ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Stock Market Opening : શેરબજારમાં બીજા દિવસે તેજી યથાવત, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો

સોમવારની જેમ મંગળવારે પણ શેરબજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ખુલતા રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો. વાંચો વિગતવાર.
11:02 AM Sep 02, 2025 IST | Hardik Prajapati
સોમવારની જેમ મંગળવારે પણ શેરબજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ખુલતા રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો. વાંચો વિગતવાર.
Stock Market Opening Gujarat First-02-09-2025

Stock Market Opening : આજે મંગળવારે પણ સોમવારની જેમ શેરબજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) ગ્રીન ઝોનમાં ખુલતા રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 80500 ની ઉપર ખુલ્યો, તો બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પણ તેના પાછલા બંધની તુલનામાં ઉછાળા સાથે 24,653 સાથે કારોબાર શરૂ કરતો જોવા મળ્યો. દરમિયાન દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં શરૂઆતી કારોબારમાં જ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.

Stock Market Opening માં જ ઉછાળો

આજે કારોબારી સપ્તાહના બીજા દિવસ મંગળવારે સવારમાં જ BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 80,364.49 ની સરખામણીમાં 80,520.09 પર ખુલ્યો. માર્કેટ શરુ થયાના થોડીવારમાં જ સેન્સેક્સ 8057.94 પર ટ્રેડ થતો જોવા મળ્યો. આ સાથે, NSE નિફ્ટી તેના અગાઉના બંધ 24,625.05 ની સરખામણીમાં ઉછાળા સાથે 24,653 પર ખુલ્યો. માર્કેટ શરુ થયાના થોડીવારમાં જ નિફ્ટી 24,685.85 પર ટ્રેડ થવા લાગ્યો.

Stock Market Opening Gujarat First-02-09-2025-

રિલાયન્સની બજાર મૂડી ફરી એકવાર 19 લાખ કરોડ રૂપિયાને પાર

શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સનો શેર દોડવા લાગ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 2.05% ના ઉછાળા સાથે 1381 રૂપિયા પર ટ્રેડ કરવા લાગ્યો. આ શેરમાં તેજી આવવાને કારણે રિલાયન્સની બજાર મૂડી પણ ઉછળીને ફરી એકવાર 19 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગઈ.

આ પણ વાંચોઃ GST Collection : કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, GSTકલેક્શનમાં ધરખમ વધારો

સ્મોલ, મીડિયમ, લાર્જ કેપની સ્થિતિ

આજે કારોબારી સપ્તાહના બીજા દિવસે મંગળવારે લાર્જ કેપ કંપનીઓમાં ઈટરનલ શેર (1.74%), NTPC શેર (1.36%), પાવર ગ્રીડ શેર (1.35%), HUL શેર (1.20%) માં તેજી જોવા મળી. મિડકેપ અને સ્મોલ કેપ સેક્ટરમાં સન ટીવી શેર (6.54%), ફોનિક્સ શેર (4.47%), JSW ઈન્ફ્રા શેર (2.18%) અને ઓલેક્ટ્રા શેર (2.10%) માં તેજી જોવા મળી. આ ઉપરાંત PSB, MIACL, સેન્ટ્રલ બેંક, ગોદરેજ પ્રોપર્ટીના શેર પણ ગ્રીન ઝોનમાં હતા. રેણુકા ઈન્ડસ્ટ્રીઝનો શેર 12.20 ટકાના મજબૂત તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આ ઉપરાંત ખાંડ કંપનીઓના શેરોમાં પણ તેજી જોવા મળી. જેમકે ધરમપુર શુગર 11.59 %, અવધ શુગર 8.92 %, જ્યારે ઉત્તમ શુગર 8.83 % ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે.

Stock Market Opening Gujarat First-02-09-2025--

આ પણ વાંચોઃ Gold-Silver Rate : સોનું પ્રથમવાર 1 લાખ 5 હજારને પાર, ચાંદીમાં રેકોર્ડ ઉછાળો

Tags :
BSEgreen zoneGujarat FirstGUJARAT FIRST NEWSNiftyNSESensexStock Market Opening
Next Article