Stock Market Crash : સેન્સેક્સ 657 પોઈન્ટનું ગાબડું, ટેરિફ ટેરર ગુરુવારે પણ યથાવત
- Stock Market Crash,
- અમેરિકા દ્વારા ભારત પર 50% ટેરિફ લાદ્યા બાદ શેરબજારમાં તીવ્ર ઘટાડો
- મંગળવારથી ગુરુવાર સુધી ઘટાડાનો ટ્રેન્ડ યથાવત રહ્યો
- BSE પર સેન્સેક્સ ખુલતાની સાથે જ તે 657 પોઈન્ટ ઘટ્યો
Stock Market Crash : ગુરુવારે શેરબજાર ખુલતાની સાથે જ અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50% ટેરિફની અસર જોવા મળી. BSE પર સેન્સેક્સ ખુલતાની સાથે જ તે 657 પોઈન્ટ ઘટીને 80,124 ના સ્તરે સરકી ગયો. સેન્સેક્સની જેમ નિફ્ટીએ પણ તેના પાછલા બંધની તુલનામાં ઘટાડા સાથે વેપાર શરૂ કર્યો અને 200 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો. બજારમાં ઘટાડા વચ્ચે બેંકિંગ શેરો અને આઈટી-ટેક કંપનીઓ ક્રેશ થઈ ગયા.
Stock Market Crash ડીટેલ્સ
27 ઓગસ્ટના રોજ ટ્રમ્પ દ્વારા ભારત પર વધારાનો 25% ટેરિફ લાદવામાં આવ્યો હતો. જો કે ગણેશ ચતુર્થીના અવસર પર ભારતીય શેરબજાર બંધ હતું. ગુરુવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે ટેરિફની સીધી અસર સેન્સેક્સ-નિફ્ટી પર જોવા મળી. BSE નો સેન્સેક્સ તેના અગાઉના બંધ 80, 786.54 ની સરખામણીમાં 80,754 પર ખુલ્યો અને પછી થોડીવારમાં તે 657.33 પોઈન્ટના ઘટાડા સાથે 80,124 પર ટ્રેડ થતો જોવા મળ્યો. NSE નિફ્ટીની વાત કરીએ તો આ ઈન્ડેક્સ તેના અગાઉના બંધ 25,712 ની સરખામણીમાં 24, 695.80 પર ખુલ્યો અને પછી સેન્સેક્સની જેમ તે 200 પોઈન્ટના તીવ્ર ઘટાડો સાથે 24,512 ના સ્તરે પહોંચ્યો.
Stock Market Crash Gujarat First-28-08-2025-
આ પણ વાંચોઃ ભારત અને અમેરિકા વચ્ચે Tariff અંગે વાતચીતના દરવાજા હજુ પણ ખુલ્લા, બંને તરફથી સંકેતો મળ્યા
1458 શેર રેડ ઝોનમાં
જ્યારે શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ શરુ થયો ત્યારે 1458 કંપનીઓના રેડ ઝોનમાં આવી ગઈ. આ ઉપરાંત 1023 કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં ખુલ્યા. આ ઉપરાંત 195 શેર એવા હતા જેમની શરૂઆત ફ્લેટ રહી હતી. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન જ્યારે શ્રીરામ ફાયનાન્સ, ICICI, HCL ટેક, Jio ફાયનાન્સ, NTPC અને HDFC બેંક તેમજ ઈન્ફોસિસના શેરમાં તીવ્ર ઘટાડો થયો, ત્યારે હીરો મોટોકોર્પ, એશિયન પેઈન્ટ્સ અને ટાઈટન જેવા શેર ઘટી રહેલા બજારમાં પણ ગ્રીન ઝોનમાં જોવા મળ્યા.
ટોપ ટેન લૂઝર
બજારની નબળી શરૂઆત વચ્ચે જે શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો તેમાં HCL ટેકના શેર (2.30 %), પાવર ગ્રીડના શેર (1.50 %), સન ફાર્માના શેર (1.40 %), TCSના શેર (1.30 %) અને HDFC બેંકના શેર (1.25 %) હતા. જે લાર્જ કેપ કંપનીઓમાં સામેલ હતી તે ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતા.
આ પણ વાંચોઃ ITR ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવી,છેલ્લી તારીખ જાણી લો નહીંતર દંડ ભરવો પડશે!