.97 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 0.86 ટકા, SBI 0.61 ટકા, HUL 0.58 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે બજાજ ફાઇનાન્સ 5.21 ટકા, ટાઇટન 3.39 ટકા, બજાજ ફિનસર્વ 2.83 ટકા, NTPC 2.80 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

 

આ  પણ  વાંચો  - Stock Market : બજેટ પહેલા શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં1241 પોઈન્ટનો ઉછાળો

 

 

Tags :
breaking newsSESENSEXStock Market Closing On 30 January 2024Stock Market Crash
Next Article