ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો

ભારતીય શેરબજારમાં અમર્યાદિત ધોવાણની સ્થિતિ સેન્સેક્સ ઈન્ટ્રાડે 1200થી વધુ પોઈન્ટ તૂટી 78 હજાર નીચે નીફ્ટી ઈન્ટ્રાડે 390 પોઇન્ટથી વધુ તૂટી 23,600ની સપાટીએ મોટાભાગના સેક્ટરમાં ભયંકર વેચવાલીનો માહોલ   Stock Market Crash:શેરબજારમાં સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે સેન્સેક્સ અને નિફ્ટીએ...
02:27 PM Jan 06, 2025 IST | Hiren Dave
ભારતીય શેરબજારમાં અમર્યાદિત ધોવાણની સ્થિતિ સેન્સેક્સ ઈન્ટ્રાડે 1200થી વધુ પોઈન્ટ તૂટી 78 હજાર નીચે નીફ્ટી ઈન્ટ્રાડે 390 પોઇન્ટથી વધુ તૂટી 23,600ની સપાટીએ મોટાભાગના સેક્ટરમાં ભયંકર વેચવાલીનો માહોલ   Stock Market Crash:શેરબજારમાં સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે સેન્સેક્સ અને નિફ્ટીએ...

 

Stock Market Crash:શેરબજારમાં સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે સેન્સેક્સ અને નિફ્ટીએ ગ્રીન (Stock Market Crash)ઝોનમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. દરમિયાન, થોડા સમય માટે બંને ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો અને BSE સેન્સેક્સ 280 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 85 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, પરંતુ ટ્રેડિંગના બે કલાકમાં જ સ્થિતિ પલટાઈ ગઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 1200 અથવા 1.44 ટકાના ભારે ઘટાડા સાથે 78,092.74 ના સ્તરે આવી ગયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ તે 371.80 પોઈન્ટ અથવા 1.55 ટકા ઘટીને 23,632.95 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

 

ટાટા સ્ટીલથી લઈને અદાણીના શેર તૂટ્યા

શેરબજારમાં અચાનક આવેલા આ ઘટાડા વચ્ચે ટાટા સ્ટીલનો શેર સૌથી વધુ ઘટ્યો હતો. સમાચાર લખાય ત્યાં સુધી તે 3.62 ટકા ઘટીને 133.30 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય કોટક બેન્કનો શેર 2.57 ટકા, પાવરગ્રીડનો શેર 2.10 ટકા, એશિયન પેઇન્ટ્સનો શેર 2 ટકા, અદાણી પોર્ટ્સનો શેર 2 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી BSEની 30માંથી 24 મોટી કેપ કંપનીઓ રેડમાં ટ્રેડ થઈ રહી હતી. ઘટેલા અન્ય મોટા શેરોમાં M&M, NTPC, નેસ્લે ઇન્ડિયા, ઝોમેટો, HDFC બેન્ક, રિલાયન્સ, SBI, ITC, ભારતી એરટેલ, ટાટા મોટર્સ અને TCSનો સમાવેશ થાય છે.

મિડકેપ-સ્મોલકેપમાં પણ ખરાબ સ્થિતિ

મિડકેપ કેટેગરીમાં સામેલ કંપનીઓના શેરની વાત કરીએ તો સૌથી વધુ ઘટતા શેરોમાં ફ્લોરોકેમ શેર (4.90 ટકા), IREDA શેર (4.27 ટકા), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (4.18 ટકા), NHPC શેર (4 ટકા) અને ઓઈલ ઈન્ડિયા શેર (3.74 ટકા) નો સમાવેશ થાય છે અને સુઝલોન શેર (3.71 ટકા) ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

 

કોર્પ લિમિટેડનો શેરમાં ઉછાળો

સ્મોલ કેપ કંપનીઓમાં સામેલ જય કોર્પ લિમિટેડનો શેર સૌથી વધુ 9.20 ટકા પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે AGI શેર 8.31 ટકાના નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય સિસિલ શેર (7.63 ટકા), મોરપેન લેબ શેર (6.96 ટકા) અને ધાની શેર (6.92 ટકા) લપસતા ટ્રેડ થઈ રહ્યા હતા.

 

Tags :
hMPVmarket crash todayNiftyreason for market fall todaySensexsensex share priceshare market todayStock Market Newswhy market down todaywhy market is down todaywhy market is fallingwhy market is falling todaywhy share market down todaywhy stock market is down todaywhy stock market is falling today in india
Next Article