ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Stock Market : બજેટ પહેલા શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં1241 પોઈન્ટનો ઉછાળો

Stock Market : ભારતીય શેરબજારમાં (Stock Market) સોમવારે તેજી સાથે બંધ થયું છે ત્રણ દિવસની લાંબી રજાઓ બાદ આ સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઘણું સારું રહ્યું હતું બજેટની રજૂઆત પહેલા બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળશે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નેતૃત્વમાં...
05:15 PM Jan 29, 2024 IST | Hiren Dave
Stock Market : ભારતીય શેરબજારમાં (Stock Market) સોમવારે તેજી સાથે બંધ થયું છે ત્રણ દિવસની લાંબી રજાઓ બાદ આ સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઘણું સારું રહ્યું હતું બજેટની રજૂઆત પહેલા બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળશે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નેતૃત્વમાં...
Stock Market

Stock Market : ભારતીય શેરબજારમાં (Stock Market) સોમવારે તેજી સાથે બંધ થયું છે ત્રણ દિવસની લાંબી રજાઓ બાદ આ સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઘણું સારું રહ્યું હતું બજેટની રજૂઆત પહેલા બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળશે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નેતૃત્વમાં સેન્સેક્સમાં 1200 પોઈન્ટથી વધુ અને નિફ્ટીમાં લગભગ 400 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. આજના કારોબારના અંતે BSEનો સેન્સેક્સ 1,241  પોઈન્ટના ઉછાળા સાથે 71,941 પર બંધ રહ્યો હતો. જ્યારે NSEનો નિફટી 385 પોઈન્ટના ઉછાળા સાથે 21,737 પર બંધ થયો છે. બજારની મૂડીમાં રૂ. 6 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. 19.5 લાખ કરોડને વટાવી ગયું છે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. 19.50 લાખ કરોડને પાર કરી ગયું છે. આજે 29 જાન્યુઆરીએ કંપનીના શેરમાં લગભગ 7 ટકાનો વધારો થયો છે. તે ઇન્ટ્રાડે રૂ. 2,895.10ની વિક્રમી ટોચે પહોંચ્યો હતો.

રોકાણકારો પર 6 લાખ કરોડ રૂપિયાનો વરસાદ
બજારમાં મજબૂત ઉછાળાને કારણે આજે રોકાણકારોની મૂડી વધી છે. એક ટ્રેડિંગ દિવસ અગાઉ એટલે કે 25 જાન્યુઆરી, 2024ના રોજ, BSE પર સૂચિબદ્ધ તમામ શેર્સની કુલ માર્કેટ કેપ રૂ. 371.12 લાખ કરોડ હતી. આજે એટલે કે 29 જાન્યુઆરી 2024ના રોજ તે વધીને 377.12 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. આ રીતે રોકાણકારોની મૂડીમાં આજે લગભગ 6 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

 

મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ 2023માં NFO દ્વારા રૂ. 63,854 કરોડ એકત્ર કરશે

એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs) એ વર્ષ 2023માં 212 નવી ફંડ ઑફર્સ (NFOs) દ્વારા કુલ રૂ. 63,854 કરોડ એકત્ર કર્યા હતા, જે એક વર્ષ પહેલાં કરતાં થોડો વધારે છે, વ્યાપક બજારમાં તેજીના વાતાવરણ વચ્ચે. મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓનું સંચાલન કરતી AMCએ વર્ષ 2022માં 228 NFO દ્વારા રૂ. 62,187 કરોડ એકત્ર કર્યા હતા. AMCએ 2021માં NFO મારફતે રૂ. 99,704 કરોડ અને 2020માં રૂ. 53,703 કરોડ એકત્ર કર્યા હતા.

 

બજારની સ્થિતિ

આજના કારોબારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ONGCના શેરોમાં ભારે ઉછાળાને કારણે એનર્જી ઈન્ડેક્સ 1820 પોઈન્ટ અથવા 5.17 ટકાના વધારા સાથે બંધ થયો હતો. આ સિવાય બેન્કિંગ, ઓટો, ફાર્મા, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો જોરદાર ઉછાળા સાથે બંધ થયા છે. માત્ર એફએમસીજી શેરોમાં ઘટાડો નોંધાયો હતો. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેર પણ જોરદાર વેગ સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 26 વધ્યા અને 4 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 38 વધ્યા અને 12 નુકસાન સાથે બંધ થયા હતા.આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 6.86 ટકાના ઉછાળા સાથે રૂ. 2896ની લાઇટ ટાઈમ હાઈ પર બંધ થયો, ટાટા મોટર્સ 3.62 ટકા, પાવર ગ્રીડ 3.40 ટકા, લાર્સન 3.25 ટકા. ITC 1.20 ટકા, ઇન્ફોસિસ 0.89 ટકા, ટેક મહિન્દ્રા 0.53 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

આ  પણ  વાંચો - LIC હવે HDFC માં 9.99% હિસ્સો ખરીદશે, રિઝર્વ બેંકે આપી દીધી મંજૂરી

 

Tags :
Bank NiftyBSEIT SectorNiftyNSESensexStock Market Opening
Next Article