Stock Market: શેરબજારમાં જોરદાર તેજી,આ ત્રણ શેરમાં જબરદસ્ત ઉછાળો
- ભારતીય શેરબજારમાં જોરદાર તેજીનો દિવસ
- વૈશ્વિક બજારોમાંથી પોઝિટિવ સંકેત બાદ ઉછાળો
- સેન્સેક્સ 1131 પોઈન્ટના ઉછાળા સાથે 75,301 પર બંધ
- નિફ્ટી 325 પોઈન્ટના ઉછાળા સાથે 22,834 પર બંધ
Stock Market: વૈશ્વિક બજારોમાં( Stock Market) તેજી વચ્ચે મંગળવારે ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી ૫૦ માં મજબૂત વધારો જોવા મળ્યો. નાણાકીય અને ધાતુ ક્ષેત્રના શેરોમાં મજબૂત ખરીદી અને ચીનના અર્થતંત્ર અંગે આશાવાદને કારણે એશિયન બજારો વધ્યા હતા અને તેની અસર સ્થાનિક બજાર પર પણ પડી હતી. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા હતા.
તેજી સાથે બજાર બંધ
બપોરે 3.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 1,131.30 પોઇન્ટના ઉછાળા સાથે 75,301.26 અંક પર બંધ થયો જ્યારે નિફ્ટી 325.55 પોઇન્ટના ઉછાળા સાથે 22,834.30 અંક પર બંધ થયો હતો.
આ પણ વાંચો -Gold Price: સોનામાં તેજીનો ચળકાટ, ચાર દિવસ બાદ ફરી તૂટ્યો રેકોર્ડ
ઝોમેટોના શેરમાં જબરદસ્ત વધારો
મંગળવારે, સેન્સેક્સની 30 માંથી 26 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને બાકીની 4 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૪૭ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૩ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. આજે સેન્સેક્સ કંપનીઓમાં, ઝોમેટોના શેર સૌથી વધુ 7.43 ટકાના વધારા સાથે બંધ થયા જ્યારે બજાજ ફિનસર્વના શેર સૌથી વધુ 1.33 ટકાના ઘટાડા સાથે બંધ થયા.
આ પણ વાંચો -Gold Price Today: સોનાની કિંમતમાં ઉછાળો,ચાંદી પણ મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ
ICICI બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સના શેરમાં પણ ઉછાળો
સેન્સેક્સની બાકીની કંપનીઓમાં, ICICI બેંકના શેર 3.40 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 3.07 ટકા, ટાટા મોટર્સ 2.74 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 2.71 ટકા, સન ફાર્મા 2.46 ટકા, એશિયન પેઇન્ટ્સ 2.40 ટકા, ટાઇટન 2.23 ટકા, કોટક મહિન્દ્રા બેંક 2.21 ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 2.05 ટકા, ટાટા સ્ટીલ 1.91 ટકા, NTPC 1.90 ટકા, અદાણી પોર્ટ્સ 1.75 ટકા, HDFC બેંક 1.57 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.54 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 1.52 ટકા, TCS 1.38 ટકા, નેસ્લે ઇન્ડિયા 1.38 ટકા, બજાજ ફાઇનાન્સ 1.34 ટકા, મારુતિ સુઝુકી 1.22 ટકા, પાવર ગ્રીડ 1.20 ટકા, ઇન્ફોસિસ 1.10 ટકા, એક્સિસ બેંક 1.02 ટકાના વધારા સાથે બંધ થયા. બીજી તરફ, ટેક મહિન્દ્રાના શેર 0.45 ટકા, ભારતી એરટેલના શેર 0.31 ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર 0.03 ટકા ઘટીને બંધ થયા.