Stock Market Crash : ટેરિફ ટેરરને લીધે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફ ટેરરના લીધે Sensex તૂટ્યો
- પ્રારંભિક કારોબાર સામાન્ય રહ્યો ત્યારબાદ 700 પોઈન્ટનો કડાકો
- સવારે 1433 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાન પર ટ્રેડિંગ શરૂ કર્યુ
Stock Market Crash : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલા 50 ટકા ટેરિફની વિપરીત અસર ભારતીય શેરબજાર પર થઈ છે. કારોબારી સપ્તાહના 4થા દિવસ ગુરુવારે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ (Sensex) માં 700 પોઈન્ટનો કડાકો બોલી ગયો. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ બુધવારે ભારત પર લાદવામાં આવેલ 25 ટકા ટેરિફ વધારીને 50 ટકા કર્યો. આજે બજાર ખુલ્યું ત્યારે શરૂઆતમાં સેન્સેક્સ-નિફ્ટી પર આની કોઈ ખાસ અસર જોવા મળી ન હતી, પરંતુ જેમ જેમ ટ્રેડિંગ આગળ વધ્યું તેમ તેમ આ સૂચકાંકોમાં ઘટાડો વધ્યો.
700 પોઈન્ટનો કડાકો
ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર લાદવામાં આવેલ 25 ટકા ટેરિફ વધારીને 50 ટકા કર્યો. આજે બજાર ખુલ્યું ત્યારે શરૂઆતમાં સેન્સેક્સ-નિફ્ટી પર આની કોઈ ખાસ અસર જોવા મળી ન હતી, પરંતુ જેમ જેમ ટ્રેડિંગ આગળ વધ્યું તેમ તેમ આ સૂચકાંકોમાં ઘટાડો વધ્યો. કારોબારી સપ્તાહના 4થા દિવસ ગુરુવારે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો બોલી ગયો. જ્યારે નિફ્ટી 24,400થી નીચે સરકી ગયો. આ દરમિયાન ઘણી મોટી કંપનીઓના શેર પણ અચાનક ઘટતા જોવા મળ્યા. જેમાં અદાણી પોર્ટ્સ (3%), ટાટા મોટર્સ (2.50%) અને ટાટા સ્ટીલ (1.50%) જેવી લાર્જ કેપ કંપનીઓનો સમાવેશ થાય છે.
Stock Market Gujarat First-07-08-2025
આ પણ વાંચોઃ Stock Market Opening : ટ્રમ્પના ટેરિફ ટેરરની અસર, સેન્સેક્સમાં 281 પોઈન્ટનો શરુઆતી ઘટાડો
માર્કેટ ઓપનિંગ
આજે ગુરુવારે બજાર રેડ ઝોનમાં ખુલ્યું. આજે સવારે BSE પર સેન્સેક્સ (Sensex) 281 પોઈન્ટના ઘટાડા સાથે 80,262.00 પર જ્યારે NSE પર નિફ્ટી (Nifty) 110 પોઈન્ટના ઘટાડા સાથે 24,464 પર ખુલ્યો. જેમાં 1433 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાન પર ટ્રેડિંગ શરૂ કર્યુ. આ ઉપરાંત 150 શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહીં. શરૂઆતના કારોબારમાં કોટક મહિન્દ્રા બેંક, ટાટા સ્ટીલ, SBI, કોલ ઈન્ડિયા અને જિયો ફાઇનાન્શિયલ જેવા શેરોમાં તીવ્ર ઘટાડો થયો હતો. આ ઉપરાંત, ટ્રમ્પના ટેરિફ છતાં વધનારા શેરોમાં હીરો મોટોકોર્પ, સિપ્લા, બજાજ ફિનસર્વ, મારુતિ સુઝુકી, JSW સ્ટીલનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ Gold Rate Today: રક્ષાબંધન પહેલા સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો આજના ભાવ