Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Stock Market Rally Today : શેરબજારમાં મોટો ધડાકો! સેન્સેક્સ 2700 પોઈન્ટ ઉછળ્યો

અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત થતા ભારતીય શેરબજાર [Stock Market] માં તેજીનો માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 2700 અંક અને નિફ્ટીમાં 800 અંકનો જંગી ઉછાળો આવ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવ ઘટતા અને વૈશ્વિક સંકેતો પોઝિટિવ રહેતા રોકાણકારોએ ગણતરીની મિનિટોમાં જંગી કમાણી કરી છે.
stock market rally today   શેરબજારમાં મોટો ધડાકો  સેન્સેક્સ 2700 પોઈન્ટ ઉછળ્યો
Advertisement
  •  Stock Market Rally Today : શેરબજારમાં તેજીનું વાવાઝોડું!
  • સેન્સેક્સમાં 2700 અને નિફ્ટીમાં 800 અંકની છલાંગ
  • અમેરિકા-ઈરાન સીઝફાયર બાદ રોકાણકારો માલામાલ
  • ક્રૂડ ઓઈલ સસ્તું થતા માર્કેટ સેન્ટિમેન્ટમાં સુધારો
  • L&T, Indigo અને Adani ના શેરમાં બમ્પર ઉછાળો
    એક જ ઝટકામાં રોકાણકારોની સંપત્તિમાં કરોડોનો વધારો

Stock Market Rally Today વૈશ્વિક બજાર (Global Market) માંથી મળેલા પોઝિટિવ સંકેતોને પગલે ભારતીય શેરબજાર (Stock Market) માં બુધવારે ઐતિહાસિક તેજી જોવા મળી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા સીઝફાયર (US-Iran Ceasefire) ને કારણે રોકાણકારોની ચિંતા દૂર થઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE Sensex) તેના પાછલા બંધ 74,616.58 ની સરખામણીએ સીધો 77,290 ના સ્તરે ખુલ્યો હતો અને થોડી જ સેકન્ડોમાં 2700 અંક વધીને 77,392 ની સપાટીએ પહોંચી ગયો હતો.

Stock Market Rally Today નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો 

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE Nifty) ની વાત કરીએ તો, નિફ્ટીમાં પણ 800 અંકની તગડી છલાંગ જોવા મળી હતી. નિફ્ટી 23,855 પર ઓપન થયા બાદ તરત જ 23,938 ના લેવલ પર પહોંચી ગયો હતો. મધ્ય પૂર્વના તણાવમાં ઘટાડો થતા જ બજારના તમામ સેક્ટરમાં હરિયાળી જોવા મળી હતી.

Advertisement

Advertisement

દિગ્ગજ શેરોમાં બમ્પર તેજી 

બજારમાં આ તેજીના કારણે અનેક શેરોમાં મોટો ઉછાળો આવ્યો છે. ખાસ કરીને ઇન્ડિગો (IndiGo) ના શેરમાં 10%, એલ એન્ડ ટી (L&T) માં 8%, બજાજ ફાઇનાન્સમાં 7% અને અદાણી પોર્ટ્સ (Adani Ports) માં 7% સુધીની તેજી જોવા મળી હતી. આ ઉપરાંત, HDFC બેંક, SBI અને રિલાયન્સ (Reliance) જેવા મોટા શેરો પણ 3 થી 5 ટકાની મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યા હતા.

તેજી પાછળના મુખ્ય કારણો 

શેરબજારમાં આવેલી આ સુનામી જેવી તેજી પાછળનું મુખ્ય કારણ અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધની ટેન્શન (US-Iran War Tension End) ઓછી થવી છે. આ ઉપરાંત, ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો (Crude Oil Price Crash) થવાથી મોંઘવારી ઘટવાની આશા જાગી છે, જેણે માર્કેટના સેન્ટિમેન્ટને મજબૂત બનાવ્યું છે.

આ પણ વાંચો : Crude Oil Price Crash : અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયર થતા જ ક્રૂડ ઓઈલના ભાવ ધડાધડ તૂટ્યા, $26 પ્રતિ બેરલનો ઘટાડો

Tags :
Advertisement

.

×