ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Stock Marke: શેરબજાર હવે શનિવાર પણ રહેશે ચાલુ ,જાણો કેમ લેવાયો નિર્ણય

Stock Market : ભારતીય શેર (Stock Marke) બજામાં (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSE) આવતીકાલે શનિવારે શેર બજાર ચાલુ રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સામાન્ય રીતે શેર બજાર (Stock Marke)માં શનિવારે અને રવિવારે રજા હોય છે, જોકે કાલે પણ ટ્રેડિંગ...
04:31 PM Jan 19, 2024 IST | Hiren Dave
Stock Market : ભારતીય શેર (Stock Marke) બજામાં (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSE) આવતીકાલે શનિવારે શેર બજાર ચાલુ રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સામાન્ય રીતે શેર બજાર (Stock Marke)માં શનિવારે અને રવિવારે રજા હોય છે, જોકે કાલે પણ ટ્રેડિંગ...
Stock-Market,

Stock Market : ભારતીય શેર (Stock Marke) બજામાં (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSE) આવતીકાલે શનિવારે શેર બજાર ચાલુ રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સામાન્ય રીતે શેર બજાર (Stock Marke)માં શનિવારે અને રવિવારે રજા હોય છે, જોકે કાલે પણ ટ્રેડિંગ કરી શકાશે. એનએસઈ અને બીએસઈએ જણાવ્યું છે કે, 20 જાન્યુઆરીએ શેરબજાર ખુલ્લુ રહેવાનું છે, જેમાં તમે ટ્રેડિંગ પણ કરી શકશો. એનએસઈએ આ ખાસ સેશન ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રાડે (Intraday) સ્વિચ-ઓવર માટે રાખ્યું છે. આ બંને સ્ટોક એક્સચેન્જો પર આવતીકાલે નાના-નાના 2 સેશનમાં ટ્રેડિંગ કરી શકાશે.

 

શનિવારે શા માટે ખુલશે શેરબજાર?

ઈતિહાસમાં આવું પ્રથમ વખત બનશે કે શનિવારે પણ શેરબજાર (Stock Marke) ખુલશે. નવા વર્ષમાં આ ટ્રેડિંગ સેશન દ્વારા સ્ટોક એક્સચેન્જ ડિઝાસ્ટર રિકવરી (DR) સાઇટની ટ્રાયલ કરવામાં આવશે. આનું કારણ પ્રતિકૂળ સંજોગોમાં પણ કોઈપણ વિક્ષેપ કે અડચણ વિના વેપાર ચાલુ રાખવાનું છે. તેનો હેતુ બજાર અને રોકાણકારોમાં સ્થિરતા જાળવી રાખવાનો છે.

બજાર કયા સમયે ખુલશે

NSEના પરિપત્ર મુજબ, શનિવારે 2 વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવશે. પ્રથમ જીવંત સત્ર સવારે 9:15 વાગ્યે શરૂ થશે. પ્રથમ સત્ર 45 મિનિટનું હશે અને 10 વાગ્યે સમાપ્ત થશે. તેનું ટ્રેડિંગ પ્રાથમિક વેબસાઇટ પર કરવામાં આવશે. બીજું સત્ર સવારે 11:30 વાગ્યે શરૂ થશે અને 1 કલાકનું સત્ર હશે, જે બપોરે 12:30 વાગ્યે સમાપ્ત થશે. જ્યારે પ્રી-ક્લોઝિંગ સેશન બપોરે 12:40 થી 12:50 સુધી રહેશે.

 

 

ત્રણ દિવસ બાદ શેરબજારમાં ધમધમાટ

ત્રણ દિવસના ભારે ઘટાડા બાદ શુક્રવારે શેરબજારમાં લીલોતરી જોવા મળી હતી. સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ વધીને 71,786.74 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી આજે 21,615.20 ના સ્તર પર ખુલ્યો હતો. તે ખુલતાની સાથે જ 183 પોઈન્ટ ઉછળ્યો હતો. આ સિવાય બેંક નિફ્ટી પણ 420 પોઈન્ટ અથવા 0.92 ટકા વધીને 46,134 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

 

આ  પણ  વાંચો  - Stock Market : શેરબજાર સતત ત્રીજા દિવસે લાલ નિશાનમાં બંધ ,Sensex માં મોટો કડાકો

 

Tags :
BSENSEShare-BazarStock Market
Next Article