Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Share market: શેરબજારમાં તેજી,સેન્સેક્સમાં 1578 પોઈન્ટનો બમ્પર ઉછાળો

શાનદાર તેજી સાથે માર્કેટ બંધ ટેરિફ રાહતથી બધા સેક્ટરમાં હરિયાળી સેન્સેક્સમાં 1578 પોઈન્ટનો બમ્પર ઉછાળો Share market: અમેરિકાના ટેરિફ પર નરમ વલણ પછી બજારમાં (Share market)સુધારો ચાલુ છે.મંગળવારે પણ, BSE સેન્સેક્સ 1577.63 પોઈન્ટના મજબૂત ઉછાળા પછી 76,734.89 ના સ્તરે...
share market  શેરબજારમાં તેજી સેન્સેક્સમાં 1578 પોઈન્ટનો બમ્પર ઉછાળો
Advertisement
  • શાનદાર તેજી સાથે માર્કેટ બંધ
  • ટેરિફ રાહતથી બધા સેક્ટરમાં હરિયાળી
  • સેન્સેક્સમાં 1578 પોઈન્ટનો બમ્પર ઉછાળો

Share market: અમેરિકાના ટેરિફ પર નરમ વલણ પછી બજારમાં (Share market)સુધારો ચાલુ છે.મંગળવારે પણ, BSE સેન્સેક્સ 1577.63 પોઈન્ટના મજબૂત ઉછાળા પછી 76,734.89 ના સ્તરે બંધ થયો હતો. એ જ રીતે, નિફ્ટી 50 પણ 500 પોઈન્ટના ઉછાળા પછી 23,328.55 પર બંધ થયો. બેંક નિફ્ટી પણ 1377.15 પોઈન્ટના જંગી વધારા સાથે ૫૨,૩૭૯.૫૦ ના સ્તરે બંધ થયો. આજના વધારા સાથે, રોકાણકારોએ એક દિવસમાં લગભગ 10 લાખ કરોડ રૂપિયા કમાયા.

નિફ્ટી ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા

અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે, ભારતીય શેરબજારમાં બધી સારી બાબતો જોવા મળી. આજે બજાર બંધ થવાના સમયે, BSE સેન્સેક્સ 1577.63 પોઈન્ટ એટલે કે 2.10 ટકાના ઉછાળા સાથે 76,734.89 પર બંધ થયો હતો. જ્યારે NSE નિફ્ટી 50.500 પોઈન્ટના વધારા સાથે 23,328.55 પર બંધ થયો હતો. દરમિયાન, બધા નિફ્ટી ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા હતા.

Advertisement

આ પણ  વાંચો -GOOD NEWS : મોંઘવારીને લઈને સામાન્ય લોકોને મળશે રાહત, જાણો સમગ્ર અહેવાલ

Advertisement

રોકાણકારો માટે શુભકામનાઓ

ભારતીય શેરબજારના રોકાણકારો માટે શુભકામનાઓ લઈને આવ્યું. અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા વિશ્વભરના દેશોને ટેરિફમાં 90 દિવસની રાહત આપ્યા બાદ સ્થાનિક બજારમાં ભારે તેજી જોવા મળી. આજે BSE સેન્સેક્સ 1639 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે 76,852 પોઈન્ટ પર ખુલ્યો અને NSE નિફ્ટી 50 ઈન્ડેક્સ 539 પોઈન્ટના શાનદાર ઉછાળા સાથે 23,368 પોઈન્ટ પર ખુલ્યો.આના પરિણામે રોકાણકારોને જબરદસ્ત કમાણી થઈ હતી.

આ પણ  વાંચો -દૂધ-દહીં કરતાં પણ સસ્તું થયું Crude oil,પણ પેટ્રોલનાં ભાવ ક્યારે ઘટશે?

શેરબજારને થયેલા નુકસાનની ભરપાઈ 555 મિનિટમાં થઈ

જ્યારે બજાર બંધ થવાના સમયે, BSE સેન્સેક્સ 1577.63 પોઈન્ટ એટલે કે +2.10%ના ઉછાળા સાથે 76,734.89 પર બંધ થયો હતો. જ્યારે NSE નિફ્ટી ૨.૧૯% પોઈન્ટના વધારા સાથે 23,328.55 પર બંધ થયો હતો. દરમિયાન, બધા નિફ્ટી ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા હતા. આ સમયગાળા દરમિયાન, BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 8.7 લાખ કરોડ રૂપિયા વધીને 410.24 લાખ કરોડ રૂપિયા થયું. આ રીતે, રોકાણકારોને જબરદસ્ત લાભ મળ્યો છે. ખાસ વાત એ છે કે ટ્રમ્પના ટેરિફને કારણે એપ્રિલમાં શેરબજારને થયેલા નુકસાનની ભરપાઈ 555 મિનિટમાં થઈ ગઈ છે.

છેલ્લા ટ્રેડિંગ દિવસની સ્થિતિ

વૈશ્વિક બજારોમાં મિશ્ર કારોબાર વચ્ચે ભારતીય શેરબજારોમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 1310.11 પોઈન્ટ અથવા 1.77 ટકા વધીને 75,157.26 પર બંધ થયો હતો.

Tags :
Advertisement

.

×