ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Stock Market Opening : આજે શેરમાર્કેટ ગ્રીનઝોનમાં ખુલ્યુ, સેન્સેક્સમાં જોવા મળ્યો 200 પોઈન્ટનો વધારો

ટ્રેડિંગ વીકના છેલ્લા દિવસે શુક્રવારે શેરમાર્કેટ ગ્રીનઝોનમાં ખુલ્યું. BSE પર સેન્સેક્સ 200 પોઈન્ટના વધારા સાથે 81,593.14 અને NSE પર નિફ્ટી 0.24 ટકાના વધારા સાથે 24,852.30 પર ખુલ્યા. વાંચો વિગતવાર.
10:43 AM Jun 20, 2025 IST | Hardik Prajapati
ટ્રેડિંગ વીકના છેલ્લા દિવસે શુક્રવારે શેરમાર્કેટ ગ્રીનઝોનમાં ખુલ્યું. BSE પર સેન્સેક્સ 200 પોઈન્ટના વધારા સાથે 81,593.14 અને NSE પર નિફ્ટી 0.24 ટકાના વધારા સાથે 24,852.30 પર ખુલ્યા. વાંચો વિગતવાર.
Stock Market Opening Gujarat First

Stock Market Opening : ટ્રેડિંગ વીકના છેલ્લા દિવસે શુક્રવારે શેરમાર્કેટ ગ્રીનઝોનમાં ખુલ્યું. BSE પર સેન્સેક્સ 200 પોઈન્ટના વધારા સાથે 81,593.14 અને NSE પર નિફ્ટી 0.24 ટકાના વધારા સાથે 24,852.30 પર ખુલ્યા. ગત રોજ ગુરુવાર સાંજે શેરબજાર રેડઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 82 પોઈન્ટના ઘટાડા સાથે 81,361.87 અને NSE પર નિફ્ટી 24,793.25 પર બંધ થયા હતા.

કેવું રહ્યું હતું ગુરુવારનું બજાર ?

ગઈકાલે દિવસ દરમિયાન ટ્રેડિંગ વખતે M&M, ટાઈટન કંપની, કોટક મહિન્દ્રા બેંક, L&T, ભારતી એરટેલના શેર ટોપ ગેનર્સ રહ્યા હતા. જ્યારે અદાણી પોર્ટ્સ, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, ટેક મહિન્દ્રા અને નેસ્લેના શેરનો સમાવેશ ટોપ લુઝર્સમાં થયો હતો. જ્યારે BSE મિડકેપ અને સ્મોલકેપમાં 1.5 ટકાનો ઘટાડો થયો હતો. ઓટો સિવાયના તમામ ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળ્યો હતો. IT, મીડિયા, મેટલ, તેલ અને ગેસ અને PSU બેન્કોમાં 1 ટકાનો ઘટાડો થયો હતો.

આ પણ વાંચોઃ  Israel Iran War: ઇરાન અને ઇઝરાયલના યુધ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો!

મિડકેપ અને સ્મોલ કેપમાં વધઘટ

મિડકેપ શેરોમાં ઈપ્કા લેબ્સ, ક્યુમિન્સ, સચેફલર ઈન્ડસ્ટ્રીઝ, યુનો મિડા, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસિઝ અને ટાટા એલેક્સી 0.55-2.77 ટકા સુધી વધારો છે. જ્યારે સન ટીવી નેટવર્ક, ડિલહેવરી, મૂથુટ ફાઈનાન્સ, ક્રિસિલ, એકસાઈડ ઈન્ડસ્ટ્રીઝ અને આઈડીએફસી ફર્સ્ટ બેંક 0.26-2.53 ટકા ઘટાડો છે. સ્મૉલકેપ શેરોમાં ગ્રીનલેમ ઈન્ડસ્ટ્રીઝ, રામ રત્ના વાયર્સ, વેલસ્પન એન્ટરપ્રાઈઝ, ક્રેડી બ્રાન્ડ્સ, બજેલ પ્રોજેક્ટ્સ અને સ્ટ્રારનિક્સ 2.24-6.32 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં યુનિમેક એરોસ્પા, ટિમકેન, રાજૂ એન્જીનિયરિંગ, કિરિ ઈન્ડસ્ટ્રીઝ અને ત્રિવેણી એન્જીનિયરિંગ 1.95-3.36 ટકા સુધી તૂટ્યા છે.

આ પણ વાંચોઃ Share Market :સતત ત્રીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ,આ બે શેરમાં તેજી

Tags :
BSE (Bombay Stock Exchange)Friday Market Openinggreen zoneGujarat FirstGUJARAT FIRST NEWSIncrease/Decrease in PointsMidcapNiftyNSE (National Stock Exchange)SensexSmallcapStock Market OpeningStock Market PerformanceThursday Market Closetop gainerstop loserstrading week
Next Article