Stock Market Opening : ટ્રમ્પના ટેરિફ ટેરરની અસર, સેન્સેક્સમાં 281 પોઈન્ટનો શરુઆતી ઘટાડો
- આજે ગુરુવારે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, ટ્રમ્પ ટેરિફની અસર
- BSE પર સેન્સેક્સ 281 પોઈન્ટના ઘટાડા સાથે 80,262.00 પર ખુલ્યો
- NSE પર નિફ્ટી 110 પોઈન્ટના ઘટાડા સાથે 24,464.00 પર ખુલ્યો
Stock Market Opening : કારોબારી સપ્તાહના 4 થા દિવસે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું. આજે સવારે BSE પર સેન્સેક્સ (Sensex) 281 પોઈન્ટના ઘટાડા સાથે 80,262.00 પર જ્યારે NSE પર નિફ્ટી (Nifty) 110 પોઈન્ટના ઘટાડા સાથે 24,464 પર ખુલ્યો.
સેન્સેક્સ-નિફ્ટીની નબળી શરુઆત
ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ વધાર્યા પછી, શેરબજારની શરૂઆત સુસ્તી સાથે થઈ. સેન્સેક્સ તેના અગાઉના બંધ 80,543.99 ની સરખામણીમાં 80,262 પર ખુલ્યો, પરંતુ પછી તે ઝડપી રિકવરી મોડમાં જોવા મળ્યો અને થોડીવારમાં, ટ્રમ્પના ટેરિફ ડરને અવગણીને, 80,421 પર ટ્રેડિંગ શરૂ કર્યું. નિફ્ટી પણ સેન્સેક્સની જેમ આગળ વધ્યો અને તે પણ તેના અગાઉના બંધ 24574 ની સરખામણીમાં ખૂબ જ ઓછા ઘટાડા સાથે 24,464 પર ખુલ્યો અને પછી અચાનક 24,542 પર પહોંચી ગયો.
Stock Market Gujarat First-07-08-2025
આ પણ વાંચોઃ Gold Rate Today: રક્ષાબંધન પહેલા સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો આજના ભાવ
1433 શેર ઘટાડા સાથે ખુલ્યા
આજે ગુરુવારે શેરબજાર શરુઆતમાં રેડ ઝોન પર ટ્રેડિંગ શરૂ થયું હતું. જેમાં 1433 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાન પર ટ્રેડિંગ શરૂ કર્યુ. આ ઉપરાંત, 150 શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહીં. શરૂઆતના કારોબારમાં કોટક મહિન્દ્રા બેંક, ટાટા સ્ટીલ, SBI, કોલ ઈન્ડિયા અને જિયો ફાઇનાન્શિયલ જેવા શેરોમાં તીવ્ર ઘટાડો થયો હતો. આ ઉપરાંત, ટ્રમ્પના ટેરિફ છતાં વધનારા શેરોમાં હીરો મોટોકોર્પ, સિપ્લા, બજાજ ફિનસર્વ, મારુતિ સુઝુકી, JSW સ્ટીલનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ RBI new rules: મૃતકોના પૈસા બેંકમાંથી ઝડપથી મળશે, કરો આ કામ