Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એપ્રિલ-2025ના 3જા અઠવાડિયે શેરબજાર માત્ર 3 જ દિવસ રહેશે કાર્યરત

એપ્રિલ-2025ના 3જા અઠવાડિયે ભારતીય શેરબજારમાં રોકાણકારો માત્ર 3 જ દિવસ ટ્રેડિંગ કરી શકશે. 3જા અઠવાડિયામાં 2 જાહેર રજાના કારણે માત્ર 3 જ દિવસ શેરબજાર કાર્યરત રહેશે.
એપ્રિલ 2025ના 3જા અઠવાડિયે શેરબજાર માત્ર 3 જ દિવસ રહેશે કાર્યરત
Advertisement
  • એપ્રિલ-2025ના 3જા અઠવાડિયે માત્ર 3 જ દિવસ થશે ટ્રેડિંગ
  • તા. 14મી એપ્રિલે ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિની રજા
  • તા. 18મી એપ્રિલે ગુડ ફ્રાયડે નિમિત્તે રજા રહેશે

Mumbai: વર્ષ 2025ના એપ્રિલ મહિનાના 3જા અઠવાડિયા દરમિયાન શેરબજાર માત્ર 3 જ દિવસ કાર્યરત રહેશે. સોમવારથી શુક્રવાર સુધી ચાલતા શેરબજારમાં સોમવારે અને શુક્રવારે રજા રહેશે. તેથી મંગળ, બુધ અને ગુરુવાર એમ 3 જ દિવસ શેરબજાર ચાલશે. સોમવારે 14મી એપ્રિલે આંબેડકર જયંતિ અને શુક્રવારે 18મી એપ્રિલે ગુડફ્રાયડેની રજા રહેશે.

એપ્રિલના 3જા અઠવાડિયે 2 દિવસ રજા

આવતા અઠવાડિયે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ 2 દિવસ માટે બંધ રહેશે, જેનો અર્થ છે કે માત્ર 3 જ શેરબજાર કાર્યરત રહેશે. એપ્રિલમાં ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે ટ્રેડિંગની તકો ઓછી રહેશે. આગામી સપ્તાહમાં 2 રજાઓના કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંધ રહેશે. 14 એપ્રિલ સોમવારના રોજ ડો. ભીમરાવ આંબેડકર જયંતિ અને 18 એપ્રિલ શુક્રવારના રોજ ગુડ ફ્રાઈડે નિમિત્તે બજારમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.

Advertisement

આ પણ વાંચોઃ  Stock Market : શેરબજાર તેજી સાથે બંધ, સેન્સેક્સ 1300 પોઇન્ટનો ઉછાળો

Advertisement

માત્ર 3 દિવસ ટ્રેડિંગ

એપ્રિલ 2025ના 3જા અઠવાડિયે માત્ર 3 જ દિવસ ટ્રેડિંગ થશે. તા. 14થી 18 સુધીના ટ્રેડિંગ સપ્તાહમાં 14 અને 18મી તારીખે જાહેર રજાઓ છે. તેથી એપ્રિલ-2025ના 3જા અઠવાડિયે માત્ર તા. 15(મંગળ), તા. 16(બુધ), તા. 17(ગુરુ) એમ કુલ 3 જ દિવસ ટ્રેડિંગ ચાલશે. તા. 14મીના રોજ આંબેડકર જયંતિ અને તા. 18મીના રોજ ગુડ ફ્રાયડે નિમિત્તે બજાર બંધ રહેશે. સોમવાર અને શુક્રવાર રજાના દિવસે BSE,NSE ઉપરાંત ઈક્વિટી, ડેરિવેટિવ્ઝ, કરન્સી માર્કેટ, સિક્યોરિટીઝ લેન્ડિંગ અને બોરોઈગ (SLB) અને ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (EGR)સેગમેન્ટ્સ પણ સંપૂર્ણપણે બંધ રહેશે.

શેરબજાર કેલેન્ડર 2025

સ્ટોક એક્સચેન્જ દ્વારા જાહેર કરાયેલ કરાયેલા હોલિડે કેલેન્ડર 2025 મુજબ, એપ્રિલ મહિના પછી, ભારતીય શેરબજાર આગામી મહિનાઓમાં 1 મે ના રોજ મહારાષ્ટ્ર દિવસ, 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ, 27 ઓગસ્ટ ગણેશ ચતુર્થી, 2 ઓક્ટોબર ગાંધી જયંતિ, 21-22 ઓક્ટોબર દિવાળી, 5 નવેમ્બર પ્રકાશ ગુરુ પર્વ અને 25 ડિસેમ્બર નાતાલને કારણે બંધ રહેશે.

આ પણ વાંચોઃ  Gold Price : સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી,જાણો લેસ્ટેટ ભાવ

Tags :
Advertisement

.

×