ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Stock Market Closing: શેરબજારમાં તેજી સાથે બંધ,આ શેર બન્યા રોકેટ

શેરબજારમાં તેજી સાથે બંધ સેન્સેક્સમાં 410 પોઈન્ટનો ઉછાળો તેજસ અને બ્રહ્મોસ મિસાઇલમાં તેજી Stock Market :બુધવારે શેરબજાર (Stock Market )વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયું. આ પહેલા બજારમાં સતત 3 દિવસ સુધી ઘટાડો જોવા મળ્યો હતો. આજે, BSE Sensex...
04:30 PM May 21, 2025 IST | Hiren Dave
શેરબજારમાં તેજી સાથે બંધ સેન્સેક્સમાં 410 પોઈન્ટનો ઉછાળો તેજસ અને બ્રહ્મોસ મિસાઇલમાં તેજી Stock Market :બુધવારે શેરબજાર (Stock Market )વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયું. આ પહેલા બજારમાં સતત 3 દિવસ સુધી ઘટાડો જોવા મળ્યો હતો. આજે, BSE Sensex...
stock market today

Stock Market :બુધવારે શેરબજાર (Stock Market )વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયું. આ પહેલા બજારમાં સતત 3 દિવસ સુધી ઘટાડો જોવા મળ્યો હતો. આજે, BSE Sensex 410.19 પોઈન્ટ (0.51%) ના વધારા સાથે 81,596.63 પોઈન્ટ પર બંધ થયો. એ જ રીતે, આજે NSEનો નિફ્ટી 50 પણ 129.55 પોઈન્ટ (0.52%) ના વધારા સાથે 24,813.45 પોઈન્ટ પર બંધ થયો. તમને જણાવી દઈએ કે આજે ટ્રેડિંગ દરમિયાન એક સમયે સેન્સેક્સ ૮૨,૦૨૧.૬૪ પોઈન્ટ અને નિફ્ટી ૨૪,૯૪૬.૨૦ પોઈન્ટ પર પહોંચી ગયો હતો, ત્યારબાદ તેમાં ફરી ઘટાડો શરૂ થયો હતો.

નિફ્ટીમાં નજીવો ઉછાળો જોવા

બજારના આરંભે આજે સેન્સેકસ અને નિફ્ટીમાં નજીવો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેકસમાં 126.70 (0.16%)ના ઉછાળા સાથે 81,313.13ના સ્તર પર ખૂલ્યો. અને આ જ સમયે નિફ્ટી 51.60 (0.21%)ના ઉછાળા સાથે 24,735.50ના સ્તર પર ખૂલ્યો. આજે બુધવારે સંરક્ષણ ક્ષેત્રની કંપની ડેટા પેટર્ન્સ (ઇન્ડિયા) લિમિટેડના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. જણાવી દઈએ કે ડેટા પેટર્ન્સ (ઇન્ડિયા) લિમિટેડ તેજસ અને બ્રહ્મોસ મિસાઇલ જેવા ફાઇટર એરક્રાફ્ટમાં વપરાતી ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ્સનું ઉત્પાદન કરે છે. બ્રહ્મોસ મિસાઈલ ભારતની સૌથી ઝડપી અને સૌથી શક્તિશાળી મિસાઈલોમાંની એક છે, જે તેની ઉચ્ચ ગતિ અને ચોકસાઈ માટે જાણીતી છે. આજે ટ્રેડિંગ દરમિયાન શેરમાં 4% થી વધુનો વધારો થયો હતો. તેની કિંમત 2829 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

આ પણ  વાંચો -Pakistan Food Crisis: પાક.માં લાખો લોકો ભૂખમરાના ભયનો કરી રહ્યા છે સામનો, UN રિપોર્ટમાં ખુલાસો

બજાજ ફિનસર્વના શેરમાં મોટો ઉછાળો

વધુમાં સેન્સેક્સની 30 માંથી 24 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને બાકીની 6 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, આજે નિફ્ટી ૫૦ ની ૫૦ માંથી ૩૭ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૩ કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. આજે, સેન્સેક્સ કંપનીઓમાં, બજાજ ફિનસર્વના શેર સૌથી વધુ 2.02 ટકાના વધારા સાથે બંધ થયા, જ્યારે ઇન્ડસઇન્ડ બેંકના શેર 1.87 ટકાના ઘટાડા સાથે બંધ થયા.

આ પણ  વાંચો -Share Market Crash : શેરબજારમાં ગાબડું, સેન્સેક્સમાં 800 પોઈન્ટની અફરાતફરી

આ શેર લાલ નિશાન પર બંધ થયા

બીજી તરફ, બુધવારે કોટક મહિન્દ્રા બેંકના શેર 0.77 ટકા, પાવર ગ્રીડ 0.65 ટકા, ITC 0.55 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.42 ટકા અને મારુતિ સુઝુકીના શેર 0.17 ટકા ઘટ્યા હતા.

Tags :
Bajaj Financebajaj finservBSEIndusind BankITCKotak Mahindra BankNiftyNifty 50NSEPOWERGRIDSensexshare-marketStock MarketSunpharmaTata SteelTech Mahindra
Next Article