Stock Market: RBIના એક નિર્ણયથી સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો
Stock Market : આજે RBI દ્વારા રેપોરેટમાં 0.5 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે જે બાદ શેરબજારે (stock market)રફતાર પકડી છે. માર્કેટે સવારે લાલ નિશાનમાં ફ્લેટ શરૂઆત કરી હતી.જેમાં સેન્સેક્સ (Sensex) 800 પોઇન્ટના વધારા સાથે 82176 પર બંધ થયો જ્યારે નિફ્ટી 252 પોઇન્ટના વધારા સાથે 25,003 અંકે બંધ થયો.
RBIના એક નિર્ણયથી શેરબજારમાં જોશ હાઇ
આરબીઆઇ દ્વારા રેપો રેટમાં 0.50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સતત ત્રીજી વાર આરબીઆઇ દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ પણ છ મહિનામાં બે વખત રેપો રેટમાં ઘટાડો કર્યો હતો. ત્યારે હવે ત્રીજીવાર ઘટાડો કરતા હોમ લોન, કાર લોન અને અન્ય લોન ધરાવનારને ઇએમઆઇમાં થોડી રાહત મળશે. રેપો રેટ 0.50 બેસિસ પોઇન્ટ ઘટીને 5.5% થયો છે.
RBI policy brings cheer for Indian stocks: Nifty Bank soars over 800 points, realty skyrockets
Read @ANI Story | https://t.co/gkgvbjCMWy#Sensex #Nifty #RBI #MonetaryPolicy #IndiaStockMarket pic.twitter.com/Q2FwOPp9FR
— ANI Digital (@ani_digital) June 6, 2025
આ પણ વાંચો -Repo Rate Cut: RBIએ વ્યાજદરમાં કર્યો 0.50 ટકાનો ઘટાડો, EMI ઘટશે
રેપો રેટ હવે 5.5%
મહત્વનુ છે કે 4 જૂનથી શરૂ થયેલી આરબીઆઇની નાણીકીય સમિતિની બેઠકનો આજે છેલ્લો દિવસ હતો. જેમાં કેન્દ્રીય બેંકે રાહતના સમાચાર આપ્યા છે. આરબીઆઇએ સતત ત્રીજી વાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે. 0.50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરતા જે રેપો રેટ 6 ટકા પર હતો તે ઘટીને હવે 5.50 ટકા થઇ ગયો છે.
આ પણ વાંચો -Adani Group Tax : ગૌતમ અદાણીએ સરકારની ભરી તિજોરી, જાણો કેટલો ટેક્સ ભર્યો?
અગાઉ બે વખત ઘટાડ્યો હતો રેપો રેટ
ઉલ્લેખનીય છે કે અગાઉ બે વખત એમપીસીની બેઠક મળી હતી. જેમાં એક વખત 0.25 બેસિસ પોઇન્ટ અને બીજી વાર પણ 0.25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરાયો ગતો. આથી બેંક લોન ધારકો માટે ગૂડ ન્યૂઝ છે. કારણ કે ઇએમઆઇમાં હજી પણ ઘટાડો થશે.
વૈશ્વિક બજારોમાંથી શું મળે છે સંકેત ?
વૈશ્વિક બજારોમાં તેજી જોવા મળી રહી છે. રોકાણદારો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ફોન પર વાતચીત પર પ્રતિક્રિયા વ્યક્ત કરી, આ બંને દેશો વચ્ચે વેપાર તણાવમાં ઘટાડો થાય તેવી આશા ફરી જાગી છે. જાપાનના નિક્કેઇ ઇન્ડેક્સમાં 0.31 ટકાની વૃદ્ધિ થઇ છે જ્યારે ટોપિક્સમાં 0.45 ટકાની વૃદ્ધિ થઇ. કોસ્પીમાં 1.49 ટકાની વૃદ્ધિ થઇ જ્યારે એએસએક્સ 200માં 0.03 ટકાની વૃદ્ધિ થઇ. વોલ સ્ટ્રીટ પર પ્રમુખ અમેરિકી ઇન્ડેક્સ ટેસ્લાના શેરમાં ઘટાડાનું કારણે ઘટીને બંધ થયા. એસએન્ડપી 500માં 0.53 ટકાનો ઘટાડો થયા જ્યારે નૈસ્ડેકમાં 0.83 ટકાનો ઘટાડો થયો. ડોવ જોન્સમાં 0.25 ટકાનો ઘટાડો થયો છે