ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Stock Market : શેરબજારમાં છ દિવસની તેજી પર બ્રેક,સેન્સેક્સમાં 693 પોઈન્ટનો કડાકો

શેર બજાર માં ફરી તેજી પર બ્રેક વાગી (Stock Market:) સેન્સેક્સ 693.86 પોઇન્ટ ઘટાડા સાથે બંધ નિફ્ટી લગભગ 0.9 ટકા ઘટીને બંધ થયો Stock Market:  શેર બજાર(Stock Marke)માં ફરી તેજી પર બ્રેક વાગી ગઇ છે.જેમાં ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 693.86...
05:07 PM Aug 22, 2025 IST | Hiren Dave
શેર બજાર માં ફરી તેજી પર બ્રેક વાગી (Stock Market:) સેન્સેક્સ 693.86 પોઇન્ટ ઘટાડા સાથે બંધ નિફ્ટી લગભગ 0.9 ટકા ઘટીને બંધ થયો Stock Market:  શેર બજાર(Stock Marke)માં ફરી તેજી પર બ્રેક વાગી ગઇ છે.જેમાં ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 693.86...
Stock Market today

Stock Market:  શેર બજાર(Stock Marke)માં ફરી તેજી પર બ્રેક વાગી ગઇ છે.જેમાં ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 693.86 પોઇન્ટ ઘટાડા સાથે 81,306.85 પર બંધ થયો.જ્યારે નિફ્ટી 213.65 પોઇન્ટ ઘટાડા સાથે 24,870.10 પર બંધ થયો છે.શેરબજારમાં 6 દિવસની તેજી અટકી ગઈ છે. સેન્સેક્સ, નિફ્ટી લગભગ 0.9 ટકા ઘટીને બંધ થયો. બેંકિંગ શેરોમાં દબાણ, ઇન્ડેક્સ 1 ટકાથી વધુ ઘટ્યો.મેટલ,એફએમસીજી,ઓઇલ-ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી.

ફાર્મા ઇન્ડેક્સ વધારા સાથે બંધ

મેટલ, ઓઇલ-ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી. આઇટી, રિયલ્ટી, એનર્જી શેરોમાં દબાણ રહ્યું જ્યારે ફાર્મા ઇન્ડેક્સ વધારા સાથે બંધ થયો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 693.86 પોઈન્ટ ઘટીને 81,306.85 પર બંધ થયો. નિફ્ટી 213.65 પોઈન્ટ ઘટીને 24,870.10 પર બંધ થયો છે.

sian Paints, UltraTech Cement માં વેચાણ

આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી મોટાભાગના લાલ નિશાનમાં બંધ થયા. એશિયન પેઇન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ, ITC અને HCL ટેક્નોલોજીસના શેરોમાં સૌથી વધુ વેચવાલી નોંધાઈ. જોકે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M), મારુતિ સુઝુકી ઇન્ડિયા, BEL, ભારતી એરટેલ અને સન ફાર્માસ્યુટિકલના શેર વધારા સાથે બંધ થયા.આજે NSE પર મિડ અને સ્મોલકેપ શેરો પણ દબાણ હેઠળ આવ્યા. આ કારણે, નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 0.17 ટકા ઘટ્યો. તે જ સમયે, નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ પણ 0.28 ટકા ઘટ્યો.

આ પણ  વાંચો -Nazara Tech Shares : 3 દિવસમાં 18% તૂટ્યો આ શેર, શું અત્યારે ખરીદવા જોઈએ કે પછી દૂર જ રહેવું જોઈએ?

FMCG અને બેંકિંગ શેરોમાં ઘટાડો

સેક્ટર મુજબ કામગીરીની વાત કરીએ તો, આજે મોટાભાગના સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા. નિફ્ટી FMCG અને બેંકિંગ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી.

બજારમાં ઘટાડાનું કારણ શું છે?

યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના ભાષણ પહેલા શેરબજારના રોકાણકારો સાવચેતીભર્યા વલણ અપનાવી રહ્યા છે. જેક્સન હોલ ખાતે તેમના કાર્યકાળના અંત પહેલા આ તેમનું છેલ્લું ભાષણ છે. તેઓ શુક્રવારે સવારે 10 વાગ્યે (EDT) તેમનું ભાષણ શરૂ કરશે અને તે લગભગ 15 મિનિટ લાંબું હોઈ શકે છે. જેક્સન હોલ ઇકોનોમિક પોલિસી સિમ્પોઝિયમ 2025 21-23 ઓગસ્ટના રોજ યોજાઈ રહ્યું છે.

આ પણ  વાંચો -Multibagger Stocks : આ શેર નીકળ્યો સોનાનો ખજાનો, 1 લાખના બનાવી દીધા 10 કરોડ રૂપિયા

યુએસ ફેડે વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી

ડિસેમ્બર 2024માં 50 બેસિસ પોઈન્ટ ઘટાડ્યા પછી યુએસ ફેડે વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. ત્યારથી, પોવેલ અને FOMC સભ્યો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દર ઘટાડવાના દબાણ સામે ઝૂક્યા નથી. પોવેલ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાના કોઈપણ સંકેત બજારમાં તેજીનું વાતાવરણ બનાવી શકે છે. તેમણે અગાઉ કહ્યું હતું કે તેઓ આગામી આર્થિક ડેટાના આધારે વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેશે.

Tags :
BankFMCGGujrata FirstHiren daveIT stocksNiftySensexStock MarketStock Market hindi
Next Article