Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Stock Market Closing Today : સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો, જાણો શું છે માર્કેટના ક્લોસિંગ અપડેટ!

સોમવારે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં સેન્સેક્સ 508.40 અંક ઘટીને 74,267.34 પર અને નિફ્ટી 165.15 અંક તૂટીને 23,382.60 પર બંધ રહ્યો હતો. FMCG, PSU બેંક અને ઓટો સેક્ટરમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવ અને RBI ની આગામી નીતિને લઈને રોકાણકારોમાં સતર્કતા જોવા મળી રહી છે. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
stock market closing today   સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો  જાણો શું છે માર્કેટના ક્લોસિંગ અપડેટ
Advertisement

Stock Market Closing Today : ભારતીય શેરબજાર (Indian Stock Market) માટે સોમવારનો દિવસ અત્યંત નિરાશાજનક રહ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે જ બજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી, જેના કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું છે. શરૂઆતી તેજી બાદ બજારમાં આવેલી આક્રમક વેચવાલીને કારણે મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે.

Stock Market Closing Today : માર્કેટનું ખરાબ પ્રદર્શન

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ 508.40 અંકના ઘટાડા સાથે 74,267.34 પર બંધ થયો છે. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 165.15 અંક તૂટીને 23,382.60 ના સ્તરે પહોંચી ગયો છે. બજારમાં FMCG, PSU Bank, Auto અને Realty સેક્ટરમાં ભારે દબાણ જોવા મળ્યું હતું.

Advertisement

ટેકનિકલ નબળાઈ અને રોકાણકારોની ચિંતા

બજારના નિષ્ણાતોના મતે, નિફ્ટીએ 23,500 નો મહત્વનો મનોવૈજ્ઞાનિક સપોર્ટ તોડ્યો છે, જે ટેકનિકલ રીતે નબળાઈ દર્શાવે છે. હવે 23,250 નો સ્તર મજબૂત સપોર્ટ તરીકે કામ કરી શકે છે. જો આ સ્તર પણ તૂટે તો બજારમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. બીજી બાજુ, 23,500 પર હવે મોટો રેઝિસ્ટન્સ (Resistance) જોવા મળશે. મિડકેપ (Midcap) અને સ્મોલકેપ (Smallcap) ઇન્ડેક્સમાં પણ અનુક્રમે 1.45% અને 0.88% નો ઘટાડો નોંધાતા નાના રોકાણકારોમાં ગભરાટ જોવા મળ્યો છે.

Advertisement

કયા શેર વધ્યા અને કયા ઘટ્યા?

આજના ટ્રેડિંગ સેશનમાં HUL, શ્રીરામ ફાઇનાન્સ, ITC, NTPC અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા શેરોમાં 2.83% સુધીનો કડાકો આવ્યો છે. જોકે, આઈટી (IT) સેક્ટરે બજારને વધુ તૂટતું બચાવ્યું છે. ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ અને TCS ના શેરોમાં આજે તેજી જોવા મળી છે.

ઘટાડા પાછળના મુખ્ય કારણો

આજના ઘટાડા પાછળ વૈશ્વિક અને સ્થાનિક બંને કારણો જવાબદાર છે. અમેરિકા અને ઈરાન (USA-Iran) વચ્ચેના કૂટનીતિક તણાવ અને આગામી RBI ની મૌદ્રિક નીતિ (Monetary Policy) તથા GDP ના આંકડાઓને લઈને રોકાણકારો અત્યારે સાવધ અભિગમ અપનાવી રહ્યા છે.

આ પણ વાંચો : Gold Price In India : જૂન મહિનાની શરૂઆતમાં જ ગ્રાહકોને રાહત, જાણો વિવિધ શહેરોના લેટેસ્ટ રેટ

Tags :
Advertisement

.

×