ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Stock Market: સેન્સેક્સ-નિફ્ટીનું મંદ વલણ યથાવત,આ શેરમાં સૌથી મોટો કડાકો

સેન્સેક્સ-નિફ્ટીનું મંદ વલણ યથાવત IndusInd Bankમાં સૌથી કડાકો આજે 18,000 કરોડ થયા સ્વાહા Share market: મંગળવારે દિવસભર શેરબજારમાં (Share market)ઉતાર-ચઢાવ રહ્યો.કારોબારના અંતે BSE સેન્સેક્સ 12.85 પોઈન્ટ ઘટીને 74,102.32 પર બંધ થયો.તે જ સમયે NSE નિફ્ટી 37.60 પોઈન્ટના વધારા સાથે...
04:03 PM Mar 11, 2025 IST | Hiren Dave
સેન્સેક્સ-નિફ્ટીનું મંદ વલણ યથાવત IndusInd Bankમાં સૌથી કડાકો આજે 18,000 કરોડ થયા સ્વાહા Share market: મંગળવારે દિવસભર શેરબજારમાં (Share market)ઉતાર-ચઢાવ રહ્યો.કારોબારના અંતે BSE સેન્સેક્સ 12.85 પોઈન્ટ ઘટીને 74,102.32 પર બંધ થયો.તે જ સમયે NSE નિફ્ટી 37.60 પોઈન્ટના વધારા સાથે...
IndusInd Bank share crash

Share market: મંગળવારે દિવસભર શેરબજારમાં (Share market)ઉતાર-ચઢાવ રહ્યો.કારોબારના અંતે BSE સેન્સેક્સ 12.85 પોઈન્ટ ઘટીને 74,102.32 પર બંધ થયો.તે જ સમયે NSE નિફ્ટી 37.60 પોઈન્ટના વધારા સાથે 22,497.90 પોઈન્ટ પર બંધ થયો.આજે શેરબજારમાં ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. શેર -27.02% ઘટીને રૂ. 657.25 પર બંધ થયો.

રોકાણકારોના લગભગ 18,000 કરોડ રૂપિયાનું નુકસાન

આજે બેંકના શેરમાં રોકાણ કરનારા રોકાણકારોના લગભગ 18,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં આ ઘટાડો બેંક દ્વારા તેના ડેરિવેટિવ્ઝ પોર્ટફોલિયોમાં ખામીઓ સ્વીકાર્યા પછી થયો, જેના કારણે બેંકનો નફો રૂ.1,500 કરોડ ઘટવાની ધારણા છે.આ પછી આજે શેર ત્રણ વાર લોઅર સર્કિટ લાગ્યો.5 દિવસમાં બેંકનો શેર 33.93% ઘટ્યો છે.

આ પણ  વાંચો -ટ્રમ્પની ટેરિફ નીતિઓએ ઉભું કર્યું આર્થિક સંકટ! અમેરિકા સહિત વિશ્વ પર...

સેન્સેક્સ અને નિફ્ટી લાલ રંગમાં ખુલ્યા હતા

તમને જણાવી દઈએ કે યુએસ બજારોમાં નબળાઈ અને ઇન્ફોસિસના શેરમાં ભારે વેચવાલીથી મંગળવારે શરૂઆતના કારોબારમાં મુખ્ય શેર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લાલ રંગમાં ખુલ્યા હતા. શેરબજારના ડેટા અનુસાર,વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ સોમવારે રૂ.485.41 કરોડના શેર વેચ્યા હતા.બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 263.51 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

આ પણ  વાંચો -Business: હોળીના તહેવાર પર 60,000 કરોડથી વધુનો વેપાર થવાની આશા

એશિયન બજારો પણ લાલ નિશાનમાં

મંગળવારે (11 માર્ચ) એશિયન શેરબજારો સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે ખુલ્યા. કારણ કે અમેરિકન બજારોમાં ઘટાડાની અસર અહીં પણ જોવા મળી હતી. આજે શરૂઆતના કારોબારમાં મોટાભાગના સૂચકાંકો લાલ રંગમાં હતા. ઓસ્ટ્રેલિયા, જાપાન અને દક્ષિણ કોરિયાના શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો. જાપાનનો ટોપિક્સ ઇન્ડેક્સ ૧.૯% ઘટ્યો અને ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 ઇન્ડેક્સ 1.3 % ઘટ્યો.

 

કોમોડિટી માર્કેટમાં કેવી અસર ?

મંદીના ભયને કારણે બજારમાં ગભરાટનો માહોલ છે. અમેરિકામાં મંદીના ભયને કારણે કોમોડિટી માર્કેટ પણ ઘટ્યું છે. ટ્રમ્પ ટેરિફની અસર અંગેની ચિંતાઓએ પણ દબાણ વધાર્યું છે. સોનામાં ૧% અને ચાંદીમાં 1.5%નો ઘટાડો થયો છે. ક્રૂડ ઓઇલ પણ દબાણ હેઠળ છે. એક જ દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 2%નો ઘટાડો થયો છે. આ ઘટાડો નબળી માંગ અને વધેલા પુરવઠાને કારણે છે. OPEC દેશો એપ્રિલથી ઉત્પાદન વધારશે. ચીનના નબળા ડેટાએ પણ ક્રૂડ પર દબાણ બનાવ્યું છે. ચીનમાં માંગ વધવાની બજારમાં બહુ ઓછી આશા છે.

Tags :
Indusind BankIndusInd Bank newsIndusInd Bank share crashIndusInd Bank share newsIndusInd Bank share price fallsIndusInd Bank sharesIndusInd Bank stock priceIndusInd Bank stockswhy IndusInd Bank shares falls
Next Article